________________
सूत्रार्थमुक्तावलिः
હવે ઉદયમાં આવેલા પ્રતિકૂળ ઉપસર્ગો સારી રીતે સહન કરવા જોઈએ તે કહે છે. સૂત્રાર્થ :- પ્રતિકૂળ ઉપસર્ગોને સહનારો કોઈક જ ભ્રષ્ટ થાય છે અને નિંદા કરે છે.
ટીકાર્થ :- ઉપસર્ગો બે પ્રકારના છે. (૧) ઔધિક (૨) ઔપક્રમિક. ભેદ વડે, અશુભ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ ઔઘિક, ભાવોપસર્ગ ઉદયમાં નહીં આવેલા કર્મોને ઉદયમાં લાવવાનો જે પ્રયત્ન વિશેષ તે ઉપક્રમને દ્રવ્ય ઉપયોગથી અથવા જે દ્રવ્યવડે અશાતા વેદનીયકર્મ અશુભકર્મની ઉદીરણા કરે છે. જેના ઉદયથી અલ્પ સત્ત્વવાળા જીવોનો સંયમથી વિઘાત થાય છે. તે ઔપક્રમિક ઉપસર્ગ છે. મોક્ષના અંગરૂપ સંયમમાં રહેલા સાધુઓના સંયમના પ્રતિબંધકપણે એને જ અહીં ગ્રહણ કરેલ છે. બતાવાય છે.
३४२
તે ઉપસર્ગ ચાર પ્રકારે છે. (૧) દૈવિક એટલે દેવસંબંધી (૨) મનુષ્ય સંબંધી (૩) તિર્યંચસંબંધી (૪) આત્મસંવેદન સંબંધી.
દૈવિક સંબંધી ઉપસર્ગ ચાર પ્રકારે છે. (૧) હાસ્ય (૨) પ્રધ્યેષ (૩) વિમર્શ (૪) પૃથક્ વિ. માત્ર. મનુષ્ય સંબંધી ચાર પ્રકારે છે. (૧) હાસ્ય (૨) પ્રધ્યેષ (૩) વિમર્શ (૪) કુશીલ પ્રતિસેવના. તિર્યંચસંબંધી ઉપસર્ગ ચાર પ્રકારે છે. (૧) ભય (૨) પ્રધ્યેષ (૩) આહાર (૪) અપત્ય સંરક્ષણ. આત્મસંવેદન સંબંધી ચાર ઉપસર્ગો છે. (૧) ઘટ્ટના (૨) લેશના (૩) સ્તંભના (૪) પ્રપાત એમ ચાર પ્રકારે છે.
વાયુ, પિત્ત, કફ, સંનિપાતથી ઉત્પન્ન થયેલ અથવા દિવ્ય વગેરે ચાર પ્રકારના અનુકૂળપ્રતિકૂળના ભેદથી આઠ પ્રકારના ઉપસર્ગો થાય છે. તેમાં જેમ તુચ્છ સ્વભાવમાં યુદ્ધનો પ્રસંગ આવે ત્યારે પોતાને બહાદૂર માનનારો પોતાની વડાઈ કરવામાં હોંશિયાર, વાણી વડે એવું પ્રકાશતો આ પ્રમાણે ગાજતો હોય છે કે મારા જેવો કોઈપણ બીજાના સેન્યમાં કોઈ સુભટ નથી. જ્યાં સુધી સામે દેદીપ્યમાન તલવારવાળો વિજેતા નથી દેખાતો, જ્યારે પ૨સૈન્યના સુભટે ચક્ર ભાલા વડે ઘાયલ થાય. (થયો હોય) ત્યારે દીન બિચારો ભાંગી પડે છે. તથા નૂતન દીક્ષિત પરિષહોથી સ્પર્શાયેલો પ્રવ્રજ્યામાં ‘શું કઠીન છે ? એ પ્રમાણે ગાજતો નવી દીક્ષા લીધી હોવાથી જ સાધુના આચારમાં અકુશળ પોતાને શૂરવીર માનનારો ત્યાં સુધી થાય છે જ્યાં સુધી સંયમ રૂક્ષ (લુખ્ખું) ન લાગે, તે સંયમ પ્રાપ્ત થતાં ભારે કર્મી અલ્પ સત્ત્વવાળા ઘણા જીવોનું સંયમ ભંગ થાય છે. (ભંગતાને) પામે છે. તથા હેમંત (શિયાળામાં) ઋતુમાં હિમયુક્ત બરફ જેવો પવન લાગે છે. ઉનાળામાં ઘણા તાપ વડે ઘેરાયેલો, દુભાયેલા મનવાળો તરસ્યો થયેલ દીનતાને પામે છે. તેથી તેના પ્રતિકાર માટેના ઉપાયો વિચારે છે અથવા સ્મરણ કરે છે અને વ્યાકુલ ચિત્તવાળો સંયમની ક્રિયાઓ પ્રત્યે વિષાદ પામે છે.
આ પ્રમાણે સાધુઓને બીજાએ આપેલા એષણીય (નિર્દોષ) આહાર વગેરે વડે ઉપભોગ થાય છે. ભૂખ વગેરેની પીડાથી દુઃખી થયેલાઓ જાવજ્જીવ સુધી બીજાએ આપેલ એષણા (ગોચરી)