________________
सूत्रकृतांग
३६७
સારિકાદિની વાણી મનુષ્યભાષામાં પરિણમે છે. કાર્યવીર્ય પણ બે પ્રકારે છે, સંભવ અને સમ્ભાવ્ય, સંભવ કાર્યવીર્યમાં જે ચક્રવર્તી-બલદેવ-વાસુદેવાદિના જે બાહુબલાદિ કાયબલ કે, કોટિશીલા ત્રિપૃષ્ઠ વાસુદેવ વડે જમણા હાથથી ઉંચકાઈ એ સંભાવ્યામ્ વીર્ય તથા સંભાવ્ય એટલે સંભવી શકે તે જેમકે તીર્થંકર લોકને અલોકમાં દડાની જેમ ફેંકી શકે, તથા મેરુપર્વતને દંડ જેમ પકડી પૃથ્વીને છત્રીની જેમ ધારણ કરવા સમર્થ હોય. કોઈપણ ઈંદ્ર ડાબા હાથ વડે જંબુદ્વિપને છત્ર બનાવી મહેનત વગર ફેંકી શકે.
આ પ્રમાણે ઈન્દ્રિય બલ વગેરે શ્રોતેન્દ્રિય વગેરે પોતાનો વિષય ગ્રહણ કરવાનું બળ પાંચ પ્રકારે હોય છે. એક એક ઈન્દ્રિયનો વિષય સંભવ અને સંભાવ્ય એમ જેમ સંભવમાં શ્રોત્રનું (કાન) બાર યોજન વિસ્તારનો વિષય છે. એ પ્રમાણે બાકીની ઈન્દ્રિયોનો જેનો જે વિષય હોય તે સમજી લેવો. સંભાવ્યમાં તો જેની કોઈપણ ઈન્દ્રિય હણાયા વગરની હોય, થાકેલા, શ્રમિત થયેલા, ક્રોધીત થયેલાની, તરસ્યા થયેલાની, બિમાર પડેલાની અથવા તો અર્થગ્રહણ કરવામાં અસમર્થ પણ ઈંદ્રિયને તરત જ યથોક્ત દોષને શાંત કર્યા છતે જે વિષય ગ્રહણ કરવા શક્તિ સંભવે - હોઈ શકે તે સંભવ્ય વીર્ય કહેવાય.
આંતરશક્તિથી ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક વીર્ય અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે ઉદ્યમ, ધૃતિ, ધીરતા, પરાક્રમ, ક્ષમા, ગંભીરતા, ઉપયોગ, તપ, સંયમ વગેરે ભેદોથી અનેક પ્રકારનું છે. ઉઘમ, જ્ઞાન, તપ, અનુષ્ઠાન વગેરેમાં ઉત્સાહ તે ઉદ્યમ કહેવાય. સંયમમાં સ્થિરતા તે કૃતિ. પરિષહ ઉપસર્ગમાં અક્ષૌભ્યતા એટલે ગભરાટ નહીં તે ધીરતા, શૌણ્ડીર્યતા એટલે ત્યાગ સંપન્નતા, આપત્તિમાં અવિષાદીપણું, વિષય કાર્યકર્તવ્ય આવે ત્યારે અવિષાદીપણું, બીજાઓ વડે આક્રોશ કરાવા છતાં પણ ક્ષોભ પામે નહીં. તે ક્ષમા, પરિષહ અને ઉપસર્ગો વડે પાછા ન પડે તે તથા મનને ચમત્કાર કરાવનારી પોતાના અનુષ્ઠાનમાં પણ અસ્પૃષ્યતા ઉદ્ધૃતતા નહીં તે ગાંભીર્ય, સાકાર અનાકાર ઉપયોગ ભેદવાળો તે ઉપયોગ વીર્ય, સાકાર ઉપયોગ આઠ પ્રકારનો અને અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. યોગવીર્ય મન-વચન-કાયાના ભેદ ત્રણ પ્રકારે છે. અકુશલ મનોયોગનો નિરોધ કરવો, કુશલ મનોયોગનું પ્રવર્તન કરવું તે મનોયોગ. પુનરુક્ત દોષ વગર નિરવઘ ભાષણ
વાગ્વીર્ય, સમાધિપૂર્વક હાથ-પગને કાચબાની જેમ રાખવા તે કાયવીર્ય, અગ્લાનપણે તપ કરવો તે તપોવીર્ય, એકત્વ વગેરે અધ્યવસાયવાળા સત્તર પ્રકારના સંયમમાં જે પ્રવૃત્તિ તે સંયમવીર્ય વગેરે રૂપે ભાવવીર્ય છે. આ સર્વ ભાવવીર્ય પંડિત, બાલ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું છે. એમાં સાધુઓને પંડિત વીર્ય છે. બાલપંડિતવીર્ય ગૃહસ્થોને હોય છે. તેમાં સાધુઓને પંડિતવીર્ય સાદિ સાંત ભાગે હોય છે. સર્વવિરતીના સ્વીકાર વખતે સાદિ એટલે શરૂઆત હોવાથી સિદ્ધ વગેરે અવસ્થામાં તે સર્વવિરતિનો અભાવ હોય છે. તેથી પંડિત વીર્ય સાંત થાય છે. બાલપંડિત વીર્ય તો દેશવિરતિની વિદ્યમાનતા વખતે આદિ સર્વવિરતિની વિદ્યમાનતામાં તેનો ભંગ થાય છે. અથવા દેશિવરતિનો ભંગ થતો હોવાથી સાંતપણું છે. બાલવીર્ય તો અવિરતિ સ્વરૂપ અભવ્યોને અનાદિ અનંતરૂપ જાણવું. ભવ્યોને અનાદિ સાંતરૂપ અને સાદિ સાંતરૂપે જાણવું.