________________
३४४
सूत्रार्थमुक्तावलिः
હવે અનુકૂળ ઉપસર્ગોને આશ્રયીને કહે છે.
સૂત્રાર્થ :- દુર્લધ્યા અંતર એટલે અનુકૂળ ઉપસર્ગો વડે મોહિત થયેલો નિર્વિવેકી વિષાદ ખેદને પામે છે.
ટીકાર્થ :- ઉદીર્ણ થયેલા પ્રતિકૂળ ઉપસર્ગો પ્રાયઃ કરી જીવિત એટલે આયુષ્યને વિઘ્ન કરનારા હોવા છતાં પણ મહાસાત્ત્વિક મુનિઓ વડે મધ્યસ્થપણાનું આલંબન ધારી લઈ સહન કરવા યોગ્ય છે. (શક્ય છે.)
આ અનુકૂળ ઉપસર્ગો છે. તેઓને પણ ઉપાય વડે ધર્મથી ભ્રષ્ટ કરે છે. માટે તે દુર્લધ્ય કહેવાય છે. પ્રતિકૂળ ઉપસર્ગો મોટે ભાગે બહુલતાએ શરીરમાં વિકાર કરનારા હોવાથી બાદર કહેવાય છે. આ અનુકૂલ ઉપસર્ગો મનમાં વિકાર કરનારા હોવાથી આંતર ઉપસર્ગો કહેવાય. આવા પ્રકારના સ્ત્રી વગેરે દ્વારા કરાયેલા ઉપસર્ગોને પામી અલ્પસત્ત્વવાળો જીવ પોતાના આત્માને સંયમના અનુષ્ઠાનમાં વર્તાવવા માટે સમર્થ થતો નથી. પરંતુ સંયમને છોડનારો થાય છે. તેના જ માતાપિતા વગે૨ે દીક્ષાર્થીને દીક્ષિત થયેલો જોઈ વીંટળાઈને રડતા-૨ડતા બોલે છે ‘તું જ અમારો બાલ્યપણાથી વૃદ્ધાવસ્થા (ઘરડાપણા) સુધી પાલક થશે. આ પ્રમાણે ઘોષણા કરાયેલો કયા કારણે કયા બળ વડે અમને છોડી દે છે. અમારો તારા સિવાય બીજો કોઈપણ રક્ષક નથી. આ તારો ઘરડો પિતા, આ અપ્રાપ્ત યુવાનીવાળી તારી નાની બેન, તારા ભાઈઓ, નિરાધાર એવા અમને શા માટે છોડી દે છે ? ઘરડા માતા-પિતાના પાલન વડે તારી આલોકમાં તથા પરલોકમાં સદ્ગતિ થશે. આ તારી નવી પરણેલી નવયૌવના સ્ત્રીને તું છોડી દેશે તો ઉન્માર્ગમાં જનારી જો થશે તો મોટા લોકોમાં નિંદા થશે. અમે જાણીએ છીએ તું કર્મથી ડરનારો છે. છતાં પણ તું આવ, આપણે ઘરે જઈએ, હમણાં તું કોઈપણ કામ કરીશ નહિ. જો કામ આવી જશે તો અમે પણ તારા મદદગાર થઈશું. આ પ્રમાણે ભરમાવેલો તે અલ્પસત્ત્વવાળો, ભારેકર્મી, સ્વજનો વડે મોહિત થયેલો તે ઘર તરફ જવા તૈયાર થાય છે. તે આવી જાય છે. ત્યારે તેને બધા અનુકૂળપણે રહે છે. ધીરતા ઉત્પન્ન કરે છે. બધા અનુકૂળપણે તેની સેવા કરે છે. આ પ્રમાણે આ સંગો બંધનો દુઃખ કરીને ઓળંગાય છે. માટે સાધુએ જ્ઞાતિ સંગને સંસારના કારણ બંધનોરૂપે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેનો ત્યાગ કરે.
તે અનુકૂળ ઉપસર્ગો વડે ઉપસ્થિત થયેલ ઘ૨વાસરૂપ પાશને ઈચ્છે નહીં. પ્રતિકૂળ ઉપસર્ગો વડે શ્રુતચારિત્ર નામના ધર્મને જાણી અસમંજસકારીપણા વડે જીવિતને ઈચ્છે નહીં. ।।૨૪। अथोपसर्गैरध्यात्मविषीदनं भवतीत्याह
न विचिकित्सया त्राणाय व्याकरणादौ यतते ॥ २५ ॥
नेति, अल्पसत्त्वः प्राणिनः विचित्रा च कर्मणां गतिः प्रमादस्थानानि च बहूनि विद्यन्ते, केन पराजितोऽहं संयमाभ्रष्टो भवेयमिति को वेत्तुं शक्नुयात्, नास्माकं किञ्चन