________________
सूत्रकृतांग
મલેચ્છ દેશમાં જઇ ધર્મદેશના ન કરવાથી. આર્ય દેશમાં પણ ક્યારેક જ કરવાથી રાગ-દ્વેષ ભય યુક્ત છે. એમ શંકા થાય છે. તો એમાં કહે છે ભગવાન્ વિચારણાપૂર્વક જ કરનારા હોય છે. આથી ભગવાન ઇચ્છા વગરના હોય છે એમ નથી. જે વિચારણા વગર કરનારા હોય છે. તે અનિષ્ટને પણ પોતાના અને બીજાના માટે નિરર્થક કાંઈ પણ કરે છે. સર્વજ્ઞ-સર્વદર્શી બીજાના હિતમાં રત થયેલા ભગવાન પોતાના અને બીજાના આત્માને નિરૂપકારક શા માટે કરે.? કેમકે ભગવાન બાળકની જેમ વિચાર્યા વગર કરનારા હોતા નથી. બીજાના આગ્રહથી નહીં તેમજ ગૌરવ - અભિમાનથી પણ ધર્મદેશના વગેરે કરતા નથી. પરંતુ જો કોઇક ભવ્ય જીવના ઉપકાર માટે તે કહેતા હોય છે, તેથી પ્રવૃત્તિ થાય છે. એમનેએમ વિના પ્રયોજન નહીં. તથા રાજા વગેરેના અભિયોગના કારણે એ ધર્મદેશના વગેરેમાં ક્યારે પણ પ્રવર્તતા નથી તો પછી ક્યાંથી
તેમને ડર – ભયના કારણે પ્રવૃત્તિ હોઈ શકે ? તથા આ વીતરાગ ધર્મકથાને શા માટે કરે છે. એમ શંકા ન કરવી. કેમકે તીર્થંકર નામકર્મને ખપાવવા માટે તથા સર્વ હેય છોડવા યોગ્ય ધર્મ જેમનાથી દૂર છે. તેવા આર્યોના ઉપકાર માટે અને તે ઉપકાર કરવા માટે દેશના કરે છે. તેમાં પણ વિનેય એટલે શિષ્યોની પાસે જઇને કે નહિ જઇને જે પ્રમાણે ભવ્ય જીવોનો ઉપકાર થાય તે પ્રમાણે ધર્મદેશના કરે છે. નહિ કે રાગ-દ્વેષપૂર્વક. અનાર્યો તો સમ્યગ્દર્શની નથી. આ ભગવાન છે. એટલું માત્ર પણ જ્ઞાનનો અભાવ અને દીર્ધ દર્શનનો અભાવ હોવાથી જાણતા નથી. તે શક યવન વગેરે અનાર્યો વર્તમાન સુખને જ સ્વીકારી પ્રવર્તે છે. પણ પરલોકના સુખને લક્ષ્ય લઇ પ્રવર્ત્તતા નથી. આથી સદ્ધર્મથી પરામુખ થયેલા હોવાથી તેઓમાં (હૃદયમાં) ભગવાન જતાં નથી (પ્રવેશતા નથી.) નહી કે દ્વેષાદિ બુદ્ધિથી. સમસ્ત વાચાલ જૈનેતરો ભગવાનના મોઢાને પણ જોવા માટે સમર્થ બનતા નથી, વાદ કરવાનું તો બાજુ પર રહો - દૂર જ રહો. આ પ્રમાણે જ્યાં આગળ સ્વપરનો ઉપકાર દેખાતો હોય ત્યાં આગળ જ ધર્મ દેશના કરે છે. પણ વેપારીની જેમ લાભની અપેક્ષાએ તેમની ધર્મદેશના હોતી નથી. એમ કહેવું, કારણ કે દૃષ્ટાંતોની પ્રાપ્તિ હોવાથી, શું તે દૃષ્ટાંતો દેશથી હોય છે કે સર્વ સાધર્મપૂર્વક હોય છે ? પહેલા વિકલ્પ મુજબ નહીં કેમકે ક્ષતિનો અભાવ હોવાથી વિણકની જેમ પુષ્ટિની વિચારણાવડે પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે. બીજો વિકલ્પ પણ નથી. કેમકે સમસ્ત જ્ઞાનના જાણકાર છે. બધાનું રક્ષણ કરવાના સ્વભાવવાળા સર્વથા બધા સાવઘ ક્રિયાઓથી રહિત છે. વેપારીઓ આવા પ્રકારના હોતા નથી. કારણ કે તેઓ ચૌદ પ્રકારના, જીવ સમૂહનો નાશ કરનારી ક્રિયા કરનારા હોવાથી, ધનની ઇચ્છાથી અહીં-તહીં ભટકતા હોવાથી, શાતાગારવ વગેરેમાં મૂર્છિત થયેલા હોવાથી, લાભ માટે પ્રવૃત્ત હોવા છતાં પણ તેની સિદ્ધિની પ્રાપ્તિ ન થવાથી, જો સિદ્ધિ-લાભની પ્રાપ્તિ થાય તો પણ થોડા વખતમાં જ વિનાશ થતો હોવાથી નિર્વિવેકી વણિજોનું સર્વ સાધર્માંતાને સાદિઅનંત લાભવાળા ભગવાન સાથી શી રીતે સંગત થાય ? એમ આર્દ્રકુમારે ગોશાળાને પરાસ્ત કર્યો. II૭૯॥
४४९