________________
सूत्रकृतांग
४१३
મારે મમત્વ રાખવાથી શું ? આ પ્રમાણે ખેતર સ્વજનો વગેરેમાં ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળો તેઓનો ત્યાગ કરૂં છું એમ અધ્યવસાય પરિણામ કરે છે. તેજ વિદિતવેદ્ય થાય છે. II૫૮॥
अनन्तरकर्त्तव्यमाह—
स निष्किञ्चनो भिक्षुरारम्भनिवृत्तो निराशंसः सत्यंयमी ॥५९॥
इति, यो विदितवेद्यः प्रतिक्षणं म्रियमाणे शरीरेऽपि ममतारहितः संसारासारतां विज्ञाय परित्यक्तसमस्तगृहप्रपञ्चस्संयमी कामभोगार्थिनो गृहस्थशाक्यब्राह्मणादय:, स्वत एव तदुपादानान् सचित्तानचित्तांश्चार्थान् परिगृह्णन्ति, अन्येन च परिग्राहयन्ति परिगृह्णन्तं समनुजानते, परिग्रहिण एते पापान्युपाददते त्रसस्थावरोपमर्दकं व्यापारं स्वतः कुर्वन्ति परेण कारयन्ति कुर्वन्तञ्च समनुजानन्ति तस्मादेते सावद्यानुष्ठानेभ्योऽनुपरताः परिग्रहारम्भाच्च संयमानुष्ठानेनानुपस्थिताः, येऽपि कथञ्चिद्धर्मकरणायोत्थितास्तेऽप्युद्दिष्टभोजित्वात्सावद्यानुष्ठानपरत्वाच्च गार्हस्थ्र्र्थ्यं नातिवर्त्तन्त इत्येवं परिज्ञाय सम्यङ् निष्किञ्चन आरम्भनिवृत्तश्च परिहृतरागद्वेषोऽनवद्यस्याहारस्य देहदीर्घसंयमयात्रार्थमेवाभ्यवहर्त्ता भिक्षुर्ममानेन विकृष्टतपसा जन्मान्तरे कामभोगावाप्तिर्भविष्यतीत्येवमाद्याशंसारहितोऽनुकूलप्रतिकूलोपसर्गाणां समभावेन सहिष्णुस्सत्संयमी भवति, सर्वपापेभ्यो विरतत्वात् ॥५९॥
વિદિતવેદ્ય થયા પછી તેનું જે કર્તવ્ય છે. તે કહે છે.
:
સૂત્રાર્થ તે વિદિતવેઘ થયા પછી નિષ્કિંચન એટલે નિષ્પરિગ્રહી ભિક્ષુક આરંભ સમારંભથી નિવૃત્ત, નિરાશંસી, સત્સંયમી હોય છે.
ટીકાર્થ :- જે વિદિતવેદ્ય છે તે હરેક ક્ષણે મરાતા શરીરમાં પણ મમતારહિત સંસારની અસારતા જાણી છોડી દીધો છે. સંપૂર્ણ ઘરનો પ્રપંચ કારભાર તે સંયમી છે. કામભોગનો અર્થી, ગૃહસ્થ શાક્ય-બૌદ્ધ, બ્રાહ્મણ વગેરેની તે જ તેના ઉપાદાનથી સચિત્ત અચિત્ત પદાર્થોને ગ્રહણ કરે છે. બીજા પાસે ગ્રહણ કરાવે છે. ગ્રહણ કરતા બીજાને સારો સમજે છે, પરિગ્રહીઓ આ પાપો ગ્રહણ કરે છે. ત્રસ સ્થાવર જીવોનો નાશ કરવાનો વ્યાપાર પોતે જ કરે છે. બીજા પાસે કરાવે છે. અને કરતા હોય તેને સારો માને છે. તેથી આ બધા પાપકારી ક્રિયાથી નહિ અટકેલા પરિગ્રહ અને આરંભવાળા સંયમ અનુષ્ઠાનમાં ઉપસ્થિત નહિ રહેનારા એટલે સંયમ ક્રિયા નહીં કરનારા જેઓ પણ કંઇક ધર્મ કરવા માટે તૈયાર થયા હોય તે પણ ઉદ્દિષ્ટ ભોજિજ એટલે (સાધુ) પોતાના માટે કરેલું વાપરનારા હોવાથી સાવઘાનુષ્ઠાનમાં રક્ત હોય છે. તેથી ગૃહસ્થપણાને ઓળંગતા નથી. આ પ્રમાણે તેઓને સારી રીતે જાણી સારી રીતે અપરિગ્રહી, આરંભ નિવૃત્ત, રાગ દ્વેષ છોડેલો, અનવદ્ય એટલે પાપરહિત આહારને દેહ અને સંયમની યાત્રા માટે જ વાપરનારો ભિક્ષુ,