________________
सूत्रकृतांग
३४७
નહીં. તેથી (કારણ કે, આ લોકો ગૃહસ્થોની જેમ સરાગીઓ પરસ્પર એકબીજાને આધીન હોય છે. સાધુઓ નિઃસંગ હોવાથી કોઈને પણ આધીન હોતા નથી. આ પ્રમાણે આજીવિકો વગેરે અથવા દિગંબરો બોલે છે. એનો નિષેધ કરવા માટે કહે છે.
આ પ્રમાણે બોલતા દોષવાળા પોતાના પક્ષનો સમર્થન કરવાના રાગથી નિષ્કલંક અમારા સ્વીકારનો દૂષણ આપવાથી દૈષનો પ્રસંગ આવે છે. પોતાના અસત્ અનુષ્ઠાનને સદ્અનુષ્ઠાન કરવાવાળાઓ વડે નિંદા કરાય. આ પ્રમાણે બે પક્ષનો પ્રસંગ આવે છે. અથવા બીજ, પાણી, ઉદિષ્ટકૃત ભોજિ (ખાનારા) હોવાથી ગૃહસ્થો સાધુલિંગ સ્વીકારનાર દીક્ષિતો એમાં બે પક્ષોનો પ્રસંગ છે. તથા અમે અપરિગ્રહીપણાથી નિષ્કિચન છીએ. એમ સ્વીકારનારા ગૃહસ્થોના વાસણોમાં તમે ખાનારા છો. તેનો ઉપયોગ કરવાથી તેનો પરિગ્રહ અવશ્ય થાય છે. આહાર વગેરેમાં મૂચ્છ કરવાથી શી રીતે નિષ્પરિગ્રહપણાનો સ્વીકાર નિષ્કલંક હોઈ શકે ? ભિક્ષાટન કરવા માટે અસમર્થને બીજા ગૃહસ્થો વડે સામે લાવીને તમને અપાય છે. સાધુઓને સામે લાવેલું લેવાનો અભાવ છે. તથા ગૃહસ્થને લાવવામાં જે દોષ છે. તે તમને અવશ્ય લાગે છે. ગૃહસ્થો વડે બીજ, પાણી વગેરેનું ઉપમર્દન કરવાથી મેળવેલ આહાર ખાઈને ગ્લાનને (બિમાર) ઉદ્દેશીને જે પ્રાયશ્ચિત આવે તે અવશ્ય તમારે ભોગવવાનું આવે છે. આ પ્રમાણે છજીવનિકાયની વિરાધના વડે બનેલ ઉદ્દિષ્ટ ભોજન કરવાથી અભિગૃહિત મિથ્યાત્વપણાથી સાધુ પરિભાષણ (કહેવા) વડે તીવ્ર કર્મબંધ વડે લેપાય છે. એ લોકો સયુક્તિવડે વાદ કરવા માટે સમર્થ થતાં નથી. કારણ કે વિપરીત બોધથી વ્યાપ્ત હોય છે. ફક્ત ક્રોધથી ઘેરાયેલા અસત્ય વચન વગેરેનો આશ્રય લે છે. અર્થાનુગત યુક્તિઓ વડે પ્રમાણભૂત હેતુ દષ્ટાંતો વડે પોતાનો પક્ષ સ્થાપવામાં સામર્થ્યનો અભાવ હોય છે. તેથી તે જ વાદના સમયે બોલવું નહીં તો જે જે હેતુ દષ્ટાંત વગેરે દ્વારા સ્વપક્ષ સિદ્ધિ લક્ષણની રજૂઆત કરવામાં આવી હોય તેને માધ્યસ્થભાવના આલંબન વડે બીજાને અનુપઘાત સ્વરૂપ આત્મસમાધિ ઉત્પન્ન થાય. જે આચરવાથી કે બોલવાથી અન્યતીર્થિ ધર્મીને ધર્મશ્રવણ વગેરેમાં અથવા કે અન્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોવા છતાં વિરોધ આવતો નથી માટે સાધુ સર્વજ્ઞ પ્રણીત ધર્મને જાણી જેવી પોતાને અને ગ્લાનને સમાધિ ઉત્પન્ન થાય તે પિંડદાન એટલે ગોચરી વગેરે કરે અથવા ઉપસર્ગો વડે પરેશાન થયેલો હોવા છતાં અસમંજસ ન કરે. ૨૬ll.
अथ स्खलितशीलस्य साधोः प्रज्ञापनामाहदुःश्रवणोपसर्गेऽज्ञाः संयमे विषीदन्ति ॥२७॥
दुःश्रवणेति, केचित् पञ्चाग्न्यादितपसा सन्तप्तशरीराः सिद्धिं शीतोदकन्दमूलाधुपभोगिनोऽपि प्रापुः, यथा बाहुकनारायणासितदेवलपाराशरादयः केचिच्चाशनादिकमभुक्त्वा यथा नम्यादयः, केचिदाहारादिकं भुक्त्वैव यथा रामगुप्तादय इत्येवं केनचिदुक्तं निशम्याज्ञाः सिद्धिं नानाविधोपायसाध्यमिति निश्चित्य संयमानुष्ठाने विषीदन्ति यदि वा तत्रैव