________________
सूत्रकृतांग
४०१
નોઇન્દ્રિય એટલે મનને દમન કરવાથી દાન્ત થયેલો કર્મ વિવર લક્ષણ ન મળી શકે એવી ભાવસંધિને પ્રાપ્ત કરી કોઈની પણ સાથે વિરોધ ન કરે. પ્રશાંત મનવાળો હિત મિત પણે બોલનારો હોય, અટકાવી છે ખરાબ સમાધિવાળી સર્વ કાયાની ચેષ્ટાઓ એવો, આંખો વડે પવિત્ર કરેલ એટલે આંખો વડે જોઇને જમીન ઉપર પગ મૂકી ચાલે તે પરમાર્થથી એટલે વાસ્તવિકપણે આંખવાળો હોય છે. તે જ આંખો ભવ્ય મનુષ્યની છે. અને તે જ આંખો સત્-અસત્ પદાર્થોને પ્રગટ કરતા હોવાથી આવા પ્રકારના મહાસત્ત્વશાલી જીવો અહીં આર્યક્ષેત્રમાં સંસારનો અને સંસારના કારણરૂપ કર્મનો ક્ષય કરનારાઓ, ફક્ત તીર્થંકરો વગેરે નહીં. કિન્તુ બીજા જીવો પણ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાત્મક ધર્મને આરાધીને મનુષ્યો કર્મભૂમિ ગર્ભજ પંચેન્દ્રિય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા થઇ, સઅનુષ્ઠાનની સામગ્રીઓ પ્રાપ્ત કરી સંપૂર્ણ પ્રયોજનો સિદ્ધ થયા છે. અને બધાય દ્વન્દ્વો નાશ પામ્યા છે. એવો થાય છે. કર્મની બહુલતાના કારણે કેટલાક સમ્યક્ત્વ વગે૨ે સામગ્રીઓ હોવા છતાં પણ તે ભવમાં જ મોક્ષ પામતા નથી. પરંતુ સૌધર્મ વગેરે દેવલોકથી લઇ પાંચ અનુત્તર વિમાનસુધીમાં દેવો કરીકે ઉત્પન્ન થાય છે. મોક્ષ તો મનુષ્યભવથી જ થાય છે. આના વડેના દેવો ઉત્તરોત્તર સ્થાન પામતા સંપૂર્ણ કલેશનો નાશ કરનારા થાય છે. આ પ્રમાણે શાક્ય (બૌદ્ધ) વાદનું ખંડન કર્યું. તેથી સત્સંયમ વીર્ય અને તપોવીર્યને પામી તેના વડે પૂર્વના અનેક ભવોના મેળવેલા આઠ પ્રકારના કર્મોને ધૂણાવે છે. આશ્રવનો નિરોધ કરવા (અટકાવવા) દ્વારા નવા કર્મ ન કરે (બાંધે) કરે. જે ઉગ્રવિહારી, અપ્રમત્ત વિહારીઓ, સદ્અનુષ્ઠાનને આરાધી ઘણા (જીવો) સંસારરૂપી વનને તરી ગયા છે. બીજાઓ સર્વ કર્મના ક્ષયનો અભાવ હોવાથી દેવો થયા એ પ્રમાણે કર્મનો નાશ કરી શકનારાઓ અનેક જણા હંમેશા થયા છે. થાય છે. અને થશે. સત્સંયમાનુષ્ઠાનોથી સંસારને તરનારા તરે છે. તર્યા છે. અને તરશે.
૫૧
पूर्वोक्तार्थानुष्ठातैव साधुरित्याह
स एव ब्राह्मणः श्रमणो भिक्षुर्निर्ग्रन्थः ॥५२॥
स एवेति, य: स्वसमयपरसमयपरिज्ञानेन सम्यक्त्वगुणावस्थितो ज्ञानादिभिः कर्मविदारणहेतुभिरष्टप्रकाराणां कर्मणां विदारकोऽनुकूलप्रतिकूलोपसर्गसहनः स्त्रीपरीषहजेता नरकवेदनाभ्यः समुद्विजमानः श्रीवीरवर्धमानस्वामिवत्संयमं प्रति कृतप्रयत्नः कुशीलदोषपरिज्ञानेन सुशीलतावस्थायी पण्डितवीर्योद्यतः क्षान्त्यादिधर्मानुष्ठाता सम्पूर्णसमाधियुक्तः सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणमार्गानुगस्तीर्थिकदर्शनेषु दोषज्ञानेन तेष्व श्रद्दधानः शिष्यगुणदोषवेत्तृतय सद्गुणेषु वर्त्तमानः प्रशस्तभावग्रन्थभावितात्मा यथावदवदातचारित्रश्च स एव ब्राह्मणो नवब्रह्मचर्यगुप्तिगुप्तत्वात्, ब्रह्मचर्यधारणाद्वा स एव श्रमणः सदा तपसा श्रान्तत्वात्, सर्वत्र वासीचन्दनकल्पत्वाच्च, स एव भिक्षुर्भिक्षणशीलत्वादष्टकर्मभेदकत्वाच्च, स एव निर्ग्रन्थः,