________________
सूत्रकृतांग
परिभोगेन कर्मबन्ध एव केवलं न संसारोच्छेद इत्यस्मदीयं दर्शनम्, एवं व्यवस्थिते काऽत्र परनिन्दा, को वाऽऽत्मोत्कर्ष:, प्रावादुका अपि स्वदर्शनप्रतिष्ठाशयाः परदर्शनं गर्हमाणाः स्वदर्शनगुणानाचक्षते, परस्परं व्याहतं चानुष्ठानमनुतिष्ठन्ति वयन्तु युक्तिविकलत्वादेकान्तदृष्टि निरस्य यथावस्थिततत्त्वस्वरूपं प्रतिपादयामो न कञ्चिद्दर्हामः केवलं स्वपरस्वरूपाविर्भावनं कुर्मः, न हि वस्तुस्वरूपाविर्भावने परापवादः । एवञ्च त्याज्यधर्मदूरवर्त्तिभिः सर्वज्ञैः पूर्वापराव्याहतत्वेन यथावस्थितजीवादिपदार्थस्वरूपनिरूपणेन च प्रतिपादितः सम्यग्दर्शनादिक एवानुत्तरो मोक्षमार्ग:, यथार्थप्ररूपणाद्रागद्वेषरहितस्य न च काचिद्गर्हा, अन्यथा शीतमुदकमुष्णोऽग्निः विषं मारणमित्येवमादि किञ्चिद्वस्तुस्वरूपं केनाप्याविर्भावनीयं न स्यादिति ॥७८॥
४४७
ફરી પણ આ શંકાને ઉત્પન્ન કરી દોષો બતાવે છે.
સૂત્રાર્થ :- પરનિંદા આત્મોકર્ષ એટલે પોતાની વડાઇનો (મોટાઇ) પ્રસંગ આવે છે. એ વાત બરાબર નથી. કેમકે વસ્તુ સ્વરૂપ ખુલ્લી કરવાથી તેનો સંભવ નથી.
ટીકાર્થ :- જે આગળ કહ્યા પ્રમાણે બોલતાં બધાયે વાચાળોની તમે નિંદા કરો છો. અને પોતાનો ઉત્કર્ષ મોટાઈ પ્રગટ કરો છો. આ પ્રમાણે તમને પરનિંદા સ્વવડાઈ કરવાનો પ્રસંગ આવશે. આ પ્રમાણે બીજાને જવાબ આપવા માટે આ સમર્થ એવો ગોશાળો અન્યદર્શનીઓની મદદ વડે કહેલી વાતનો નિષેધ કરે છે. બધા વાચાલો પોતાના દર્શનને યથાવસ્થિત પ્રગટ કરે છે. તે પ્રમાણતાથી અમે પણ અમારું દર્શન પ્રગટ કરીએ છીએ. અપ્રાસુક એટલે દોષિત ચિત્ત બીજ પાણી વગેરેને વાપરવાથી ફક્ત કર્મબંધ જ છે. સંસારનો નાશ નથી. આ પ્રમાણે અમારા દર્શનનો મત છે. આ પ્રમાણે હકીકત હોવાથી અહીં એમાં કઇ ૫૨ નિંદા છે કે કઇ સ્વ વડાઈ છે, વાચાલ એવા પરદર્શનીઓ પણ પોતાના દર્શનને સ્થાપવાના આશયથી બીજા દર્શનોની નિંદા કરતા હોય છે. અને પોતાના દર્શનના ગુણો કહેતા હોય છે. અને એકબીજાને પરસ્પર બાધક અનુષ્ઠાનો ક્રિયાઓ કરતા હોય છે. અમે તો યુક્તિરહિત હોવાથી એકાંત દૃષ્ટિનું ખંડન કરી યથાવસ્થિત સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ. નહિં કે નિંદા. ફક્ત સ્વપરના સ્વરૂપને ખુલ્લું કરીએ છીએ. વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવામાં બીજાની નિંદા નથી. આ પ્રમાણે છોડવા યોગ્ય ધર્મોથી દૂર રહેનારા સર્વજ્ઞો વડે પૂર્વાપર અબાધકપણે યથાવસ્થિત જીવાદિ પદાર્થોનું સ્વરૂપનું પ્રતિપાદન કરવા વડે બતાવેલ સમ્યગ્દર્શનાદિરૂપ જ અનુત્તર મોક્ષમાર્ગ કહ્યો છે. યથાર્થ પ્રરૂપણા કરવાથી રાગદ્વેષ વગરનાઓની કોઇપણ નિંદા નથી. નહિં તો પછી પાણી ઠંડુ હોય છે. અગ્નિ ગરમ, વિષ-ઝેર મારનાર વગેરે કોઇપણ વસ્તુના સ્વરૂપને કોઇપણ વડે પ્રગટ કરી શકાય નહીં. II૭૮।।
समाधानान्तरमाह
प्रेक्षापूर्वकारित्वेनानिच्छाकारित्वाभावात् ॥७९॥