________________
सूत्रकृतांग
४२३
(૪) સંધિ છેદક - જીવનનો અભિલાષી કોઇક વિરૂપ કર્મ એટલે ખોટા કાર્ય વડે સંધિ છેદક ભાવ સ્વીકારીને પ્રાણીને મારવા વગેરેનું કાર્ય કરે તે કર્મ સંધિ છેદક કર્મ કહેવાય.
(૫) ગ્રંથિ છેદક :- ગ્રંથિઈદકની જેમ જીવોને મારવા વગેરેનું કાર્ય કરે તે ગ્રંથિ છેદક,
(૬) ઔરબ્રિક :- બીજો કોઇ અધર્મકર્મની વૃત્તિવાળો, (આજીવિકાવાળો) બકરા વગેરેના બચ્ચાઓને તેનામાંસ વગેરેથી પોતે ખાઈશ એવા ભાવને પામેલો બકરો અથવા ત્રસ પ્રાણીને પોતાના માંસની પુષ્ટિ માટે હણવું વગેરે કરે તે કર્મો ઔરબ્રિક કહેવાય.
(૭) સૌકરીક :- જે પણ સૌકરિક ચુપચ ચંડાળ વગેરે ભુંડ, સુવર વગેરેને પોતાને અને બીજાને ખાવા માટે હણવું મારવું વગેરે કરે તે સૌકરિકકર્મ કહેવાય.
(૮) વાગરિક - કોઈક તુચ્છ જીવ શિકારી પશુ સ્વીકારી લુબ્ધપણાથી જાળ-પાશ વગેરે દ્વારા હરણ વગેરેને પોતાના સ્વજન વગેરે માટે મારે મારી નાખે) તે વાગરિકકર્મ કહેવાય.
(૯) શાકુનિક - અધર્મોપાય વડે જીવનારો કોઇ પક્ષી વગેરે માંસના માટે તે પક્ષી વગેરેને, પારેવું વગેરે કર્મ કરે તે શાકુનિકકર્મ કહેવાય.
(૧૦) માસ્મિક - અધમાઅધમ કોઈક સાત્ત્વિકભાવને પામેલો મત્સ્યને અથવા જલચર જીવોને હણવું વગેરે કામ કરે તે માસ્મિકકર્મ.
(૧૧) ગોધાનક - ગાયને ઘાત કરવાનો ભાવ પ્રાપ્ત કરી કોઈ પણ ગુસ્સે થયેલો છતો ગાયને મારવી વગેરે તે ગોધાનકકર્મ કહેવાય.
(૧૨) અથવા જે ગાયના પાલક ગોપાલક ભાવને સ્વીકારી બીજી ગાયોને ગુસ્સે થયેલો હણે તે ગોપાલકકર્મ કહેવાય.
(૧૩) શૌનિક - કોઇ નીચ કર્મ કરનારો કૂતરાના શિકારનો ભાવ પામી તેજ કૂતરાને અથવા કૂતરાવડે હરણ વિ. ત્રસ જીવોને મરાવે તે કર્મ શૌવનિકકર્મ કહેવાય.
(૧૪) શૌવનિકાન્તિકા (સારમેયાન્તિક) :- કોઈક દુષ્ટ દુર કૂતરાનો પરિગ્રહ સ્વીકારી મનુષ્ય અથવા કોઇક મુસાફર મહેમાન કે બીજા કોઈને અથવા હરણ, ભુંડ વગેરે ત્રસ જીવોને હણવું વગેરે કરે તે કર્મ શૌવનિકાન્તિક કહેવાય છે.
આ બધા કુર કર્મો વડે આત્માને હિંસામાં પ્રવર્તાવતો અધર્મનો પક્ષપાતી થઈ અનંત સંસારમાં દુઃસહો ફલેશો દુઃખોને અનુભવે છે. એ પ્રમાણે આ બધા અનાર્ય હોવાથી અધર્મ સ્થાનો છે. //૬ર/
अथ द्वितीयं धर्मोपादानभूतं पक्षमाहअनारम्भिणो यतय उग्रविहारिण एकचर्याश्च धर्मिणः ॥६३॥