________________
४३८
सूत्रार्थमुक्तावलिः एवमाहारविषयाचारानाचारौ वक्तव्यौ, तथा हि-आधाकर्मोपभोगेनावश्यं कर्मबन्धो भवतीत्येवं नो वदेत्, श्रुतोपदेशेन शुद्धमिति कृत्वाऽऽधाकर्मापि भुञ्जानस्य कर्मोपलेपाभावात्, न कर्मबन्धो भवतीत्यपि नो वदेत्, श्रुतोपदेशमन्तरेणाहारगृद्ध्या भुञ्जानस्य तन्निमित्तकर्मबन्धसद्भावात्, किन्त्वाधाकर्मोपभोगेन स्यात्कर्मबन्धः स्यान्न, अन्यथाऽनाचार इति । एवं तैजसकार्मणे शरीरे औदारिकवैक्रियाहारकेभ्योऽव्यतिरिक्ते एव ताभ्यां सह तेषां युगपदनुपलब्धेरिति न वदेत्, एवमेकान्तेनाभेदे संज्ञाभेद: कार्यभेदश्च न स्यात्, तस्माद्भेद एवेति न वदेत्, किन्त्वेकोपलब्धः स्यादभेदः, संज्ञादिभेदात्स्याद्भेद इति वक्तव्यम्, अन्यथाऽनाचार इति । तथा सर्वत्र सर्वस्य शक्तिरस्त्येव सत एव कारणात् कार्यकारणयोरभेदाच्चेति न वक्तव्यम्, सर्वथा कारणे कार्यस्य सत्त्व उत्पत्त्यसम्भवात्, निष्पन्नघटस्येव, मृत्पिण्डावस्थायामेव घटसम्बन्धिक्रियागुणव्यपदेशप्रसङ्गाच्च, न चानभिव्यक्ततयाऽस्तीति वक्तव्यम्, . सर्वथा वर्तमानत्वासम्भवात्, कार्यकारणयोः सर्वथैकत्वे चेदं कारणमिदं कार्यमित्यादिव्यवहाराभावप्रसङ्गः, नाप्येकान्तेन कार्य कारणेऽसदुत्पद्यत इति वक्तव्यम्, घटादेरिव मृत्पिण्डाच्छ शशृङ्गादेरप्युत्पत्तिप्रसङ्गात् । तस्मात्सर्वपदार्थानां सत्त्वादिभिर्धर्मैः कथंचिदेकत्वम्, प्रतिनियतार्थकार्यतया यदेवार्थक्रियाकारि तदेव परमार्थतः सदिति कृत्वा कथञ्चिद्भेद इति सामान्यविशेषात्मकं वस्त्वित्याचारः, अन्यथाऽनाचारः ।।७३।।
ચારિત્રચારને આશ્રયી કહે છે.
સૂત્રાર્થ :- અધ્યવસાયના કારણે કર્મબંધ થાય છે. પણ વધ કરવાયોગ્ય જીવની સદેશતા કે વિસદૃશતાના કારણે નહીં.
ટીકાર્ય :- એકેન્દ્રિય વગેરે નાના શરીરવાળાઓને અને હાથી વગેરે મોટા શરીરવાળાને મારવાથી સરખો કર્મબંધ કે વૈર થાય, કારણકે બધા જીવોના આત્મપ્રદેશો સરખા છે. એ પ્રમાણે એકાંતે બોલવું નહીં. પ્રદેશની તુલ્યતામાં પણ ઇન્દ્રિય, વિજ્ઞાન, કાયા એની વિસશિપણાથી તેને મારવામાં કર્મ અથવા વૈરમાં સમાનતા હોય છે. એમ એકાંતે ન બોલવું જ્યારે કર્મબંધ વગેરે વધ્યની અપેક્ષાએ થાય ત્યારે કર્મબંધ અથવા વેર તેવા પ્રકારના થાય છે. નહીં કે તેના કારણે જ બંધ થાય. પરંતુ અધ્યવસાયના કારણે પણ થાય છે. તથા તીવ્ર અધ્યવસાયવાલાઓને નાના શરીરવાળા જીવને મારવા મોટું વેર અને કર્મબંધ થાય છે. અકામ એટલે ઇચ્છા વગરનાને મોટા શરીરવાળાને મારવા છતાં પણ અલ્પ કર્મબંધ થાય છે. આમ હોવાથી તેવા પ્રકારનું બોલવું અનાચાર છે. જીવની સામ્યતાથી કર્મબંધના સરખાપણાનો અસંભવ છે. જીવના મરવા વડે હિંસા નથી. કારણ જીવ શાશ્વત હોવાથી તેનો મરવાનો સંભવ નથી. પરંતુ ઇંદ્રિય વગેરેનો નાશ થાય છે. પણ ભાવના સાપેક્ષતાથી જ કર્મબંધ સ્વીકારવો યોગ્ય છે. આગમની સાપેક્ષતાપૂર્વક વૈદને