________________
४३०
सूत्रार्थमुक्तावलिः
.
जनितेन संयोगेन तच्छुक्रशोणिते अवलम्ब्य जीवास्तैजसकार्मणाभ्यां शरीराभ्यां कर्मरज्जुसन्दानितास्तत्रोत्पद्यन्ते तत्र जीवा उभयोरपि स्नेहमाहार्य स्वकर्मविपाकेन यथास्वं स्त्रीपुंनपुंसकभावेनोत्पद्यन्ते, तदुत्तरकालं स्त्रियाऽऽहारितस्याहारस्य स्नेहमाददति तत्स्नेहेन च क्रमोपचयात्, कललबुद्बुदादिरूपेण निष्पद्यन्ते तदेवमनेन क्रमेण तदेकदेशेन वा मातुराहारमोजसा मिश्रेण वा लोमभिर्वाऽऽनुपूर्व्येणाहारयन्ति, क्रमेण वृद्धिमुपेता गर्भनिष्पत्तिमनुप्रपन्नास्ततो मातुः कायात् पृथग्भवन्तस्तद्योनेर्निर्गच्छन्ति, ततस्ते पूर्वाभ्यासादाहाराभिलाषिणो मातुः स्तन्यमाहारयन्ति क्रमेण प्रवृद्धा नवनीतदध्योदनादि भुञ्जते तथाऽऽहारत्वेनोपानतान् त्रसान् स्थावरांश्च प्राणिन आहारयन्ति, एवं तिर्यग्योनिका अपि किञ्चिद्वशेषेण भाव्याः ||६८ ||
(હવે) ગર્ભમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનો આહાર કહે છે.
સૂત્રાર્થ :- (સ્ત્રી-પુરૂષ) બન્નેમાંથી એકનો અને ઘી વિ. (નવનીતનો) આહાર મનુષ્યોને હોય છે. ટીકાર્થ :- શુક્રની અધિકતાવાળા પુરુષ હોય છે. અને સ્ત્રીઓ લોહીની અધિકતાવાળા હોય છે. શુક્ર અને લોહીની સમતાવાળા સરખાપણાવાળા મનુષ્યો (જીવો) નપુંસકપણુ સ્વીકારે છે. પામે છે. તે બંન્ને પણ અવિશ્વસ્ત એટલે ખંડિત ન હોય. સ્ત્રીઓની કુક્ષી ડાબી તરફ હોય છે. પુરુષોનું દક્ષિણ એટલે જમણી બાજુ હોય છે. ખંડ એટલે નપુંસકોનું મિશ્ર એટલે ડાબી જમણી બાજુ હોય છે. યોનિમાં બીજ અવિશ્વસ્ત હોય તો જ ગર્ભની ઉત્પત્તિની શક્યતા રહે. જ્યારે સ્ત્રી ૫૫ (પંચાવન) વર્ષની અને પુરુષ સિત્યોત્તેર (૭૭) નો થાય ત્યારે વિશ્વસ્ત (ખંડિત) વીર્ય અને લોહી થાય છે. તથા બાર મુહૂર્ત સુધી શુક્ર અને લોહી અવિશ્વસ્ત રહે છે. ત્યાર બાદ બંન્ને નષ્ટ બીજવાળા થાય છે. વેદોદયથી પૂર્વકર્મના ઉદય થવાથી યોનિમાં રમવાની ઇચ્છા ઉત્પન્ન થવાથી સંયોગ કરવાથી તે શુક્ર લોહીના અવલંબન લઇ જીવો તૈજસ કાર્પણ શરીર વડે કર્મરૂપી રજુ દોરડીરૂપ સાણસી વડે બન્ને પ્રકારના જીવો તેમાં ઉત્પન્ન થાય છે. ત્યાં આગળ બન્ને પ્રકારના જીવો સ્નેહનો આહાર કરી પોતાના કર્મના વિપાકના ઉદયથી યથાયોગ્ય સ્ત્રી પુરુષ નપુંશકરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાર પછીના સમયે સ્ત્રી વડે ખવાયેલા આહારનો સ્નેહ ગ્રહણ કરે છે. તે સ્નેહ (તેલ) વડે અનુક્રમે ગર્ભનું પોષણ થવાથી પહેલા કલલ, બુદબુદ્ રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ગર્ભ ક્રમસર એક દેશથી અથવા માતાના આહારના તે જ ઓજસના મિશ્ર કે લોમ વડે આનુપૂર્વી ક્રમથી આહાર કરતા ક્રમસર વૃદ્ધિ પામી ગર્ભની નિષ્પતિ (ત્તી) થાય છે. ત્યાર પછી માતાની કાયાથી જુદા પડવા માટે તેની યોનિથી બહાર નીકળે છે. બહાર નીકળ્યા પછી તે પૂર્વના અભ્યાસના કારણે આહારનો અભિલાષી થયેલો માતાના સ્તનને ધાવે છે. અને આહાર કરે છે. અનુક્રમે વધતા ઘી, દહીં, ભાત વગેરે ખાય છે. તથા આહારરૂપે આવેલા ત્રસો, સ્થાવરો પ્રાણિઓનો આહાર કરે છે. આ પ્રમાણે તિર્યંચયોનિવાળા જીવોપણ કંઇક વિશેષરૂપે વિચારવા. ૬૮॥