________________
सूत्रकृतांग
३८३
પંચસ્કંધના સ્વીકાર કરવા છતાં પણ સંવરણ માત્ર વડે જ થાય છે. પરમાર્થથી નહીં. અવયવિઓના અવયવોથી ભિન્નપણું અભિન્નપણા વડે પ્રાપ્તિ થતી નથી. અવયવોના પણ પરમાણુના અંત સુધીના અતિસૂક્ષ્મપણાના કારણે જ્ઞાનનો વિષયપણાનો અસંભવ હોવાથી તથા વિજ્ઞાનનું પણ પરમાર્થથી સત્ત્વ નથી. કારણ શેયનો અભાવ હોવાથી નિરાકારપણું છે. આકાર રહિત અવસ્તુપણું હોય છે. તેના હોવામાં સત્ત્વમાં પણ ક્ષણિકપણા વડે ભૂતકાળ-ભવિષ્યકાળના અભાવથી વર્તમાનકાળનો પણ ક્ષણિકપણાથી-અક્રિયપણાથી શી રીતે તેનાથી ઉત્પન્ન થયેલો કર્મબંધ શી રીતે થાય ?
સાંખ્ય વગેરે પોતાના આત્મા વિષ્ણુ એટલે સર્વવ્યાપિ હોવાથી અક્રિયાવાદિ છે.
હવે આમાં દોષો કહે છે. અનેક પ્રકારના કર્મ વિપાકો દેખાય છે. સર્વશૂન્ય હોય છતે જન્મ, ઘડપણ, મરણ, રોગ, શોક, ઉત્તમ, મધ્યમ ને અધમપણું વગરે ન થાય. આજ કર્મવિપાક જીવનું અસ્તિત્વ, કર્તૃત્વ, કર્મવત્વપણું જણાવે છે. સર્વ શૂન્યપણું હોય છતે લોકાયતિકો એટલે નાસ્તિકો પોતાના શિષ્યોની આગળ જીવ વગેરેના અભાવ પ્રતિપાદક શાસ્ત્રોનું પ્રતિપાદન કરી ન શકે, જો પ્રતિપાદન કરે તો આંતરિકપણાથી આત્માને કર્તાપણું કરણ, શાસ્ત્ર કર્મતાને પામેલા શિષ્યોને અવશ્ય સ્વીકારે છે. બૌદ્ધો પણ પદ્ગતિનું વર્ણન કરે છે.
આત્મામાં કારક ન હોય છતે કેવી રીતે ગતિઓ થશે. સંતાનના પણ સંતાતિ વગર સંવૃતિમાનપણાથી ક્ષણનું અસ્થિતપણા વડે ક્રિયાભાવ હોવાથી ગતિઓનું નામ રહેતું નથી. તેથી આ પ્રમાણે નાસ્તિપણાનું પ્રતિપાદન કરતાં આત્માનું અસ્તિત્વ જ પ્રતિપાદન થાય છે. સાંખ્યો પણ સર્વ વ્યાધિપણા વડે અસ્થિ આત્માને સ્વીકારી પ્રકૃતિના વિયોગથી મોક્ષના સદૂભાવનું પ્રતિપાદન કરતા આત્માને બંધ અને મોક્ષ પોતાની વાણી વડે પ્રતિપાદન કરે છે. બંધમોક્ષનો સદૂભાવ હોય છતે સક્રિયતાની સિદ્ધિ થાય કે ક્રિયા વગર બંધમોક્ષ ઘટતા નથી. વળી નાસ્તિકો (બૌદ્ધો)ના સર્વશૂન્યપણામાં કોઈપણ પ્રમાણ નથી. જો પ્રમાણ હોય છે તો સર્વશૂન્યપણું હોતું નથી. કારણ કે પ્રમાણ હોવાથી પ્રત્યક્ષ જ પ્રમાણ નથી. કારણ કે ભૂતકાળ, ભવિષ્યકાળના ભાવપણાથી પિતૃનિબંધના પણ વ્યવહારથી સિદ્ધિ થતી હોવાથી તેથી બધાય વ્યવહારનો ઉચ્છેદ થાય છે. બૌદ્ધોને પણ અત્યંત ક્ષણિકપણાથી વસ્તુનો અભાવ થાય છે. જે અર્થ ક્રિયાકારી હોય તે જ પરમાર્થથી સત છે. અને ક્ષણ ક્રમપૂર્વક અર્થ ક્રિયાકારી નથી. કારણ કે ક્ષણિકપણાની હાનિ થતી હોવાથી તથા એકી સાથે પણ બનતું નથી. કારણ કે એક ક્ષણમાં જ સમસ્ત કાર્યોનો અભાવ પ્રશક્તિનો પ્રસંગ આવશે. આ વાત ઈચ્છિત (ઈચ્છનીય) નથી. દેખાતા સૂર્ય, ચંદ્ર, નદી વગેરેનો અભાવ હોવાથી તેનો ઉદય-અસ્ત-માસ-વૃદ્ધિ વગેરે ક્રિયાઓ ક્યાંથી થાય ? આ બધી વસ્તુઓ જગતમાં જે થાય છે તે બધી માયા સ્વપ્ન ઇંદ્રજાલ સમાન છે. એમ કહેવું. ગોવાલથી લઈ સ્ત્રીઓ સુધી બધાને ખાત્રી છે કે સંપૂર્ણ અંધકાર ક્ષય વગેરે કરાવનાર ઉદય વગેરેનો અપલોપ કરવો અશક્ય છે. સર્વ અભાવ થયે છતે એનો અભાવ થવાથી તેના પ્રતિપક્ષરૂપ અસત્યરૂપ માયાનો