________________
सूत्रकृतांग
४०३
ન
તપ વડે (તપવાવડે) શ્રાન્ત થયા છે. (થાક્યા છે) બધી જગ્યાએ વાસીચંદનકલ્પ એટલે કોઇ છીણી લઇ શરીરને છોલી નાખે કે ચંદનનું વિલેપન કરે બન્ને પ્રત્યે સમભાવ રાખે. તે જ ભિક્ષુ છે કે જેનો ભિક્ષા માંગવાનો સ્વભાવ હોય છે. આઠ કર્મના ભેદનારા હોવાથી ભિક્ષુ છે. તે જ નિગ્રંથ છે કે જેઓને બાહ્ય અત્યંતર ગ્રન્થિનો અભાવ હોવાથી. જે પૂર્વોક્ત અર્થવૃત્તિ એટલે ઇચ્છા, પ્રેમ એટલે રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન એટલે આક્ષેપ, પૈશુન્ય એટલે ઇર્ષ્યા, ૫૨પરિવાદ એટલે નિંદા, રતિઅરતિ એટલે હર્ષશોક, માયામૃષાવાદ, મિથ્યાદર્શનશલ્ય આ બધાથી વિરત થયેલો હોય, સમિત હોય હંમેશા જ્ઞાનાદિથી યુક્ત હોય, સત્સંયમાનુષ્ઠાન પરાયણ હોય કોઇએ આક્રોશ કરવા છતાં પણ ક્રોધ ન કરે. ઉત્કૃષ્ટ તપ યુક્ત હોવા છતાં માન ન કરે તે સાધુને માહન કહેવા. પૂર્વમાં કહેલ ગુણો વડે વિશિષ્ટ સાધુ શરીર વગેરે પર ક્યારેક (કંઇક) અપ્રતિબદ્ધ આકાંક્ષા એટલે ઇચ્છા વગરનો, સારી રીતે પ્રાણાતિપાત વગેરેનો વિજ્ઞાન પૂર્વક પરિત્યાગ કરનારો, ક્રોધ વગેરેથી વિધુર એટલે રહિત, જેથી આલોક પરલોકના અનર્થના કારણ રૂપ આત્માના અપાયો કષ્ટોને જુએ. જેથી આગળ આત્મહિતને ઇચ્છતો વિરત થયેલો દાન્ત શુદ્ધ, નિષ્પતિકર્મ એટલે ટાપટીપ વગરનો શ૨ી૨ને વોસિરાવનારો (કાયાનો ત્યાગી) તેને શ્રમણ કહેવો, પહેલા આગળ કહેલ ગુણ સમુદ્રથી પરિપૂર્ણ, નિરભિમાની, હંમેશાગુરૂ વગેરે પ્રતિ વિનયવાળો, વૈયાવચ્ચ કરવામાં તત્પર, દાન્ત શુદ્ધ, નિપ્રતિકર્મ શરીરવાળો, બાવીશ (૨૨) પરીષહો તથા દેવતાઈ વગેરે ઉપસર્ગોને સારી રીતે સહન કરનારો ધર્મધ્યાન વડે અવદાત ચારિત્રવાળો, સંસારની અસારતાથી કર્મભૂમિની દુર્બલતા, બોધિદુર્લભતાનો જાણકાર સંપૂર્ણ સંસાર સાગર ઉતરવા માટેની સામગ્રીથી યુક્ત, પરદત્ત એટલે બીજાને આપેલું ખાવાવાળો ભિક્ષુ કહેવાય છે. પૂર્વમાં વર્ણવેલા ગુણોથી અલંકૃત, એકલાને જ પરલોકમાં જવાનું હોવાથી હંમેશા ભાવથી એકલો એકાંતે મૌનિન્દ્ર શાસન એજ તથ્ય બીજું નહિ. એ પ્રમાણે સારી રીતે દૃઢતાપૂર્વક સંસારના સ્વભાવને જાણવાપૂર્વક કર્માશ્રવના દ્વારને છેદી નાખ્યા છે. શત્રુ મિત્ર વગેરે ૫૨ સમભાવવાલો, ઉપયોગ લક્ષણો જીવના અસંખ્ય પ્રદેશાત્મક સંકોચ વિકાસને કરનારો પોતાના કરેલ કર્મને ભોગવનારો, પ્રત્યેક સાધારણ શરીર રૂપે રહેલા જીવને, દ્રવ્યપર્યાય રૂપે નિત્યા નિત્ય અનંત ધર્માત્મક અજીવ વગેરેનો સારી રીતે તત્ત્વવેદી, સારી રીતે છોડી દીધા છે દ્રવ્ય ભાવ પ્રવાહોને, પૂજા વગેરેથી નિરપેક્ષપણે, નિર્જરા માટે જ, તપ ચરણ ક્રિયા કરનારા, શાન્ત, દાન્ત, નિષ્પતિકર્મ શરીરવાળાને નિગ્રંથ કહેવો. આ બધાયે બ્રાહ્મણ વગેરે શબ્દો ભિન્ન વ્યંજનવાળા હોવા છતાં પણ કથંચિદ્ એકાર્થવાળા છે. ૫૨॥
अथ पूर्वोक्तार्थानेव दृढीकर्तुं सोपपत्तिकं परसमयं निरस्यति
नास्ति देहभिन्नो जीवः कोशादसिवत् पृथगनुपलब्धेरित्येके ॥५३॥
नास्तीति, न विद्यते शरीराद्भिन्न आत्मा, यदि भवेत्तर्हि यथा कोशात् खड्गं समाकृष्य खड्गोऽयं कोशोऽयमिति प्रदर्श्यते तथा भेदवादिमिरयं जीव इदं शरीरमित्युपदर्खेत, न