________________
सूत्रकृतांग
३७९
સૂત્રાર્થ - જ્ઞાનમાં પરસ્પર વિરોધ છે. એ પ્રમાણે નથી કેમકે સર્વશે જણાવેલ હોવાથી, વર્તમાનમાં તેનો અભાવ છે.
ટીકાર્ય - અજ્ઞાનવાદિઓ કહે છે કે જ્ઞાનીઓ બધા પરસ્પર એકબીજાથી વિરૂદ્ધ બોલનારા હોવાથી યથાર્થવાદિ નથી. તથા કેટલાક આત્માને વિભુ એટલે સર્વવ્યાપી માને છે. તો કેટલાક અસર્વગત માને છે. કેટલાક અંગુઠાના પર્વ જેટલા માને છે. બીજા કેટલાક શ્યામાકતંદુલ જેટલા જ છે. એમ કહે છે. તથા કોઈક મૂર્ત, અમૂર્ત, હૃદયસ્થ લલાટસ્થ આત્મા છે એમ કહે છે. આ પ્રમાણે પરસ્પર એકવાક્યતા દેખાતી નથી તથા કોઈ અતિશય જ્ઞાની હોય તો જે એનું વાક્ય પ્રમાણરૂપ થાય. અર્વાદર્શી એટલે સર્વજ્ઞ વિદ્યમાન હોય તો પણ તેને ઓળખી ન શકે.
તથા કહ્યું છે કે “આ સર્વજ્ઞ છે.” એ પ્રમાણે આ કાલમાં પણ તે જ્ઞાન, શેય, વિજ્ઞાન, શૂન્યો વડે કેવી રીતે જાણી શકાય. અને બધા વિષયોનું વિજ્ઞાન હોઈ શકે નહીં કેમકે તેના ઉપાખ્યપના જ્ઞાનનો અભાવ હોવાથી એકબીજાનો આશ્રય કરાયો હોવાથી વિશિષ્ટ જ્ઞાન વગર તેની પ્રાપ્તિના ઉપાયનું જ્ઞાન થતું નથી. વિશિષ્ટ (0) જ્ઞાન વગર ઉપેયના સર્વવિષયના વિજ્ઞાનનો સંભવ હોતો નથી. જ્ઞાન જ્ઞયના સ્વરૂપનું વિશ્લેષણ કરતું નથી. પ્રાપ્ત થયેલા પદાર્થનો આગળનો ભાગ, મધ્યનો ભાગ, પાછળનો ભાગ એ ત્રણ-ત્રણ ભાગવાળા પદાર્થમાં આગળનો ભાગ જ જ્ઞાન વડે જણાય છે. બાકીના બે પાછળના ભાગ જણાતા નથી. આગળનો ભાગ આડો આવતો હોવાથી, તથા આગળના ભાગની પણ ત્રણ ભાગરૂપે કલ્પના વડે તેના ત્રીજો, ફરી તેના ત્રણ ભાગની કલ્પના એમ કરતાં કરતાં છેલ્લે પરમાણુના અંત સુધી ભાગોની કલ્પના કરવી તથા તેના સ્વભાવની વિપ્રકૃષ્ટતાના કારણે અર્વાદર્શીઓ એટલે વિશિષ્ટ જ્ઞાનીઓને પણ જ્ઞાનનો વિષય બનતા નથી કેમકે પદાર્થનું જ્ઞાન કરવાનો જ અસંભવ છે. માટે સર્વજ્ઞનો અભાવ હોવાથી અસર્વજ્ઞને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ જાણી શકતા નથી. આથી સર્વ વાદિઓમાં પરસ્પર વિરોધ હોવાથી પદાર્થનું સ્વરૂપને સ્વીકારવામાં યથોત્તર પરિજ્ઞાનીઓ પ્રમાદી હોવાથી ઘણા દોષોનો સંભવ હોવાથી અજ્ઞાન એ જ કલ્યાણકર છે. કારણ અજ્ઞાનીઓને કોઈક પગથી માથા સુધી હણે તો પણ મનશુદ્ધિ હોવાથી તેવા પ્રકારનો દોષનો ભાગી થતો નથી.
આ મતને દોષિત કરે છે. આ વાત બરાબર નથી. કારણ કે અસર્વજ્ઞ બનાવેલા આગમોને સ્વીકાર વાદીઓના જ પરસ્પર વિરૂદ્ધ વાદી અર્થપણા વડે અયથાર્થવાદીતા થાય. સર્વજ્ઞ બનાવેલ આગમોમાંના સ્વીકારનારા વાદીઓને પરસ્પર વિરોધ નથી. કેમકે સર્વજ્ઞપણામાં ખોટાપણાની પ્રાપ્તિ થતી નથી. સર્વજ્ઞ તે જ છે કે જે જૂઠના કારણરૂપ રાગ-દ્વેષથી રહિત હોય. મોહનીય કર્મનો ક્ષય કર્યો હોવાથી તેમનું વાક્ય શી રીતે અયથાર્થ બની શકે? તેમના બનાવેલા આગમવાળાઓમાં કેવી રીતે વિરૂદ્ધવાદીતા હોઈ શકે ? સર્વજ્ઞ જ નથી એમ કહેવું નહીં. પ્રત્યક્ષથી તે પ્રાપ્ત થતાં નથી. છતાં પણ સંભવ અને અનુમાન પ્રમાણથી વિદ્યમાન છે. અને તેની સિદ્ધિમાં બાધકપણાનો અભાવ હોય છે. પ્રત્યક્ષથી પ્રાપ્ત ન થવા છતાં પણ બીજાના મનની વૃત્તિની ખરાબ પરંપરાપણું