________________
३९०
सूत्रार्थमुक्तावलिः
અર્થ બોલવા વડે પોતાના જયને ઈચ્છતો, ઝઘડા કરનારાઓ સાથે મિચ્છા મિ દુક્કડં આપવા વગેરે વડે પરસ્પર ક્ષમાપના કરવા છતાં પણ, તેવા પ્રકારનું બોલવા વડે ફરી તેઓને ગુસ્સો પેદા કરાવે, તે આ લિંગધારી અનુપશાંત ક્રોધવાળો, કર્કશ બોલનારો, ચાર ગતિરૂપ સંસારમાં યાતનાના (પીડામય) સ્થાનમાં જઈને ઘણો જ પીડાય છે. માટે ક્રોધ રહિત થઈ, અકર્કશ બોલનારો, મધ્યસ્થ ભાવવડે આચાર્ય, આચાર્ય વગેરેના ઉપદેશ મુજબ ક્રિયા વગેરે પ્રવૃત્ત થઈ જિનેશ્વરો માર્ગમાં એકાંતે શ્રદ્ધાળુ થવું. આજ પરમાર્થથી પુરૂષાર્થ કરનારો, સુકુલોત્પન્ન, સંયમકરણશીલ જે પ્રમાણે ભગવાનનો ઉપદેશ છે. તે પ્રમાણે પ્રવૃત્ત થયેલો અકષાયી હોય તે જ પુરૂષાર્થી છે. બીજો નિહ. આ પ્રમાણે હું જ સંયમવાન, મૂળ ઉત્તરગુણોનો સારી રીતે પાલક, વિકૃષ્ટ કઠોર તપવડે તપાવેલ શરીરવાળો હું છું બીજો નથી. એમ માની બીજા સાધુલોકને અથવા બીજાને નહિ માને તો તથા પૂજા-સત્કાર વગેરેથી મદને કરે નહીં, મદ સ્થાનમાં રહેનારા, સર્વજ્ઞના માર્ગમાં ચાલનારા થતા નથી, માટે સંયમ લઈને જ્ઞાન વગેરે દ્વારા જે પરમાર્થને જાણતા છતાં પ્રમાદ કરે છે. શાસ્ત્રોને ભણવા છતાં પણ તેના અર્થોને જાણવા છતાં પણ એ સર્વજ્ઞના મતને પરમાર્થથી જાણતો નથી. આથી દીક્ષિત, અપરિગ્રહી, ઉચ્ચગોત્રમાં ઉત્પન્ન થયેલો પણ ગર્વને પામે નહીં, જાતિ વગેરે મદસ્થાન સંસારથી રક્ષણ કરવા સમર્થ નથી. પરંતુ જ્ઞાનચરણમાં, જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ ઇતિ વચનથી તથા હું જ ભાષાવિધિને જાણનારો, સાધુવાદી, મારા સમાન પ્રતિભાવાનૢ બીજો કોઈ પણ નથી. મારા સમાન અલૌકિક, લોકોત્તર શાસ્ત્રાર્થ, વિશાસ્ત્રાર્થ વિશારદ, ગાઢબુદ્ધિવાળો, સુભાવિત આત્મા છું. એમ માનતો ધર્મકથાના વખતે સભામાં વાકુણ્ડવડે, દુર્દુરઢવડે કુણ્ડિકાર્યા સંકલન ખસૂચિવડે કરવું એ પ્રમાણે બીજા લોકોને માને નહીં. આ પ્રમાણે લાભ વગેરેનો મદ પણ કરવો નહીં, છોડી દીધા છે સર્વ મદસ્થાનો એવા મહર્ષિઓ તપ વડે વિશેષ પ્રકારે શોષી નાખ્યા છે કલ્મષો એટલે પાપો, એવા મહર્ષિઓ સર્વોત્તમ ગતિમાં જાય છે. માટે મદસ્થાનોને સંસારના કારણરૂપે સારી રીતે જાણીને ધી૨ આત્માઓએ અલગ કરી નાખવા. મદસ્થાન વગરનો, સ્નાન, વિલેપન વગેરે શરીર સંસ્કાર વગરનો, પ્રશસ્ત લેશ્યાવાળો, જાણ્યો છે, શ્રુતચારિત્ર ધર્મવાળો, ગવેષણ ગ્રહણૈષણાદિને જાણનારો, ઉદ્ગમ વગેરે દોષો, તેનો ત્યાગ, તેના ફળને જાણનારો, અન્ન-પાણીમાં આસક્તિ વગરનો સમ્યક્ પ્રકારે શુદ્ધ ભિક્ષાગ્રહણ કરવાપૂર્વક વિચરે. અનાદિકાળના ભવના અભ્યાસથી ઉત્પન્ન થયેલ અરતિને આશ્રય ન કરે પણ સંસાર સ્વભાવ ગણી તિર્યંચ, નારક વગેરે દુઃખોને વિચારતો સંસારીઓનું આયુષ્ય થોડું હોય છે. તે વિચારી તેનાથી ભાવિત થાય. ગચ્છવાસી અથવા જિનકલ્પી કોઈપણ પૂછે કે નહીં પૂછે તો ધર્મકથાના અવસરે અથવા બીજા પ્રસંગે મૌન રહે. અથવા સંયમની અબાધાએ ધર્મસંબંધી કંઈક બોલે. બીજાના દોષો ખુલ્લા કરવા, મર્મવેધી વાણી ન બોલે. યથાયોગ્ય ધર્મદેશના કરવી, આ લોકો અભિગૃહિત છે કે અનભિગૃહિત તે જાણી ધર્મદેશના કરે. જેથી સર્વપ્રકારે તે શ્રોતાને જીવાદિપદાર્થોનું જ્ઞાન થાય. તેને મન દુઃખ ન થાય, પણ તેનું મન પ્રસન્ન થાય તેમ બોલવું. નહીં