Book Title: Sutrarth Muktavali Part 01
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 451
________________ ४४५ सूत्रकृतांग ટીકાર્થ:- પૂર્વાવસ્થા અને ઉત્તરાવસ્થામાં અસંગતતા નથી તથા પહેલા જે મૌન વ્રત એકાકીચર્ચા કરી હતી તે વખતે છબી અવસ્થા હતી. અને ચાર ઘાતકર્મના ક્ષય માટે કરી હતી. વર્તમાનમાં જે ધર્મદેશનાનું વિધાન કરે છે. તે ભવોપગ્રાહી ભવસંબંધી ચાર અઘાતકર્મના ખપાવવા માટે તૈયાર થયેલા અને વિશેષથી તીર્થંકર નામકર્મને ભોગવવા માટે અને બીજા શતાવેદનીય, ઉચ્ચગોત્ર, શુભાયુ, શુભનામ વગેરે શુભપ્રકૃતિઓના ભોગવવા માટે અથવા પૂર્વ એટલે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળમાં રાગ દ્વેષ રહિતપણે હોવાથી એકત્વ ભાવનાને ઓળંગી નહીં હોવાથી એકત્વપણાને અનુપચરિત એટલે વાસ્તવિકપણે સ્વીકારેલ, સમસ્ત લોકના હિત માટે ધર્મને કહેતા અનુસંધાન કરે - મોક્ષ તરફ જોડાણ કરે છે. કેવલજ્ઞાન રૂપ પ્રકાશ વડે જ યથાવસ્થિત લોકને જાણી, પ્રાણિઓને હિતકારી બાર પ્રકારના તપોનિષ્ઠ તપેલ શરીરવાળા, લાભ-પૂજા વગેરેથી નિરપેક્ષતાપૂર્વક પ્રાણિઓના હિત માટે ધર્મને કહેતા હોવા છતાં પણ છદ્મસ્થઅવસ્થામાં જેમ વાણી સંયત જ ઉત્પન્ન થયેલ દિવ્યજ્ઞાનપણાથી ભાષાના ગુણદોષના વિવેકની જાણકારી પૂર્વક બોલવા વડે જ ગુણની પ્રાપ્તિ થાય છે. જયાં સુધી દિવ્યજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મૌનવ્રતિપણું હોય છે. હજારો દેવો મનુષ્યો તિર્જયોની વચ્ચે પણ વ્યવસ્થિત રહેલા એ અનેકાન્તને જ સાધે છે. સિદ્ધ કરે છે. કાદવના આધારે રહેલા કમલની જેમ દોષના સંસર્ગથી રહિત, મમતાનો વિરહ, આશંસા દોષથી વિકળ હોવાથી એકાકિ હોય, પરિવાર સાથેની અવસ્થા હોય એમાં કોઈ વિશેષતા નથી. પ્રત્યક્ષ જ પ્રાપ્તિ થતી હોવાથી એમ કહેવું બાહ્ય વિશેષતા નથી. પ્રત્યક્ષ જ પ્રાપ્તિ થતી હોવાથી એમ કહેવું બાહ્ય વિશેષ પરિદૃશ્યમાનપણું હોવા છતાં પણ પ્રધાનતા આંતરકષાયજયપણાથી બંન્ને અવસ્થામાં કોઈ વિશેષતા રહેતી નથી. તથા તેઓ અષ્ટપ્રાતિહાર્યયુક્ત હોવા છતાં પણ એનું કોઈ અભિમાન હોતું નથી. શરીરની પણ કોઈ સંસ્કાર કરતા નથી. કલંક રહિત ભગવાનને જગદુદ્ધારની પ્રવૃત્તિમાં પ્રવૃત થયેલા, એકાંતે પરહિતમાં પ્રવૃત થયેલા, પોતાના કાર્ય પ્રતિ નિરપેક્ષ થયેલા, એમને ધર્મ કહેવા છતાં પણ લેશમાત્ર પણ દોષનો અભાવ હોય છે. છદ્મસ્થને મોટે ભાગે મૌન વ્રત જ કલ્યાણકારી છે. અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલ હોય એમને બોલવું પણ ગુણના માટે થાય છે. ll૭૬ll पुनर्गोशालाशङ्कामसूद्यार्द्रकेण निराकृतमाचष्टे एकान्तचारिणस्तपस्विनस्तर्हि शीतोदकादिपरिभोगो न दोषायेति चेन्न, तथात्वे तस्याश्रमणत्वप्रसङ्गात् ॥७७॥ एकान्तेति, यदि परार्थं प्रवृत्तस्याशोकादिप्रातिहार्यपरिग्रहः शिष्यादिपरिकरो धर्मदेशना च न दोषाय तस्मदीये धर्मे प्रवृत्तस्यारामोद्यानादावेकाकिविहारोद्यतस्य तपस्विनः शीतोदकबीजपत्रफलाद्युपभोगो न दोषाय भवेत्, ईषत्कर्मबन्धेऽपि धर्माधारशरीरप्रतिपालनार्थत्वादिति यदुच्यते भवता तदपि न चारु, अप्रासुकोदकपरिभोगादीनां श्रमणायोग्यत्वात्,

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470