________________
सूत्रकृतांग
३७५
રસ, શાતાગૌરવ વડે ભારે કર્મીઓ આધાકર્મ વગેરે વાપરનારા, છ જીવનિકાયનો નાશ કરવામાં રત, બીજાઓને પણ મોક્ષમાર્ગ પોતે જે આચરતો હોય તેનો ઉપદેશ આપે. જેમકે આ શરીર પ્રથમ ધર્મનું સાધન છે. એ પ્રમાણે માની કાળ, સંઘયણ વગેરેની હાનિથી આધાકર્મ વગેરેને વાપરવામાં દોષ નથી. આ પ્રમાણે પ્રતિપાદનને કરનારા કુતીર્થિઓના માર્ગનો આશ્રય કરનારા જ છે. (તે બરાબર નથી.) પ્રશસ્ત ભાવમાર્ગ મોક્ષગમન તરફ ઘણો કાબેલ છે, કેમકે યથાવસ્થિત પદાર્થ સ્વરૂપ નિરૂપણ કરતા હોવાથી સામાન્ય, વિશેષ નિત્યાનિત્ય વગેરે સ્યાદ્વાદનો આશ્રય કરવો, તે જ્ઞાન, દર્શન, તપ, ચારિત્રાત્મક માર્ગને પામી જીવ બધી સામગ્રીવાળો દુસ્તર એવા સંસાર સમુદ્રને તરી જાય છે. આથી તે માર્ગ ભાવથી સારી રીતે તારનાર છે. તે માર્ગ જિનોક્ત જ છે, કારણ કે તે માર્ગ સંપૂર્ણ એકાંતરૂપી કૌટિલ્ય એટલે વક્રતાથી રહિત છે. નિર્મલ, પૂર્વાપર વિરોધી દોષોથી રહિત સાવઘાનુષ્ઠાનના ઉપદેશ વગરનો છે. તે મહાપુરૂષોએ આચરેલ છે. અવ્યભિચારીનો આશ્રય કરીને, પૂર્વમાં અનાદિકાળમાં અનંતા જીવો સંસાર તર્યા હતા, વર્તમાનમાં પણ સંખ્યાતા આત્માઓ તરે છે, અનંતકાળ ભવિષ્યકાળમાં પણ અનંતા આત્માઓ તરશે. એમાં સૂક્ષ્મબાદર પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદો પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયને, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત, સંન્નિ-અસંજ્ઞિ પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદોવાળા પંચેન્દ્રિય જીવોને સયુક્તિઓ વડે જાણીને અનિષ્ટ દુઃખોને ન ઈચ્છનારો, સુખને ચાહનારો જીવ હિંસા ન કરે. આ સારભૂત જ્ઞાન છે કે પ્રાણાતિપાતથી નિવર્તન કરાવે. આજ ટબા જ્ઞાન વડે મુમુક્ષુઓનું વિવક્ષિતકાર્યની પરિસમાપ્તિ થાય છે.
આજ પરમાર્થથી સાચો જ્ઞાની છે કે જે પ્રાણાતિપાતની નિવૃત્તિ સારી રીતે કરે છે. આવા પ્રકારનો વિરતિવાળો બીજા કોઈથી ડરતો નથી. ભવાંતરમાં પણ કોઈને ડરાવતો નથી. પ્રાણાતિપાત નિવૃત્તિ બીજા આત્માને માટે શાંતિનું કારણરૂપ છે. આથી જ એ આર્ત્ત-રૌદ્રધ્યાન રહિત હોવાથી શાંત અને નિવૃત્ત થાય છે, તેથી મન, વચન, કાયાથી જાવજ્જીવ સુધી કોઈપણ પ્રાણી સાથે વેરવિરોધ ન કરવો. આહા૨-ઉપધિ-શય્યા વગેરેમાં એષણા સમિતિવાળો પરિષહોથી ગભરાયા વગર સંયમમાં ચરે-પાલન કરે.
કૂવો ખોદાવવો, આહારનું દાન કરવું વગેરે પ્રવૃત્તિમાં પુણ્ય કે અપુણ્ય એમ કોઈ રાજા વગેરે પૂછે તો એમ માની બંને રીતે મહાભય છે. માટે અનુમતિ ન આપો. અન્નપાનના દાન માટે રસોઈ તથા પાણીને પકાવવું વગેરે ક્રિયાઓથી કૂવાઓ ખોદાવવા વગેરેની ક્રિયામાં કંઈક સમ્મત થાય. કેમકે તેમાં ત્રસ અને સ્થાવર જીવો ઘણા નાશ પામે છે. આથી ભયને આપનારા અનુષ્ઠાનમાં પુણ્ય થાય. એમ ન બોલે. આહાર-પાણી વગેરે ધર્મબુદ્ધિથી જીવોના નાશ કરવામાં દોષ દુષ્ટપણે બનાવવાના કારણે ‘પુણ્ય નથી' એમ ન બોલવું. કારણ કે તે નિષેધ કરતા આહાર-પાણીના ઈચ્છુક જીવોને અન્નપાનનો અંતરાય થાય. અને તે આહાર-પાણી ન મલવાથી તે જીવો દુઃખી થાય. આથી મૌનનો આશરો લેવો. બહુ આગ્રહ કરીને પૂછે તો કહેવું કે અમારે બેતાલીશ (૪૨)