________________
सूत्रकृतांग
४३९
સાચી ઉપચાર ક્રિયા કરતા કોઇક રોગીનું મરણ થાય તો પણ વૈરાનુબંધ થતો નથી. ભાવ દોષનો અભાવ હોવાથી બીજાને બુદ્ધિથી દોરીને હણવા છતાં ભાવ દોષથી કર્મબંધ થાય છે. તેવી રીતે વધ્યવર્ધક ભાવની અપેક્ષાએ ક્યારેક સરખાપણું હોય તો ક્યારેક વિષમપણું - અસરખાપણું પણ હોય એ આચાર છે. નહીં તો અનાચાર છે. આ પ્રમાણે આહાર - વિષયક આચાર - અનાચાર કહેવો તે આ પ્રમાણે આધાકર્મનો ઉપભોગ કરવાથી અવશ્ય કર્મબંધ થાય છે. એ પ્રમાણે બોલવું નહીં. શ્રુતોપદેશ વડે શુદ્ધ છે એમ માની આધાકર્મીપણ ખાવાવાળાને તે નિમિત્તે કર્મલેપ થતો ન હોવાથી કર્મબંધ થતો નથી એમ ન બોલવું. શ્રુતોપદેશ વગર આહારની આસક્તિપૂર્વક ખાનારને તેના નિમિત્તે કર્મબંધનો સદ્ભાવ હોય છે. પરંતુ આધાકર્મનો ઉપયોગ કરવાથી કર્મબંધ થાય છે. અને નથી પણ થતો. બીજી રીતે માનીએ તો અનાચાર થાય છે. આ પ્રમાણે તૈજસ-કાર્મણ શરીરો તથા ઔદારિક, વૈક્રિય-આહારક શરીરથી દાન હોવા છતાં પણ તે બંને સાથે તેઓની એક સાથે પ્રાપ્તિ થતી હોવાથી એમ ન કહેવું. આ પ્રમાણે એકાંતે અભેદમાં સંજ્ઞાભેદ અને કાર્યભેદ થાય નહીં માટે ભેદ જ છે. એમ ન કહેવું. પરંતુ એકની ઉપલબ્ધિથી ભેદ થાય છે. અને સંજ્ઞા વગેરેના ભેદથી ભેદ થાય છે. એમ કહેવું. નહીં તો અનાચાર થાય છે. તથા બધી જ જગ્યાએ બધાને શક્તિ હોય જ છે. સત જ કારણ હોવાથી કાર્યકારણનો એ ભેદભાવ હોવાથી એમ ન કહેવું. સર્વથા કારણમાં કાર્યના સત્ત્વની ઉત્પત્તિનો એ સંભવ છે. બની ગયેલા, તૈયાર થયેલા ઘટની જેમ. માટીના પિંડની અવસ્થામાં જ ઘટસંબંધી ક્રિયા, ગુણનો વ્યપદેશ કરવાનો પ્રસંગ આવતો હોવાથી અપ્રગટપણાથી છે. એમ ન કહેવું, સર્વથા વર્તમાનપણાનો અસંભવ છે. કાર્ય કારણનો સર્વથા એકત્વ ભાવ હોય તો આ કારણ છે. આ કાર્ય છે. વગેરે વ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવશે. એકાંતે કાર્યકારણમાં અસત્ રૂપે ઉત્પન્ન થાય છે. એમ પણ ન કહેવું. કારણ કે ઘડા વગેરેની જેમ માટીના પિંડમાંથી સસલાના શીંગડાની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. માટે બધા પદાર્થોના સત્ત્વ વગેરે ધર્મોવડે કથંચિત્ એકત્વ છે. પ્રતિનિયતાર્થ કાર્યપણાથી જે અર્થ ક્રિયાકારી હોય તે જ ૫૨માર્થથી એટલે વાસ્તવિકપણે સત્ છે. આ પ્રમાણે હોવાથી કથંચિત્ ભેદ છે. આ પ્રમાણે સામાન્ય વિશેષાત્મક વસ્તુ એ આચાર છે. બીજું બધું અનાચાર છે. II૭૩॥
किम्बहुना सर्वत्र स्याद्वाद आचार इतरत्रानाचार इत्याह
लोकजीवधर्माधर्मबन्धमोक्षपुण्यपापाश्रवसंवरनिर्जरादयो ऽनेकान्ता आचारः ॥७४॥ लोकेति, चतुर्दशरज्ज्वात्मको धर्माधर्माकाशादिपञ्चास्तिकायात्मको वा लोंको नास्ति, अवयवद्वारेणावयविद्वारेण वा वस्तुनः प्रतिभासमानत्वासम्भवात्, अप्रतिभासमानस्याभ्युपगन्तुमशक्यत्वात्, अवयवो ह्यतिसूक्ष्मः परमाण्वात्मकश्छद्मस्थविज्ञानेन न द्रष्टुं शक्यः, अवयवी च विचार्यमाणो नैव सद्भावमलङ्करोति, अतो न किमपि वस्त्वात्मलाभं लभत इति तद्विशेषो लोकोऽलोकश्च कथं भवेदिति न वाच्यः, सर्वं यदि नास्ति तर्हि न कोऽपि प्रतिषेध