________________
३९६
सूत्रार्थमुक्तावलिः त्वनवरतमुधुक्तविहारितयाऽऽसेवेत, अन्येषामपि तथैव प्रतिपादयेत्, सदा यतमानोऽपि यो यस्य कर्त्तव्यस्य कालस्तं नोल्लङ्घयेत्, परस्पराबाधया च सर्वाः क्रियाः कुर्यात्, एवंगुणविशिष्टो यथाकालवादी यथाकालचारी च सर्वज्ञोक्तं सम्यग्दर्शनज्ञानचारित्राख्यं समाधिं सम्यगवगच्छति, स एव च ग्राह्यवचनो निपुणः शुद्धसूत्रः सर्वज्ञोक्तज्ञानादिप्रतिपादने योग्यश्चेति ॥४९।।
તેના બીજા ગુણો કહે છે.
સૂત્રાર્થ :- શાસ્ત્ર જાણકાર, વિભાગ કરીને બોલનારો અને ભાષાવિધિને જાણનારો સાધુ હોય છે.
ટીકાર્ય - વિનયયુક્ત ગુરૂકુળમાં રહેનારો સાધુ આચાર્ય વગેરેએ ઉપદેશેલ સમ્યગુદર્શનાદિરૂપ મોક્ષમાર્ગ હૈયામાં સારી રીતે વ્યવસ્થિત સ્થાપી તેમાં સારી રીતે રહેલો અપ્રમાદી, હેય-ઉપાદેયને સારી રીતે જાણવાથી ઉત્પન્ન થઈ છે પ્રતિભા એવા સિદ્ધાંતને સાંભળનારાઓને સિદ્ધાંત યથાવત્ પ્રતિપાદન કરનારો થાય છે. કારણ કે ગ્રહણ અને આસેવન એમ બે પ્રકારની શિક્ષા વડે શિક્ષિત થયેલો હોવાથી તથા તે જ સ્વપર શક્તિ વડે સભાને પ્રતિપાદન કરવા યોગ્ય અર્થને સારી રીતે જાણી ધર્મને પ્રતિપાદન કરવા માટે સમર્થ થાય છે. કેમકે બહુશ્રુત, પ્રતિભાવંત, અર્થવિશારદ હોવાથી પોતાની જાતે જ ધર્મમાં સારી રીતે સ્થિર રહેલો હોય છે. આ પ્રમાણે ત્રણેકાળને જાણનારો, બીજા જન્મના (જન્માંતરના) ભેગા કરેલા કર્મોનો અંત કરનારો થાય છે. અને બીજાઓના કર્મોને પણ દૂર કરવા સમર્થ થાય છે.
એ પુરુષ કોણ છે? ક્યા અર્થને ગ્રહણ કરવામાં સમર્થ થયેલો છે. હું કેવા પ્રકારના અર્થનો પ્રતિપાદન કરવા માટે શક્તિમાન છું. એ પ્રમાણે સારી રીતે પ્રશ્નોત્તરથી પરીક્ષા કરી. બીજા વડે પૂછાયેલ અર્થનો સારી રીતે જવાબ આપવાની શક્તિ હોવાથી તથા હું પણ સમસ્ત શાસ્ત્રનો જાણકાર, સમસ્ત સંશયોને દૂર કરનાર, હેતુ યુક્તિ વડે અર્થનું પ્રતિપાદન કરનારો બીજો કોઇ મારા જેવો કોઈ નથી એવું અભિમાન ન કરે. તથા બહુશ્રુતપણાનડે કે તપસ્વીપણાવડે પોતાની જાતને જાહેરાત ન કરે. શાસ્ત્રાર્થ ને શાસ્ત્ર વિરૂદ્ધ સિદ્ધાંત વડે વ્યાખ્યાન કરે નહીં. લાભ પૂજા વગેરે ઇચ્છે નહીં, પૂજા સત્કાર વગેરેને ક્યારે પણ વાતો મેળવીને પણ ઉન્માદી ન બને વ્યાખ્યાન અવસરે અથવા ધર્મકથા વખતે અનાવિલો (વ્યાકુળતા વગરનો) કષાય રહિત એવો સાધુવાગૂ દષ્ટિવાળો હોવાથી અર્થ નિર્ણય કરવા માટે શંકા વગરના ભાવવાળો ઉદ્ધતાને છોડતો, વિષમ અર્થને પ્રરૂપણ કરતો, શંકા સાથે (એ પ્રમાણે) કહે. સ્પષ્ટ શંકા વગરના ભાવના અર્થને પણ એવી રીતે ન કહે કે જેથી બીજાને શંકા થાય. પણ વિભાગ કહેવાપૂર્વક અલગ અર્થને-નિર્ણયવાદને કહે. બધી જગ્યાએ અટક્યા વગર લોકવ્યવહારપૂર્વક અવિસંવાદિપણે સર્વવ્યાપી એવા સ્યાદ્વાદને સ્વાનુભવસિદ્ધ બોલે, દ્રવ્યાર્થરૂપે નિત્યવાદ અને પર્યાયાર્થરૂપે અનિત્યવાદ કહે, સ્વદ્રવ્ય ક્ષેત્ર,