________________
४५८
सूत्रार्थमुक्तावलिः પ્રત્યાખ્યાન પ્રરૂપણાના અવસરે સામાન્યથી પ્રરૂપે છે કે બ્રાહ્મણો હણવા નહીં, આ પ્રમાણે કહે તેમાં પણ જ્યારે તે વર્ષોમાં - બીજી જાતિ અથવા તિર્યંચમાં ઉત્પન્ન થયો હોય ત્યારે તેના વધમાં બ્રાહ્મણવધની આપત્તિ આવશે. કારણ કે ભૂત શબ્દ અવિશેષણ હોવાથી. તેથી આ પ્રમાણે પ્રરૂપણા કરતા તે શ્રમણો અથવા બ્રાહ્મણો ખરેખર યથાર્થ ભાષાને બોલતા નથી. કારણ કે અનુતાપિકા હોવાથી બીજી રીતે બોલવામાં આવે તો તે પ્રમાણે અનુષ્ઠાન કરનારા વડે જાણવાપૂર્વક બોધ પામનારાઓને વાસ્તવિક અનુતાપ થાય છે. તથા યથાવસ્થિત પચ્ચકખાણ આપનારા સાધુઓને અભૂતદોષાત્ ભાવનવડે અભ્યાખ્યાન આક્ષેપ કરે છે. કલંક આપે છે. જેથી સંસારી પ્રાણિઓ પરસ્પર એકબીજાની જાતિમાં જનારા-આવનારા થાય છે. આથી ત્રસો સ્થાવરપણે અને સ્થાવરો ત્રસરૂપે આવે છે. તેઓને ત્રસકાયમાં ઉત્પન્ન થયેલાઓને ત્રસકાય નામનું આ સ્થાન અઘાતને યોગ્ય થાય છે. (મારનારું થતું નથી, તીવ્ર અધ્યવસાય ઉત્પન્ન કરનારું, લોક નિંદનીય હોવાથી શ્રાવકોએ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ કર્યું હોય છે. તે નિવૃત્તિથી તે સ્થાન અધાત્ય હોય છે. (ઘાત કરવા યોગ્ય હોતું નથી) સ્થાવરકાયથી અનિવૃત્ત તે તેના યોગ્યપણાથી તે સ્થાન હણવા યોગ્ય થાય છે. તથા વર્તમાનકાલવાચી ભૂત શબ્દ ગ્રહણ કરવાથી પણ તે ફક્ત વ્યામોહ (ભ્રમમાં પાડનારો) માટે થાય છે. ભૂત શબ્દ ઉપમાન અર્થમાં પણ વપરાય છે. જેમકે આ નગર દેવલોક ભૂત છે. એટલે દેવલોક જેવું છે. પણ દેવલોક નથી. વગેરે તથા અહિં પણ ત્રસ સમાનોની જ પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી હોય છે. નહીં કે ત્રસોની. ભૂત શબ્દ તાદર્થ્યમાં પણ દેખાય - વપરાય છે. જેમકે શીતીભૂતપાણી (ઉદક) ઠંડુગાર આ પાણી છે વગેરેમાં. ત્યાં અહીં ત્રસ રૂપ જમીન છે. એના પરથી આ જમીન ત્રસપણાને પામી છે. એ અર્થ થાય છે. તે પ્રમાણે હોવાથી ત્રસ શબ્દ વડે જ ગતાર્થ હોવાથી પુનરુકતતા થાય છે. છતાં પણ ભૂત શબ્દના ગ્રહણમાં ઘટભૂત ઘટભૂત એટલે ઘટરૂપ છે. ઘટરૂપ છે વગેરે પ્રયોગનો પ્રસંગ થાય છે.
પ્રશ્ન :- આ પ્રમાણે તમે કેટલા પ્રાણિઓને કહો છો ? શું ત્રસો જ છે? જે પ્રાણીઓ છે. તે ત્રસો છે. બીજા છે ?
જવાબ :- જે જીવોને તમે ત્રસરૂપે હમણાં પ્રગટ થયા છે. તેઓને ભૂતકાળમાં તથા ભવિષ્યકાળમાં પણ ત્રસ પ્રાણિ તરીકે કહો છો. તેઓને જ અમે ત્રસો તરીકે કહીએ છીએ. ફક્ત તમે ત્રસ ભૂતો તરીકે કહો છો. અહિં ફક્ત શબ્દ ભેદ જ છે. પણ અર્થ ભેદ કશો નથી. આમ હોતે છતે તમારો આમાં વ્યામોહ શાનો હોય ? એક પક્ષના અભિનંદન અને બીજા પક્ષનો તિરસ્કાર કરવામાં બન્ને પક્ષમાં સમાન થઈ જાય છે. ફક્ત સવિશેષણ પક્ષમાં ભૂત શબ્દનો સ્વીકાર મોહ મુંઝવણ જ ઊભી કરે છે. સાધુની અથવા બીજાઓની વધમાં અનુમતિ નથી. સ્થાવર પર્યાયને પ્રાપ્ત થયેલાને મારતા વ્રતભંગ થાય છે. ભારે કર્મીઓને પ્રવ્રયા કરવા માટે અસમર્થોને તેના વગર ધર્મ કરવાની ઇચ્છાવાળાઓને ધર્મોપદેશ આપવામાં સમર્થ સાધુની પાસે પહેલા ગૃહસ્થ યોગ્ય દેશવિરતિ સ્વરૂપ અનિંઘ શ્રાવક ધર્મને અમે પાળીશું. તે પછી અનુક્રમે સાધુ ધર્મને પાળીશું આ પ્રમાણે અધ્યવસાયને