________________
सूत्रकृतांग
३४९ न भवति, अतः परमानन्दरूपस्यात्यन्तिकैकान्तिकस्य मोक्षसुखस्य कुतः कारणं भवेत्, भवद्रित्या साम्यताया अप्यभावादिति भावः । चशब्देन विचित्रसंसारानुपपत्तिलक्षणदोषस्य समुच्चयः, यदि हि सुखेनैव सुखं तहि नित्यसुखिनां स्वर्गस्थानां पुनरपि सुखानुभूतेस्तत्रैवोत्पत्तिः स्यात्, नारकाणाञ्च पुनर्दु:खानुभवात्तत्रैवोत्पत्तिरिति नानागत्या संसारस्य वैचित्र्यं न भवेत्, न चैतदृष्टमिष्टञ्चेति भावः । लोचादिकमप्यल्पसत्त्वानामपरमार्थदृशामेव दुःखकारणरूपत्वं परमार्थदृशां महासत्त्वानान्तु सर्वमेतत्सुखायैव । मनोज्ञाहारादिना च न समाधिर्भवति, ततः कामोद्रेकात्तस्माच्चेतसोऽस्थिरत्वात्, तस्मादेते सावद्यानुष्ठायिनः परमसुखविलोपिनोऽनन्तसंसारा इति ॥२८॥
મતાંતરને દૂર કરે છે.
સૂત્રાર્થ:- કારણસમ (સરખા)પણાથી કાર્યની સુખપૂર્વક મુક્તિ છે. એમ એક મતવાળા કહે છે. એ વાત બરાબર નથી. કારણ કે વિરૂપ એટલે વિરૂદ્ધ કારણથી કાર્યો દેખાય છે. વિરૂપથી પણ નહીં કાર્ય દર્શનથી વૈષયિક સુખો-દુઃખપણે થવાથી.
ટીકાર્ય :- કેટલાક, શાક્ય વગેરે પોતાના જુથ વગેરે સમક્ષ આ પ્રમાણે બોલે છે કે સુખવડ સુખ થાય છે. નહિ કે લોચ વગેરે કષ્ટ વડે, કાર્ય-કારણના સદશપણું હોવાથી, શાલિ (ચોખાના)ના બીજથી શાલિ ડાંગરનો અંકુરો ફૂટશે, નહીં કે જવનો અંકૂરો, તથા સુંદર આહારવિહારાદિથી ચિત્તની સ્વસ્થતા, તેનાથી સમાધિ, તેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આથી સુખ વડે સુખની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારેય લોચ વગેરે કાયકલેશ વગેરે વડે સુખ પ્રાપ્ત થતું નથી. આ માન્યતાવાળા હંમેશાં સંસારમાં રહેલા અજ્ઞાનીઓ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક જિનેન્દ્રમાર્ગ પ્રતિપાદિત માર્ગને છોડનારા થાય છે. કારણ સમ (સરખું) હોય તો, કાર્યસમ હોય એ નિયમ દૂષિત છે.
શિંગડામાંથી બેસૂર નીકળે છે, ગાયના છાણમાંથી વીંછી નીકળે છે. ગોલોમાં વિલોમામાંથી દૂર્વા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વિસદેશ પદાર્થમાંથી કાર્યની ઉત્પત્તિ દેખાય છે. માટે કાર્ય પ્રતિસદશ કારણનો કારણ નિયત રહેતો નથી. મનોજ્ઞ આહાર વગેરે પણ સુખના પ્રતિ એકાંતે કારણ નથી. એમાં પણ વ્યભિચાર દોષ લાગે છે. ઝાડા થઈ જવા હોવાના કારણે બીજા દોષો કહે છે. વિષયજન્ય સુખ-દુઃખ પ્રતિકારરૂપ હોવાથી સુખાભાસરૂપ હોવાથી સુખ થતું નથી. આથી પરમાદરૂપના આત્યંતિક એકાંતિક મોક્ષસુખનું ક્યાંથી કારણ થાય. તમારી રીતે સામ્યતાનો પણ અભાવ થવાથી મોક્ષનો પણ એ પ્રમાણે ભાવ છે. ચશબ્દવડે વિચિત્ર સંસારની અનુપપત્તિ લક્ષણરૂપ દોષને ! સમુચ્ચય (સંગ્રહ) છે, જો સુખ વડે જ સુખ થાય તો નિત્ય સુખી એવા સ્વર્ગમાં ગયેલાઓને ફરીવાર પણ સુખના અનુભવની અનુભૂતિથી ત્યાં જ ઉત્પન્ન થાય છે. નારકોને