________________
४२८
सूत्रार्थमुक्तावलिः वृक्षाः, वनस्पतियोनिकेष्वेवापरे वनस्पतयस्तथाविधकर्मोदयादुत्पद्यन्ते, एवं वृक्षावयवेष्वपि परे वनस्पतिरूपा भवन्ति तेषामाहारः स्वयोनिभूतं वनस्पतिशरीरं पृथिव्यप्तेजोवाय्वादीनां शरीरञ्च, एवमन्यवनस्पत्यादावपि द्रष्टव्यम् ॥६६॥
હવે કર્મ ખપાવવા માટે તૈયાર થયેલા સાધુએ બાર ક્રિયા સ્થાનો છોડવા વડે ત્યક્રિયા સ્થાનોને સેવનારાએ હંમેશા આહાર ગુપ્તવાળા થવા જોઇએ. એટલે નિર્દોષ ગોચરી પાણીવાળા થવા જોઇએ ધર્મના આધાર રૂ૫ શરીર છે. તેના આધાર રૂપ આહાર છે. આથી તે આહાર ઔદેશિકાદિ દોષરહિત જ ગ્રહણ કરવો જોઈએ. આથી તે આહાર પ્રાયઃકરી દરરોજ લેવો જોઇએ. માટે શુદ્ધ-અશુદ્ધ ભેદે તેની પ્રરૂપણા કરે છે.
સૂત્રાર્થ :- ચાર પ્રકારના વનસ્પતિકાયો છે. તે પૃથ્વી વગેરે આહાર કરનારી છે.
ટીકાર્થઃ- (૧) અઝબીજ (૨) મૂલબીજ (૩) પર્વબીજ (૪) સ્કંધબીજ રૂપ ઉત્પત્તિના ભેદથી વનસ્પતિ ચાર પ્રકારની છે. શાલી એટલે ડાંગર વગેરેના બીજ આગળ વિશિષ્ટ ઉત્પન્ન થાય એટલે તે અઝબીજ કહેવાય. અથવા જેમની ઉત્પત્તિમાં આગળના ભાગ કારણતા રૂપે હોય તેઓ અઝબીજ કહેવાય જેમ કોરંટના ફૂલો વગેરે. આદુ સૂંઠ વગેરે મૂલ બીજરૂપે હોય તે મૂળબીજ કહેવાય. શેરડી વગેરે પર્વબીજ છે. શલ્લકી એક જાતનું ઘાસ વગેરે સ્કંધ બીજો છે. એમના પોતપોતાના બીજો જ ઉત્પત્તિના કારણો છે. તેવા પ્રકારના કર્મના ઉદયના વશથી જ ઉત્પન્ન થવાની ઇચ્છાવાળા જીવો વનસ્પતિમાં ઉત્પન્ન થતા હોવા છતાં પણ પૃથ્વી યોનીવાળી થાય છે. આધાર વગર ઉત્પત્તિનો અભાવ હોય છે. તેઓ પૃથ્વીકાયની સ્થિતિવાળા ત્યાં જ ઉર્ધ્વ - ઉપરની તરફ વધવાના સ્વભાવવાળા થાય છે. તેઓ તેવા પ્રકારના કર્મવશથી વનસ્પતિ વગેરેમાં આવી તેમાં જ વારંવાર ઉત્પન્ન થાય છે. સચિત્ત-અચિત્ત-મિશ્ર વગેરે ઘણા પ્રકારની ભૂમિઓમાં વૃક્ષરૂપે તૈયાર થાય છે. તે વનસ્પતિઓમાં ઉત્પન્ન થયેલી પૃથ્વીનો સ્નેહ એટલે તેલને ગ્રહણ કરે છે. તે જ તેઓનો આહાર છે. આ પ્રમાણે અપકાય, તેઉકાય, વાઉકાય (વાયુકાય) વનસ્પતિકાયની પણ વિચારણા કરવી. વિવિધ પ્રકારના ત્રસ જીવોના શરીરો પણ પોતાની કાયોના આલંબન લઈ આહાર કરે છે. આ પ્રમાણે આહાર કરી પોતાની કાયરૂપે પરિણાવી સ્વરૂપપણે લઈ જઈ તે શરીરને તર્પપણે સ્વીકારે છે. આ પ્રમાણે પૃથ્વીયોનીવાળા વૃક્ષો વનસ્પતિયોનિકમાં જ, બીજી વનસ્પતિઓ તેવા પ્રકારના કર્મોદયના કારણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઝાડના અવયવોમાં પણ બીજા વનસ્પતિ રૂપે થાય છે. તેઓનો આહાર પણ પોતાની યોનિરૂપ વનસ્પતિ શરીરને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરે શરીરો થાય છે. એ પ્રમાણે બીજી વનસ્પતિ વગેરેમાં પણ વિચારવું. l૬૬ll.
अमुमेव न्यायमन्यत्राप्यतिदिशतिएवं पृथिवीकायादयोऽपि स्वाधाराणां शरीरम् ॥६७॥