________________
सूत्रार्थमुक्तावलिः
सौकरिकम् । कश्चित्क्षुद्रसत्त्वो लुब्धकत्वं प्रतिपद्य वागुरया हरिणादिकं स्वजनाद्यर्थं व्यापादय तत्कर्म वागुरिकम् । अधमोपायजीवी कश्चिच्छकुन्यादिमांसाद्यर्थं तस्य हननादिक्रियामारचयति तत्कर्म शाकुनिकम् । अधमाऽधमः कश्चिन्मात्स्यिकभावमापन्नो मत्स्यमन्यं वा जलचरं हन्यात्तत्कर्म मात्स्यिकम् । गोघातकभावमासादितः कोऽपि कुपितः सन् गोहननादि करोति कर्मेदं गोघातकम् । यो गोपालकभावं प्रपन्नोऽन्यां गां कुपितो हन्यात्तत्कर्म गोपालकम् । कश्चिज्जधन्यकर्मकारी सारमेयपापर्द्धिभावमवाप्य तमेव श्वानं तेन वा मृगादित्रसं व्यापादयेत्तत्कर्म शौवनिकम् । कश्चिच्च दुष्टसारमेयपरिग्रहं प्रतिपद्य मनुष्यं वा कञ्चन पथिकमभ्यागतमन्यं वा मृगसूकरादित्रसं हननादि विरचयेत्तदिदं कर्म शौवनिकान्तिकमिति । एभिः क्रूरकर्मभिरात्मानं वर्त्तयन्नधर्मपक्षपात्यनन्तसंसारं दुःसहान् क्लेशाननुभवतीत्यनार्यमिदमधर्मસ્થાનમ્ IIદ્દા
४२२
બીજા ચૌદ અસત્ અનુષ્ઠાનોના પ્રકારો છે.
સૂત્રાર્થ :- (૧) અનુગામુક (૨) ઉપચ૨ક (૩) પ્રાતિ પથિક (૪) સંધિચ્છેદક (૫) ગ્રન્થિ છેદક (૬) ઔરબ્રિક (૭) સૌકરીક (૮) વાગુરિક (૯) શાકુનિક (૧૦) માત્મિક (૧૧) ગોધાનક (૧૨) ગોપાલક (૧૩) શૌવનિક (૧૪) શૌવનિકાન્તિકા વગેરે પાપસ્થાનકો છે. એટલે પાપ બાંધવાના ધંધા છે.
ટીકાર્થ :- ભોગાભિલાષી, સંસાર સ્વભાવને અનુસરનાર, વર્તમાનનો જ વિચાર કરનારા, એટલે સગાવ્હાલા, ઘર, કુટુંબ વગેરે માટે ચૌદ પ્રકારના અસત્ અનુષ્ઠાનો એટલે પાપકારી પ્રવૃત્તિ કરનારા જેમકે
સ્વજન
-
(૧) અનુગામુક ઃ- કોઇક બીજા ધનવાનનું અનુયાયીપણું સ્વીકારી તેને ઘણા ઉપાયો વડે વિશ્વાસમાં લઇ ભોગની ઇચ્છાવાળો, મોહ વડે આંધળો, વિવક્ષિત વ્યક્તિને ઠગવા માટે અવસરને જોતો અવસ૨ને પામીને તે હણનારો, છેદનારો, મારનારો થઇ બધું અપહરણ કરી બધી પ્રકારની ભોગક્રિયાને કરે છે. તેનું આ કર્મ આનુગામુક કહેવાય છે.
(૨) ઉ૫ચરક :- જે કોઇ અપકાર કરવાની બુદ્ધિથી, ખાલી થયેલાની જેમ ઉપચ૨ક ભાવ એટલે નોક૨પણાને સ્વીકારી પછી તેનો વિનયોપચાર વડે વિશ્વાસ ઉત્પન્ન કરી ખૂબ સેવા કરી દ્રવ્ય એટલે પૈસા વગેરે લેવા માટે તેણે હણવું, છેદવું, મારી નાંખવું વિ. કરે. તેનું આ અનુષ્ઠાન ઉપચારિક છે.
(૩) પ્રાતિપથિક :- બીજો કોઇક કોઇનું સન્મુખપણું સ્વીકારી બીજા પૈસા વાળાના માર્ગમાં રહી. તે પૈસાવાળાને વિશ્વાસ પમાડી હણવું વગેરે કરે છે. તેનું આ કર્મ (કામ) પ્રાતિપથિક કહેવાય.