________________
सूत्रार्थमुक्तावलिः
અહીં આગળ વિરતિનો ભંગ થવાથી સાદિપણુ થાય છે. બાલવીર્યનો કાળ જધન્યથી અંતર્મુહૂર્તનો ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્તનનો કાળ છે. કેમકે સર્વવિરતિનો સદ્ભાવ હોવાથી સાંતપણું આવે છે. સાદિ અનંતભાંગો જે ચોથા ભાગે છે. તેનો અભાવ જ છે. બાલ અને પંડિત ભેદથી વીર્ય બે પ્રકારે છે. ક્રિયાનુષ્ઠાન કરવા એ વીર્ય છે. એમ કેટલાક કહે છે. કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી આઠ પ્રકારના કર્મ એ પણ વીર્ય છે. એમ કેટલાક કહે છે. કર્મ ઔદિયક ભાવથી બનેલ છે. ઔદિયક ભાવ પણ કર્મના ઉદયથી બનેલ છે. તે બાલવીર્ય. જીવના વીર્યંતરાયના ક્ષયથી ઉત્પન્ન થયેલ સહજ વીર્ય છે. જે ચારિત્ર મોહનીયના ઉપશમ, ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ પંડિત વીર્ય છે. આ બે સ્થાનો વડે સકર્મક અકર્મક વડે પ્રાપ્ત થયેલ બાલપંડિત વીર્ય વડે વીર્યની વ્યવસ્થા થઈ આ પ્રમાણે સૂત્રનો અર્થ છે. આ બે વીર્યો વડે જ મનુષ્ય વિવિધ પ્રકારની ક્રિયામાં પ્રવૃત્ત થવાથી આ વીર્યવાળો છે. એમ વ્યપદેશ થાય છે. વીર્યંતરાય કર્મના ક્ષયથી આ અનંત બળવાળો છે. એમ કહેવાય છે. પ્રમાદથી હણાયેલાને જે કર્મ બંધાય તે સકર્મકવાળા જે ક્રિયાનુષ્ઠાન કરે તે બાલવીર્ય. અપ્રમત્તના કર્મનો અભાવ થાય છે. આવા પ્રકારના આત્માને પંડિતવીર્ય થાય છે. અભવ્યોને બાલવીર્ય અનાદિ અનંતકાળ છે. ભવ્યોને અનાદિ સાંત અને સાદિ સાંત કાળ હોય છે. પંડિત વીર્ય તો સાદિ સાંત જ હોય છે. તેમાં ખડ્ગ વગેરે આયુધો, લક્ષણ શસ્ત્રના આયુર્વેદ-ધનુર્વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરવો તે બાલવીર્ય પાપોનો સ્વીકાર કરે છે. શાતાગારવમાં આસક્ત થયેલા તે શીખે છે. શીખીને પ્રાણિઓનો નાશ કરે છે - તે પ્રાણિઓના નાશ માટે થાય છે. તેમાં જીવોના નાશ છે માટે.
३६८
સ્થાનો કહેવાથી ક્ષય કરવા માટે લાયક એટલે એક જાતના પક્ષના રસનો અભયારિષ્ટ નામનો દારૂ વિશેષ આપવા યોગ્ય કહેવું. ચોર વગેરેને શૂળી આપવા વગેરેનો દંડ કરવાથી, પશુના હિંસક યજ્ઞ કરવાથી આ પ્રમાણે તેનો અભ્યાસ કરવાથી તે તે કર્મો મન-વચન-કાયાથી કરવું-કરાવવું અને અનુમોદન વડે કરવાથી સેંકડો જન્મના અનુબંધવાળા વૈરાનુબંધવાળા અનંત સંસારનો ભાગી થાય છે. ભવ્યાત્માઓ અલ્પકષાયવાળા સમ્યગ્દર્શન, ચારિત્રાત્મક અથવા શ્રુતચારિત્રાત્મક ધર્મ જે તીર્થંકરોપદિષ્ટ છે. તેને ગ્રહણ કરી મોક્ષ માટે ધ્યાન અધ્યયન વગેરેમાં ઉઘમ કરે. છે તેનું આ વીર્ય છે પંડિતવીર્ય, બાલવીર્યથી ભૂતકાળ, ભવિષ્યકાળ, અનંતકાળ ભવગ્રહણ કરવાથી દુઃખમાં જીવ રહે છે. જેમ જેમ તે નરક વગેરે દુઃખના આવાસોમાં ભમે છે. તેમ તેમ એને અશુભ અધ્યવસાયવાળો હોવાથી અશુભની જ વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સંસારના સ્વરૂપનું ચિંતન-મનન કરવાથી આ વીર્યવાળાનું ધર્મધ્યાનમાં પ્રવર્તન થાય છે. આ પ્રમાણે ભાવના વગેરેથી ભાવિત થયેલો વિશિષ્ટ આભિનિબોધિક જ્ઞાન વડે, શ્રુતજ્ઞાન વડે, અવધિજ્ઞાન વડે ધર્મસારને જાણી અથવા બીજા પાસેથી સાંભળી ચારિત્રને સ્વીકારે છે. તેના સ્વીકારમાં પૂર્વ ઉપાર્જેલા કર્મોના ક્ષય માટે ઉત્તરોત્તર ગુણસંપત્તિ માટે તૈયાર થયેલો, વધેલા પરિણામવાળો સાધુ સાવઘાનુષ્ઠાનનો ત્યાગ કરી અકર્મવાળો થાય છે. માટે બાલ અને પંડિતવીર્યવાળા જીવો સંસાર અને મોક્ષના ભાગી થાય છે. ।।૩૬।।