________________
सूत्रकृतांग
४१९
(૬) મૃષાવાદ દંડ :- કોઇ પોતાના પક્ષના રાગથી આગ્રહથી પોતાના કે પારકાના માટે સદ્ભૂતાર્થ નિહ્નવ એટલે વાસ્તવિક હકીકત છુપાવવી. જેમકે પોતે ચોર હોવા છતાં પણ કહે કે ‘હું ચોર નથી’ અથવા મારા કોઇ વ્યક્તિ ચોર નથી. તથા અસદ્ભૂતોદ્ ભાવન એટલે ન હોય તેને તે રૂપે કહેવો. જેમકે કોઇ વ્યક્તિ ચોર નથી. પણ તેને ચોર તરીકે કહેવો. આ પ્રમાણે મૃષાવાદ બોલતો, બીજાને કહેતાં, જે જૂઠ્ઠું બોલે તેને સારો માનતો તેને મૃષાવાદપ્રત્યયિક ક્રિયાનું કર્મ પ્રાપ્ત કરે..
(૭) સ્તેયદંડ :- જે કોઇ પોતાના કે બીજાના માટે નહીં આપેલ એવું બીજાનું દ્રવ્યને ગ્રહણ કરે, કરાવે, તથા કરનારને સારો માને તેને સ્તનપ્રત્યયિક કર્મનો સંબંધ થાય.
(૮) આધ્યાત્મિક દંડ :- જે કોઇ ચિત્તા ઉત્પ્રેક્ષામાં પ્રધાન બીજા વડે દુઃખને અનુભવતો પણ દુચિત્ત વડે શોકસાગરમાં પેસેલો (પ્રવેશેલો) દરરોજ હથેળીમાં મોઢું રાખી આર્ત્તધ્યાન યુક્ત, દૂર થયો છે સત્ વિવેક એવો કારણ વગર જ, દ્વન્દ્વ (બંને બાજુથી) હણાયેલાની જેમ વિચારતો ક્રોધ, માન, માયા, લોભ યુક્ત હોવાથી તે આધ્યાત્મિક પ્રત્યયિક કર્મનો ભાગી થાય છે.
(૯) માન દંડ :- જે જાતિ વગેરે ગુણયુક્ત પણ જાતિ, કુલ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય, પ્રજ્ઞા મદના થતા આઠ મદસ્થાનોમાંથી કોઇપણ મદથી મત્ત બનેલો બીજાને જાતિ કુલ વગેરેથી હલકો (નીચો) માનતો અને નિંદતો અને પોતાની મોટાઇ કરતો તે અહીં પણ નિંદનીય થાય છે. બીજા સ્થાને પણ એક ગર્ભમાંથી બીજાગર્ભમાં, ગર્ભથી અગર્ભમાં, અગર્ભથી ગર્ભમાં, અગર્ભથી ગર્ભમાં એમ તીવ્રતર નરકોમાં જાય છે. આવા પ્રકારના માનપ્રત્યયિક કર્મને બાંધે છે.
(૧૦) મિત્ર દોષ દંડ :- જે માલિક જેવો થઇ માતા, પિતા, મિત્ર વગેરેની સાથે રહેતા તેઓમાંથી કોઇથી પણ ભૂલ (અનાભોગ) થી કંઇક વચનથી કે કાયાથી કંઇક અપરાધ થઇ ગયો હોય તો મહાક્રોધથી ધમધમતો તેમને અતિભારી દંડ આપે છે. જેમકે શિયાળામાં અતિ ઠંડા પાણીમાં તેને નાખે છે. ઉનાળામાં અતિગરમપાણીમાં નાખે છે. નેતરની સોટી વડે મારવાથી ચામડી ઉખડી જાય એવો મારે, સારી રીતે તપાવેલા સળીયા વડે ડામ આપે, આ પ્રમાણે થોડા અપરાધ કરે છે. તે મહાદંડ આપનારો અહીં અને બીજી જગ્યાએ અહિત મિત્રદોષ પ્રત્યયિક કર્મ પ્રાપ્ત કરે છે.
(૧૧) માયાદંડ :- જે ગૂઢ આચારવાળો, માયાવી સ્વભાવવાળો બીજાઓને જુદાજુદા ઉપાયો વડે વિશ્વાસ ઉત્પન્ન કરી પાછળથી ગળુ કાપવા જેવું કે ગાંઠ છેદવા વગેરેની જેમ અપકારક કરે છે. તથા નાનો હોવા છતાં પણ પોતાને મોટો માને. આર્યદેશમાં ઉત્પન્ન થયેલો હોવા છતાં પોતાની જાતને છુપાવવા માટે કે બીજાને બીવડાવવા માટે (ડરાવવા) માટે અનાર્ય ભાષાનો પ્રયોગ કરે, બીજાને ભ્રમમાં પાડવા માટે બીજા જાણે નહિ તેવી રીત વગેરે વડે જાતે પોતે કલ્પના કરવા વડે બોલે, પોતે સાધુ ન હોવા છતાં પોતાને સાધુ માને. પૂછ્યું હોય બીજું અને જવાબ બીજો