________________
३६०
सूत्रार्थमुक्तावलिः
વડે સંસાર જ થાય છે. તે આ આયત દંડવાળો એકેન્દ્રિય વગેરેમાં ઉત્પન્ન થઈ ઘણા કર્મવાળા જે એકેન્દ્રિય વગેરે જાતિમાં જે જીવોને મર્દનકારી કર્મ કરે છે. તે તેજ કર્મ વડે પરિચ્છેદાય છે. કપાય છે. કેટલાક કર્મો આ જન્મમાં જ ફળ આપે છે. કેટલાક કર્મો પરલોકમાં નરક વગેરેમાં ફળ આપે છે. કેટલાક કર્મો એક જ જન્મમાં તીવ્ર ફળોને આપે છે. કેટલાક કર્મો ઘણા ભવોમાં જે પ્રકાર વડે તેઓ અશુભ આચરે છે. તે પ્રમાણે તેના ફળને ભોગવે છે. એ પ્રમાણે કુશીલો ચારગતિરૂપ સંસારને પ્રાપ્ત થયેલા (પામેલા) રહેંટની ઘડીભ્રમરરૂપ ન્યાય વડે સંસારમાં ભમતા પ્રકૃષ્ટ દુઃખને અનુભવે છે. જન્માંતરમાં કરેલા કર્મોને અનુભવતા આર્તધ્યાન વડે હણાયેલા બીજા કર્મો બાંધે છે. અને ભોગવે છે. પોતાના કરેલા કર્મોનો વિનાશ થતો નથી. જેઓ પરમાર્થને જાણતા નથી, ધર્મને માટે ઉઠેલા એટલે તૈયાર થયેલા માતા-પિતા વગેરેને પણ છોડી, આત્માને સાધુ ધર્મના (વ્રતોમાં) રહેલો માનતો રાંધવું-રંધાવવું વગેરે કરવું, કરાવવું, અનુમોદવું, ઔદેશિક વગેરેના વા૫૨વાથી (પરિભોગ કરતા) અગ્નિકાયનો આરંભ-સમારંભ કરે છે, પંચાગ્નિતપ વડે તપેલા દેહવાળા તથા અગ્નિહોત્ર વગેરે વડે સ્વર્ગ પ્રાપ્તિને ઈચ્છે. લૌકિકો પણ રાંધવું, રંધાવવું વગેરે વડે અગ્નિકાયનો સમારંભ કરવા વડે સુખને ઈચ્છે છે. તેઓ અગ્નિકાયને બીજા પૃથ્વીકાય વગેરે આશ્રિત ત્રસસ્થાવર જીવોનો નાશ કરે છે. પાણી વગેરે વડે અગ્નિકાયને બુઝવતા તેના આધારે રહેલા બીજા જીવોનો વિનાશ કરે છે. તથા પતંગિયા વગેરે, ઢાંકેલો અગ્નિ, લાકડા વગેરેમાં રહેલા ધુણ એટલે લાકડાના કીડા, કીડી, કરમિયા વગેરે જીવો ભસ્મીભૂત થાય છે જ, માટે અગ્નિકાયનો સમારંભ મોટા દોષ માટે કહ્યો છે. કેટલાક વનસ્પતિના સમારંભથી ન અટકેલા મહાવનસ્પતિ વગેરેનો આહાર માટે, દેહને પુષ્ટ કરવા માટે, શરીરને પડેલા ઘા રૂઝવવા માટે અથવા પોતાના સુખ માટે આશ્રયીને કાપે છેદે છે. તેઓ ઘણા પ્રાણીઓના નાશ કરનારા થાય છે. વનસ્પતિમાં મૂલ વગેરે બધામાં ભેગા (મલી) થઈને એક જ નથી પણ ઘણા છે. પણ મૂળ, થડ, ડાળી, પાંદડાં, ફૂલ વગેરેમાં દરેક-પ્રત્યેક જીવો રહેલા છે. તેને કાપવામાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભેદોમાં તેને આશ્રયી જીવોનો નાશ અવશ્ય થાય જ છે.
વનસ્પતિકાયના જીવોનો નાશ કરનારા ઘણા ભવો સુધી ગર્ભાવસ્થા વગેરેમાં કલલ, અર્બુદ માંસપેશીરૂપ વગેરેમાં મરે છે. તથા પ્રગટવાણી તથા અપ્રગટવાણીવાળા અને બીજા પાંચ શીખાવાળા વગેરેમાં મરે છે. કેટલાક કુમાર અવસ્થામાં થઈને મરે છે, કેટલાક યુવાન થઈને, કેટલાક ઘરડા થઈને મરે છે. આ પ્રમાણે અનાર્ય કર્મ કરનારા, સુખાર્થી કુશીલીયા પ્રાણીઓનું ઉપમર્દન કરનારા પોતાના કર્મ વડે દુઃખને જ પ્રાપ્ત કરે છે. પણ સુખ કે મુક્તિને નહી. II3II
अक्षारस्नानादिना मुक्तिरिति मतविशेषान्निराकरोति
अक्षारस्नानादितो न मुक्तिर्व्यभिचाराद्भावस्यैव हेतुत्वाच्च ॥३४॥