Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 461
________________ सूत्रकृतांग ४५५ જાણીશ માટે તમારો પોતાનો અભિપ્રાય કહો આ પ્રમાણે કહે છતે તે આ પ્રમાણે બોલે છે. સાધુઓ તમારા સિદ્ધાંતને કહેતા. તેને સ્થૂલ પ્રાણિઓના દંડવિષયક પચ્ચકખાણ કરાવે - એ સિવાયના બીજા જીવોનો રાજા વગેરેના અભિયોગ વડે જીવોનો ઉપઘાત થાય ત્યારે તેની નિવૃત્તિ નથી થતી એટલે તેનો નિયમ નથી થતો. તથા “સ્કૂલ' એ પ્રમાણે વિશેષણથી તેના સિવાયના બીજા જીવોની હિંસાની અનુમતિ પ્રત્યય દોષ થાય છે. આ પ્રમાણે ત્રસપ્રાણિ વિશેષણપણીવડે બીજા ત્રસ ભૂત વિશેષણ રહિતપણાનડે પચ્ચકખાણ ગ્રહણ કરતા- કરનારા શ્રાવકોને દુપ્રત્યાખ્યાન થાય છે. કારણકે પચ્ચક્ખાણ ભંગ થવાનો સંભવ (સભાવ) હોય છે. અને દુબ્રત્યાખ્યાનદાનનો દોષ સાધુને લાગે છે. સાધુ - શ્રાવક બન્ને જણાને પોતાની પ્રતિજ્ઞા ઉલ્લંઘન કરવાનો દોષ લાગે છે. પ્રતિજ્ઞાભંગ થાય છે તે આ પ્રમાણે સંસારમાં રહેલા સ્થાવર પ્રાણિઓ પણ તેવા પ્રકારના કર્મોના ઉદયથી ત્રસપણે ઉત્પન્ન થાય છે. ત્રસો પણ સ્થાવરપણે ઉત્પન્ન થાય છે. એમ પરસ્પર એકબીજામાં જવાથી અવશ્ય પ્રતિજ્ઞાનો લોપ થશે. કોઇક “મારે નાગરિકને હણવો નહીં આવો નિયમ ગ્રહણ કર્યો હોય તે વ્યક્તિ જ્યારે બહાર બગીચા વગેરેમાં રહેલા નાગરિકને હણે – મારી નાખે. તો શું એનો એટલા માત્રથી પ્રતિજ્ઞાનો લોપ ન થાય ? ... થાય જ, અન્ય ભાવમાં (વડ) ઉત્પન્ન થયેલાઓમાં તેવા પ્રકારનું કંઈક લિંગ દેખાતું જણાતું નથી. જેના વડે સ્થાવરપણે ઉત્પન્ન થયેલા ત્રસો પરિહાર કરવા છોડવા શક્ય બને. જો ગૃહપતિ ગૃહસ્થ ત્રસ ભૂત પ્રાણિઓ વિષે દંડ (હિંસા) ને છોડી પચ્ચખાણ કરે ત્યારે તેને (ગૃહસ્થને) પ્રતિજ્ઞાનો લોપ થતો નથી. કારણકે ભૂતત્વ વિશેષણથી વર્તમાન કાળમાં ત્રસપણે ઉત્પન્ન થયેલાઓમાં તે અર્થની અતિવ્યાપ્તિ થાય છે. આ પ્રમાણે સ્વીકારે છે. તે જ જેને ખીર વિગઈનો નિયમ પચ્ચકખાણ હોય તેને જેવી રીતે દહિં ખાવા છતાં પણ પ્રતિજ્ઞાનો લોપ થતો નથી. તેવી રીતે ત્ર-ભૂત જીવો હણવા નહીં આવા પ્રકારની પ્રતિજ્ઞાવાળાને સ્થાવર હિંસામાં પણ દોષ લાગતો નથી. I૮૧ી अत्रोत्तरं गौतमोक्तमभिधत्तेन, असद्भूतदोषोद्भावनात्, भूतशब्दस्यानेकार्थत्वाच्च ॥८२॥ नेति, भूतशब्दविशेषणत्वेन प्रत्याख्यानमन्यथा दोषप्रदर्शनं नास्मभ्यं रोचत इत्यर्थः, तत्र हेतुमाहासद्भूतेति, ये हि श्रमणा ब्राह्मणा वा भूतशब्दविशेषणत्वेन प्रत्याख्यानमाचक्षते परैः पृष्टास्तथैव प्रत्याख्यानं भाषन्ते स्वतः कुर्वन्तः कारयन्तश्च तथा, किन्तु सविशेषणप्रत्याख्यानप्ररूपणावसरे च सामान्येन प्ररूपयन्ति ब्राह्मणो न हन्तव्य इत्येवम्, तत्रापि स यदा वर्णान्तरे तिर्यक्षु वा व्यवस्थितो भवति तद्वधे ब्राह्मणवध आपद्यते भूतशब्दाविशेषणात्, तदेवं प्ररूपयन्तो न खलु ते श्रमणा वा ब्राह्मणा वा यथार्थां भाषां भाषन्ते किन्त्वनुतापिकाम्, अन्यथा भाषणे तथानुष्ठातुरपरेण जानता बोधितस्य सतोऽनुतापो भवति, तथा यथाव

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470