________________
सूत्रकृतांग
३८९ ऽनभिगृहीतो वेति परिज्ञाय धर्मदेशनां कुर्यात्, यथा सर्वथा तस्य श्रोतुर्जीवादिपदार्थावगमोभवेत्, मनस्तस्य न दूष्येत, अपि तु प्रसन्नतां यायात्, अन्यथा हि स्वधर्मस्थापनेच्छया तीर्थिकतिरस्कारप्रायं वचो निशम्य स्वदर्शनाग्रही तीथिकस्तद्वचनमप्रतिपद्यमानोऽतिकटुकं भावयन् क्षुद्रत्वं गच्छेद्विरूपमपि कुर्यात्, पालकपुरोहितवत् स्कन्दकाचार्यस्य । तथा श्लाघापूजासत्कारादिनिरपेक्षो पर्षदनुगुणं त्रसस्थावरेभ्यो हितं धर्ममाविर्भावयेत्, न तु श्रोतृप्रियं राजकथाविकथादिकं छलितकथादिकं तत्समाश्रितदेवताविशेषनिन्दादिकञ्च कथयेत् । तदेवं यथातथ्यमुत्प्रेक्षमाणः सर्वेषु प्राणिषूपरतदण्डो जीवितमरणानपेक्षी संयमानुष्ठानं पालयेत् ॥४६॥
હવે જે પ્રકારે ભગવાનનો ઉપદેશ છે. તેનો તે પ્રકારે અર્થની વ્યાખ્યા કરવી તથા આચરવી તથા તે પ્રમાણે જ તે સંસારથી પાર ઉતરવાનું કારણ હોવાથી બીજી રીતે નહીં એ બતાવવા માટે કહે છે.
સૂત્રાર્થ :- નિર્ગુણી આત્માઓ ધર્મ પામીને પણ માન વગેરેના કારણે આત્મગુણોથી ભ્રષ્ટ થાય છે.
ટીકાર્થઃ- ગુરૂની શુશ્રુષા વગેરેના કારણે (ગુરૂ શુશ્રષા એટલે ગુરૂસેવા) સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યગૂ પ્રકારે અનુષ્ઠાન આચરી શકે છે. તેનાથી સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય છે. આ પ્રમાણે આવા પ્રકારના ગુણોથી રહિત એવો અર્થ થાય છે. અથવા “શુશ્રુતે પ્રતિ પૃચ્છત' એટલે ગુરુને પૂછે, સાંભળે, ગ્રહણ કરે, ઈચ્છે તથા તેમના તરફથી અપોતે એટલે વિચારે અથવા ધારણ કરે તે સમ્યગૂ પ્રકારે આવા પ્રકારના ગુણોથી રહિત, કેટલાક સંસારથી નીકળવા ઉપાયરૂપ શ્રુતચારિત્ર નામના ધર્મને પામીને પણ કર્મના ઉદયથી મંદભાગ્યપણાથી આત્માના ઉત્કર્ષથી તીર્થકર વગેરેએ કહેલા સમ્યગદર્શન વગેરે મોક્ષમાર્ગને સમ્યપ્રકારે પાળતા સર્વજ્ઞ માર્ગને પોતાની રૂચિ અનુસાર વ્યાખ્યાના પ્રકાર વડે નાશ કરી નાખે છે. અને એ બોલે છે કે “એ સર્વજ્ઞ હોતા જ નથી' કરાતાને કરાયુ કહેવા વડે પ્રત્યક્ષ વિરૂદ્ધપણાની પ્રરૂપણા કરવાથી માત્રા વગેરેના પરિગ્રહોને મોક્ષ માર્ગરૂપે પ્રરૂપણા કરે તથા સર્વશે કહેલ સિદ્ધાંત ઉપર શ્રદ્ધા વગરનો સંયમમાં સીદાય છે. અને પ્રેમભાવથી આચાર્ય વગેરે પ્રેરણા કરે તો પ્રેરકને સામે કઠોરવાણીમાં બોલે છે. ત્યારે એ ઉસૂત્રપ્રરૂપક આચાર્યની પરંપરાથી આવેલા અર્થને પણ ખોટા અન્યથા કરે. ગૂઢ અભિપ્રાયવાળા સૂત્રને કર્મોદયથી યથાવત્ પ્રરૂપણા કરવા માટે સામર્થ્યહીન હોય છે. કેટલાક અભિમાનીઓને કોઈક આચાર્ય પૂછે કે, “તમે મૃતકોની પાસે ભણ્યા? ત્યારે પોતાના આચાર્યને જ્ઞાનના અભિમાનથી છુપાવે છે. અને બીજા પ્રસિદ્ધ આચાર્ય વ્યક્તિનું નામ બતાવે છે. આ પ્રમાણે સારી ક્રિયા કરવાના અભિમાનીઓ માયાયુક્ત થયેલા પોતાના બોધિલાભથી ભ્રષ્ટ થાય છે. અસાધુ હોવા છતાં પોતાને સાધુ માનતા પાપના બમણાપણાથી અનંત સંસારના ભાગી થાય છે. તથા નહીં જાણતા કષાયોના વિપાકોને જે સ્વભાવથી ક્રોધી જે કોઈપણ રીતે (પ્રકારે) અસત્