________________
४३४
सूत्रार्थमुक्तावलिः
कर्माण एव नरकादुद्धृत्य प्रतनुवेदनेषु तिर्यक्षुत्पद्यन्ते, देवा अपि प्रायशः तत्कर्मशेषतया शुभस्थानेषूत्पद्यन्ते, तदेवमप्रत्याख्यानिनः कर्मसम्भवाच्चातुर्गतिकं संसारमवगम्योत्पन्नवैराग्य: समतया सर्वान् प्राणिनो भावयन् धर्ममवगम्य सर्वाश्रवद्वारेभ्यः संवृतः संयमं सम्यक् पालयेत् ॥७०॥
શું સંજ્ઞીત્વ અને અસંજ્ઞીત્વ ભવ્યત્વ, અભવ્યત્વની જેમ નિયત છે કે અનિયત રૂપે છે? તથા સંજ્ઞીઓ અસંશીરૂપે અથવા અસંશીઓ સંજ્ઞીરૂપે થાય છે કે નહીં એ શંકામાં કહે છે.
સૂત્રાર્થ :- સંજ્ઞીપણું તથા અસંજ્ઞીપણું નિયત નથી તેવા પ્રકારના કર્મ પરિણામથી એક જ ભવમાં બંને દેખાતા હોવાથી.
ટીકાર્થ -પુરુષ-પુરુષ જ થાય અને પશુ-પશુ જ થાય એવો વેદાંતિઓનો મત છે. તે પ્રમાણે સંજ્ઞીત્વ અસંજ્ઞીત્વ નિયત નથી. ભવ્યત્વ કે અભવ્યત્વની જેમ આ બંનેનો વ્યવસ્થા નિયમ નથી. એ બંને કર્માધીન છે તેવા પ્રકારના કર્મપરિણામથી સંજ્ઞીઓ અસંજ્ઞી થાય છે, અસંજ્ઞીઓ સંજ્ઞી થાય છે. એક યોનિ વાળા હોવા છતાં પણ જીવો પર્યાતિની અપેક્ષાએ જયાં સુધી મન પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી અસંજ્ઞી કહેવાય છે. કારણથી અપર્યાપ્તો અપર્યાપ્તો હોય છે. પાછળથી સંજ્ઞી થાય છે. બીજા જન્મની અપેક્ષાએ એકેન્દ્રિય વગેરે પણ અસંશી હોય છે. પાછળથી “મનુષ્ય વગેરે પણ થાય છે. વેદાંતિનો મત તો પ્રત્યક્ષથી જ વ્યભિચારી છે. સંજ્ઞી પણ કોઇક મૂછ વગેરે અવસ્થામાં અસંજ્ઞીપણાનો સ્વીકાર કરે છે. તે મૂછ દૂર કરવાથી ફરી સંજ્ઞીપણાનો સ્વીકાર કરે (દેખાય) છે જે જાગતો ઉંઘ આવવાથી સૂઈ જાય અને સૂતેલો જાગે છે. એ પ્રમાણે જેમ ઉંઘવુ અને જાગવું એ બંને એક બીજાની પાછળ લાગેલા જ હોય છે. તેમ સંજ્ઞીપણું અને અસંજ્ઞીપણું કર્મને પરતંત્ર હોવાથી એકબીજાના અનુયાયીપણું અવિરૂદ્ધ છે. એ પ્રમાણે કર્મ ન છોડેલા હોવાથી અસંજ્ઞીકાયમાંથી સંજ્ઞીકાયમાં પરિવર્તન પામે છે. તથા સંજ્ઞીકાયમાંથી અસંજ્ઞીકાયમાં સંક્રમે છે. તથા સંજ્ઞીમાંથી સંજ્ઞીકાય અને અસંજ્ઞીકાયથી અસંજ્ઞીમાં સંક્રમે છે. જેમ બાકી રહેલા કર્મવાળા નારકો નરકમાંથી ઉદ્ધાર પામી અલ્પવેદનાવાળા તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. દેવો પણ પ્રાયઃ કરી તેમના બચેલા કર્મો પ્રમાણે શુભસ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રમાણે અપ્રત્યાખ્યાનીઓ પચ્ચકખાણ વગરનાઓ કર્મ હોવાથી ચારે ગતિરૂપ સંસારને જાણી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા સર્વ પ્રાણિઓને સમભાવે ભાવતા વિચારતા ધર્મને જાણી બધાય આશ્રવ દ્વારોને સંવૃત કરી એટલે બંધ કરી સંયમને સારી રીતે પાલે. II૭Oા.
परित्यक्तानाचारस्यैव प्रत्याख्यानमस्खलितं भवतीत्यनाचारस्वरूपं दर्शयति मौनीन्द्रप्रवचनमाचारस्तदपरोऽनाचारः ॥७१॥