________________
४१२
सूत्रार्थमुक्तावलिः मोचनाय समर्थः, सर्वे हि संसारिणः स्वस्वकृतकर्मोदयापादितदुःखादिगन्तः, न ह्यन्यस्य दुःखमन्यः कोऽपि प्रतिग्रहीतुं समर्थः, अन्यथा पुत्रादेर्दुःखेनासह्येनात्यन्तपीडिताः स्वजनास्तहुःखमात्मनि कुर्युः, तथा च सत्यकृतागमकृतनाशौ युक्त्यसङ्गतौ प्रसज्येयाताम्, अतो यद्येन कृतं तत्सर्वं स एवानुभवति, ततश्च सर्वोऽप्यसुमानेकको जायते क्षीणे चायुष्येकक एव म्रियते, तस्मादन्ये खल्वमी मत्तो ज्ञातय इत्वराश्च, एभ्यश्चान्योऽहमस्मि, किमेषु मम मूर्च्छयेति च । तदेवं क्षेत्रस्वजनादावुत्पन्नवैराग्यो यस्तान् त्यक्ष्यामीत्येवमध्यवसायं करोति स एव विदितवेद्यो भवति ॥५८॥
જે કામ ભોગોમાં અનાસક્ત હોય છે. તે સંસાર પારગામી થાય છે. તેવા પ્રકારના જીવો બતાવે છે.
સૂત્રાર્થઃ- ખેતર સ્વજનો વગેરે રક્ષણ માટે નથી થતા માટે તેના ત્યાગ કરવાના અધ્યવસાયવાળો જાણીને જ્ઞાની થાય.
ટીકાર્થ:- જેમણે દીક્ષા લીધી છે કે લેવાની ઇચ્છાવાળા છે. તે આવા પ્રકારના જાણવા, જેમકે આ જગતમાં ખેતર, મકાન, સોનું, ધન, ધાન્ય વગેરે બહાર દેખાતી જે વસ્તુઓ છે. તે મારા ઉપભોગ માટે થશે. હું પણ એમના યોગક્ષેમ માટે થઇશ. એમ વિચારી તેમાં આસક્ત થાય છે. ત્યાર બાદ ક્યારેક સતત દુઃખ ઉત્પન્ન કરનારી અનિષ્ટ માથું દુ:ખવા વગેરે દુ:ખ અથવા આયુષ્યના નાશરૂપ શૂલ વગેરે જો તેને ઉત્પન્ન થાય. ત્યારે તે કામભોગો ! જો તમને પાળ્યા છે. સારી રીતે ગ્રહણ કર્યા છે. તેથી તમે પણ આ દુઃખ અથવા રોગ ભાગે પડતા લો. હું પણ આનાથી ખૂબજ કંટાળી ગયો છું. દુઃખી થઈ ગયો છું. આથી તમે મને છોડાવો. આ પ્રમાણે ઘણી પ્રાર્થના કરવા છતાં પણ તે ખેતર વગેરે તેના રક્ષણ માટે કે શરણ માટે થતા નથી. તથા સારા લાલનપાલન કરાયેલા સ્વજનો પણ રાજા વડે ઉપદ્રવ કરનારાઓ વડે હરણ કરતા જરાપણ વિચારતા નથી કે ‘આટલો વખત સુધી અમને લાલનપાલન કર્યા છે તેથી ખેદ પામેલાઓએ આ ખેતર વગેરે અને તેમનાથી હું કંટાળી ગયો છું. આ પ્રમાણે હોવાથી આનાથી કે બીજાથી શું ? પર સ્વરૂપવાળા, વિનશ્વર પદાર્થો માટે મૂછ શા માટે ? એ પ્રમાણે માતા-પિતા, બહેન વગેરે સારી રીતે લાલનપાલન કરાયેલા છતાં પણ દુઃખથી છોડાવનારા થતા નથી. હું પણ તેમને દુઃખથી છોડાવવા માટે સમર્થ નથી. નહીં તો પુત્ર વગેરેનું દુઃખ સહન નહીં કરી શકનારાઓ ખૂબ જ પીડાતા સ્વજનો તે દુ:ખને પોતાનું કરી લે. આ પ્રમાણે થવાથી અકૃતાગમ અને કૃતનાશ નામનો યુક્તિ અસંગત પ્રસજયેતા પ્રાપ્ત થાય છે. આથી જે કર્મ જેને કર્યું હોય તે તે બધું તેને જ અનુભવવું ભોગવવું પડે છે. તેથી બધા જીવો એકલા ઉત્પન્ન થાય. અને આયુષ્યનો ક્ષય થાય. એકલો જ મરે છે. તેથી બીજા ખરેખર મારા જ્ઞાતીના છે. આ બીજા છે. એમનાથી હું જુદો છું. આ બધાથી