________________
सूत्रकृतांग
४०९
પુરુષને જ ફેલાઈને, ધરીને રહ્યા હોય છે. જેમકે સંસારની અંદર રહેલા, કર્માધીન શરીરધારી જીવોને જે ગુમડા વગેરે થાય છે. તે શરીરના અવયવરૂપ થાય છે. આથી શરીરની વૃદ્ધિમાં તેની પણ વૃદ્ધિ થાય છે. કેમકે શરીરને વ્યાપીને રહેલા હોય છે. પણ શરીરથી અલગ રહેલા નથી. તે શરીર વગેરે ઉતરી જાય ત્યારે તે શરીરને આશ્રયીને રહેલા હોય છે. તેનાથી બહાર હોતા નથી. એ પ્રમાણે આ ચેતન અચેતન બધા ધર્મો પણ ઇશ્વર કક છે. (કરેલા છે) પણ ઇશ્વરથી જુદા કરી શકાય એમ નથી. તેના વિકારો દૂર થાય ત્યારે આત્માને જ આશ્રયીને રહે છે. પણ તેનાથી બહાર જતા નથી કહ્યું છેકે, “પુરુષ હવેટું સર્વ ભૂતં વિમાવ્યમતિ” પુરુષ જ આ બધું છે. જે ભૂતકાળમાં હતું કે ભવિષ્યમાં હશે તથા એક જ ભૂતાત્મા ભૂત-ભૂતે અલગ રહેલો હોય છે. એકજ આત્મા અનેક રૂપે દેખાય છે. જેમ એક જ ચંદ્રમા પાણીમાં અનેક રૂપે દેખાય છે તેમ.
તથા એ લોકો બોલે છે કે દ્વાદશાંગી મિથ્યા છે. કેમકે ઇશ્વર નહિ એવી વ્યક્તિએ બનાવી હોવાથી, જેને પોતાની ઇચ્છા પ્રમાણે બનાવતા શેરીમાં રહેતા પુરુષોના વાક્યની જેમ. આ વાક્યમાં તથ્ય (સાર) નથી. માટે તેનું ખંડન કરવામા આવે છે. બધું જો ઈશ્વરે બનાવ્યું છે. એમ સ્વીકારવામાં આવે તો શું આ ઇશ્વર ક્રિયાઓમાં જાતે જ પ્રવર્તે છે કે બીજાની પ્રેરણાથી પ્રવર્તે છે. પહેલા વિકલ્પમાં બીજાઓમાં પણ જાતે જ પ્રવર્તતા હોય છે ઈશ્વરની પ્રેરણાથી. બીજા વિકલ્પમાં તો અનવસ્થા થાય છે. ઇશ્વર બીજાથી પ્રેરાય છે. તે વળી બીજા અન્યથી પ્રેરાય છે. એમ અનવસ્થા થાય. શું આ ઇશ્વર મહાપુરુષ રૂપે વીતરાગતા યુક્ત થઈને અનેક જીવોને નરક યોગ્ય કાર્યોમાં પ્રવર્તાવે છે. અને બીજાઓને સ્વર્ગ કે મોક્ષના યોગ્ય કાર્યોમાં શા માટે પ્રવર્તાવે છે. તેઓ પૂર્વમાં શુભ અશુભ આચરેલ કર્મના ઉદયથી તેવા પ્રકારની ક્રિયાઓમાં પ્રવર્તતા નથી. ઇશ્વર તો નિમિત્ત માત્ર છે. એ પ્રમાણે કહેવું પૂર્વની પહેલાની અશુભ પ્રવૃત્તિથી પણ થાય છે. તે તો આધિન હોવાથી તેમાં પણ પૂર્વના અશુભ આચરણના પછીના કારણપણું હોવાથી તેથી જ શુભ અશુભ સ્થાન પ્રાપ્તિનો સંભવ છે. તો પછી ઇશ્વરની કલ્પના કરવા વડે શું હોય.
સંસ્થાન વિશેષવાળાપણામાં હેતુ પણ અસિદ્ધ અવિનાભાવક એ પ્રમાણે અનેક વખત જણાવ્યું છે. એમ “સમ્મતિ સોપાન' માં જણાવ્યું છે. જગતુ ઇશ્વર કર્તૃત્વમાં તેના એકરૂપપણા વડે જગતની વિચિત્રતાની અસિદ્ધિ થાય છે. આત્મા દ્વૈત પક્ષતો અત્યંત યુક્તિથી અસંગત જ છે. આત્મા એક જ હોવાથી આજ પ્રમાણ. આજ પ્રમેય છે. આજ પ્રતિપાદ્ય, આજ પ્રતિપાદક. આજ હેતુ, આજ દષ્ટાંત, આજ તદાભાસ વગેરે ભેદાવગમ થાય. તેથી કેવી રીતે જગત વિચિત્રતા ઘટે છે. નિર્દેતુકપકપણામાં નિત્ય સત્ત્વ અથવા અસત્ત્વ થાય. તેથી આ પ્રમાણે ઇશ્વરકર્તૃત્વપણામાં આત્મા અદ્વૈતપણાને યુક્તિવડે વિચારતા જરાપણ બેસતું નથી. છતાં પણ એ લોકો પોતાના દર્શનના રાગથી (મોહથી) દુઃખથી નથી છૂટતા વિપરીત સ્વીકારેલ હોવાથી અસમંજસ ધર્મભાપીપણાવડે તેજ પક્ષની શ્રદ્ધા કરતા કામોપભોગમાં મૂછિત થયેલા ક્યારે પણ નિરતિશયસુખવાળા આનંદના ભાગી થતા નથી. પી.