________________
सूत्रार्थमुक्तावलिः
स्वजनादिरिति, मातापित्रादयो धनधान्यादयः करितुरगादयो वा पूर्वोपात्तासातादिकर्मोदयेन प्राप्ते दुःखे न तत आत्मानं त्रातुं समर्थाः, अपि तु तदेकेनैवानुभूयते, उपक्रमकारणैरुपक्रान्ते स्वायुषि स्थितिक्षयेण वा भवान्तरे मरणे वा समुपस्थिते न स्वजनादयस्त्रातारः, एकाक्येव गत्यागती करोति, एवमेव संसारे सर्वेऽपि प्राणिनः स्वकृतकर्मणैव सूक्ष्मबादरपर्याप्तापर्याप्तादिभेदेन व्यवस्थिताः, तेनैव च कर्मणा नानाविधानि दुःखान्यनुभवन्तो नानायोनिषु गर्भाधानादिदुःखपीडिताः परिभ्रमन्ति एवं विदन् विवेकी द्रव्यक्षेत्रकालभाव - लक्षणमवसरं विज्ञाय तदुचितमाचरेत्, जङ्गमत्वपञ्चेन्द्रियत्वसुकुलोत्पत्तिमानुष्यलक्षणो द्रव्यावसरः, आर्यदेशार्धषड्विंशतिजनपदलक्षणः क्षेत्रावसरः, धर्मप्रतिपत्ति- योग्यावसर्पिणीचतुर्थारकादिः कालावसरः, धर्मश्रवणतच्छ्रद्धानचारित्रावरणकर्मक्षयोपशमाहितविरतिप्रतिपत्त्युत्साहलक्षणो भावावसरः, तदेवंविधमवसरं परिज्ञायाकृतधर्माणां दुर्लभां कृतधर्माणामपि तदतिविराधने उत्कृष्टतोऽपार्धपुगलपरावर्त्तप्रमाणकालेन तु सुलभां बोधिमवाप्नुयात्, तदवाप्तौ च तदनुरूपमेव कुर्यात् ॥२२॥
३४०
કામિઓને કોઈનું શરણ નથી. એમ કહે છે.
સૂત્રાર્થ :- સગાં વગેરે સ્વજનો રક્ષણ માટે થતા નથી માટે અવસર છોડવો નહીં.
ટીકાર્થ :- માતા-પિતા વગેરે સ્વજનો, ધન, ધાન્ય વગેરે હાથી વગેરે પૂર્વમાં પ્રાપ્ત કરેલ અસાતા વગેરે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ-કરેલ દુઃખ, દુઃખમાં આત્માને જરાપણ રક્ષણ કરવામાં સમર્થ થતાં નથી. પરંતુ તે એકલાએ જ ભોગવવા-અનુભવવા પડે છે. ઉપક્રમના કારણો વડે પોતાનું આ આયુષ્ય અપક્રાન્ત (ઓછું) થવાથી સ્થિતિ ક્ષય થવા વડે અથવા ભવાંતરમાં મરણ આવ્યે છતે સ્વજન વગેરે રક્ષક નથી. જીવ એકલો જ આવ-જાવ કરે છે. આ પ્રમાણે સંસારમાં બધા જીવો પોતાના કર્મો વડે જ સૂક્ષ્મ, બાદ૨, પર્યાપ્ત, અપર્યાપ્ત વગેરે ભેદો વડે રહેલા-કરેલા તેજ કર્મો વડે વિવિધ પ્રકારના દુ:ખોને અનુભવતા વિવિધ યોનિમાં ગર્ભાધાન વગેરેના દુઃખોથી પીડાયેલો પરિભ્રમણ કરે છે.
આ પ્રમાણે જાણતો તે વિવેકી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, લક્ષણ, અવસ૨ને જાણી તેને ઉચિત આચરે. જંગમ એટલે ત્રસપણું, પંચેન્દ્રિયપણું, સતકુલ ઉત્પત્તિ, મનુષ્યપણારૂપ દ્રવ્યઅવસર, સાડાપચ્ચીસ આર્યદેશો ક્ષેત્રાવસ૨ ધર્મપ્રતિપત્તિ એટલે ધર્મ સ્વીકારવા યોગ્ય અવસર્પિણી ચોથો આરો વગેરે કાળ અવસર, ધર્મ શ્રવણ, તત્ત્વશ્રદ્ધા, ચારિત્રવરણકર્મક્ષયોપશમાકૃત વિરતિ પ્રતિપત્તિ સ્વીકાર પત્તિ ઉત્સાહરૂપ ભાવાવસર તેથી આવા પ્રકારના વિવિધ અવસરોને જાણી, ન કરેલા ધર્મોની દુર્લભતાને, કરેલ ધર્મોની પણ અતિવિરાધના થયે છતે ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત પ્રમાણકાળમાં તો સુલભ બોધિને પ્રાપ્ત કરે છે. તેની પ્રાપ્તિમાં તેને અનુરૂપ જ કરે. ॥૨૨॥