________________
४०४
सूत्रार्थमुक्तावलिः चास्त्येवमुपदर्शयिता कश्चिदतो न कायाद्भिन्नो जीव:, किन्तु यदेवैतच्छरीरं स एव जीवो ये च शरीरस्यावस्थाविशेषास्त एव तस्यापि, यावन्तं कालं तदविकृतमास्ते जीवोऽपि न जीवति तस्मिंश्च विनष्टे जीवो विनष्ट इति कृत्वा दहनायेदं श्मशानादौ नीयते ध्मापिते च तस्मिन्नस्थीन्येव केवलमुपलभ्यन्ते न तु तदतिरिक्तः कश्चिद्विकारः समुपलभ्यते येनात्मास्तित्वशङ्का भवेत्, न वा तत्र तद्वान्धवाः शरीरान्निर्गच्छन्तं कञ्चिदात्मानं पश्यन्ति, तथा च शरीरमात्र एव जीवस्ततः परलोकिनोऽभावान्नास्ति परलोको नापि पुण्यपापे, न वा सदसदनुष्ठानभेदः, तज्जन्येष्टानिष्टफलभोक्तुरभावादिति लोकायतिका महासमारम्भिणः प्राहुः ॥५३॥
હવે પૂર્વે કહેલા અર્થોને જ દઢ કરવા માટે યુક્તિ સહિત પરધર્મ - પરદર્શનનું ખંડન કરે છે.
સૂત્રાર્થ :- શરીરથી અલગ જીવ નથી (ક્રિયા નથી), કોશમાંથી તલવારની જેમ, અલગ મળતો નથી, એમ એકમતવાળા કહે છે.
ટીકાર્ચ - શરીરથી અલગ આત્મા હોતો નથી, જો હોય તો જે માનમાંથી તલવાર ખેંચીને “આ તલવાર છે આ મ્યાન છે એમ કહી શકાય. બતાવી શકાય. તેવી રીતે ભેદવાદીઓએ આ જીવ છે. આ શરીર છે. એમ અલગ અલગ બતાવવું જોઇએ. આવો કોઇ બતાવનારો નથી. આથી શરીરથી અલગ જીવ નથી, પરંતુ જે આ શરીર છે. તે જ જીવ છે. જે આ શરીરની અવસ્થા વિશેષ છે. તે જ તેની (શરીરની) પણ અવસ્થા છે. જેટલો વખત તે અવિકૃતપણે હોય તેટલો વખત તે જીવે છે. એમ કહેવાય છે. જયારે તે વિકૃત થાય છે. અથવા પાંચ ભૂતોમાંથી એકપણ ભૂતમાં ફેરફાર થવાથી જીવ પણ જીવતો નથી, તેનો નાશ થવાથી જીવનો પણ જીવનો નાશ થયો એમ કહી બાળવા માટે સ્મશાન વગેરેમાં લઇ જાય છે. અને ત્યાં બાળ્યા પછી એના હાડકા જ ફક્ત બચે છે. તે હાડકાના સિવાય બીજું કંઈપણ વિકાર પદાર્થરૂપે મળતું નથી. જેના કારણે આત્માના અસ્તિત્વની શંકા થાય. ત્યાં આગળ તેના ભાઈઓ શરીરમાંથી નીકળતા આત્માને કોઈ જોતું નથી તેથી શરીર માત્રમાં જ રહેનારો જીવ છે. તેથી પરલોકમાં જનારા જીવનો અભાવ હોવાથી પરલોક પણ નથી, પુણ્ય પાપ પણ નથી, સત્-અસત્ અનુષ્ઠાનોના ભેદો પણ નથી. તેની ઉત્પન્ન થતા ઈષ્ટ અનિષ્ટ ફળનો ભોગવનારાનો અભાવ હોવાથી આત્મા નથી. આ પ્રમાણે નાસ્તિકો કહે છે. //પ૩ll
तदेतन्मतं निराचष्टेतन्न, भिन्नतयाऽनुभूयमानामूर्त्तगुणाधारतया तत्सिद्धेरन्यथा मरणानुपपत्तेः ॥५४॥
तन्नेति, आत्मा नेतिवादो न युक्तः, तथाहि कुतः समागतोऽहं कुत्र चेदं शरीरं परित्यज्य यास्यामि, इदं मे शरीरं पुराणं कृशं स्थूलमित्येवं शरीरात् पृथग्भावेनात्मनि सम्प्रत्यया