________________
सूत्रकृतांग
સંસારરૂપ સમુદ્રના (પાણીની) કિનારાની નજીકમાં રહેવાથી જે તુચ્છ પ્રકૃતિવાળો, સ્વભાવવાળો, ઋદ્ધિ, રસ, શાતા, ગારવમાં આશક્ત થયેલા વિષયો સેવનમાં ધીઢો થયેલો કર્તવ્યોમાં સીદાતો સમસ્ત સંયમને મલિન કરે છે. ધર્મધ્યાન વગેરેને કહેવા છતાં પણ જાણતો નથી. અતિભાર વગેરે વડે અત્યંત થાકેલા એવા બળદને વિષે રસ્તામાં પ્રેરણા કરવા છતાં પણ ગમન કરવાની શક્તિ (તાકાત) ન હોવાથી કાય વગેરે વિષયોથી તર્જના પામેલો, માર ખાધેલો તે વિષયના કાદવમાં ડૂબેલો તેના સંબંધને છોડવાપૂર્વક બીજે સંયમ વગેરેમાં જવા માટે શક્તિ પ્રગટિ નથી, તે વિષયોના સંબંધથી કુગતિની પ્રાપ્તિ અવિનાભાવિ હોવાથી વિષય સંગથી આત્માને સર્વથા અલગ (જુદો) કરવો. તથા આ પ્રમાણે આત્માને અનુશાસન કરવો એટલે બોધ આપવો. આ અશુભ કર્મ કરનારા જીવ હિંસાઓ જુઠ ચોરી વગેરેમાં પ્રવૃત્ત થયેલો દુર્ગતિમાં પડે છે ત્યાં પરમાધામીઓ વડે કદર્થના પામતો, ભૂખ વગેરેની વેદનાથી ત્રાસ પામેલો અત્યંત રડે છે. અને આ પ્રમાણે આક્રંદ કરે છે. ઓ...મા મરી ગયો, પણ ત્યાં આગળ કોઈપણ રક્ષણ કરનાર કે બચાવનાર નથી હોતું. આ પ્રમાણે દુઃસહ દુઃખો ત્યાં હોય છે. તેથી તારે વિષયોનો સંબંધ ન કરવો. તથા કેટલાક અજ્ઞાની લોકો અસદું અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત થયેલા પાપકર્મ કરનારા બીજા વડે ધર્મ માટે, અધર્મની નિવૃત્તિ માટે પ્રેરિત કરાયેલો ધીઢાઇથી પોતાને પંડિત માનતો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં નાશ પામેલો (પ્રાય:) ઉત્પન્ન થયેલ ન હોવાથી વિદ્યમાન નથી? તેથી તે બે વડે કોઈપણ પ્રયોજન નથી, વિચારકો વડે તે જ પરમાર્થ સાધકપણે આદરે છે. જે વર્તમાનકાળ સંબંધી હોવાથી પરમાર્થરૂપે સદ્ભૂત છે. તથા પરમાર્થથી આલોકમાં જ હોય છે, પરલોકમાં નહીં. કોઈપણ પરલોકમાંથી અહીં કોઈ આવતું નથી. એ પ્રમાણે પર (બીજા પાસે) કને છુપાવે છે. અપલાપ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકાર કરતા હોવાથી તે કાર્યાકાર્યનો વિવેક કરવામાં અસમર્થ છે. મિથ્યાદર્શન, જ્ઞાનાવરણ વગેરે વગેરે કર્મવડે અત્યંત આચરાયેલું દર્શનપણું હોવાથી યથાવસ્થિત પદાર્થને જાણનારા સર્વજ્ઞ કહેલા માર્ગને વિષે તેને શ્રદ્ધા જાગતી નથી. આથી જ સત્અસતના વિવેક વગરનો તે વારંવાર મોહને આધીન થયેલો અનંત સંસારમાં જાય છે. તેથી નિપુણ કે અનિપુણ મોહને છોડી સમ્યફપ્રકારે પ્રયત્ન કરી બધા પ્રાણિઓને હોંશિયાર હોય કે મૂરખ હોય, દુઃખ અપ્રિયપણે અને સુખ પ્રિયપણે હોવાથી પોતાના સમાન સર્વજીવોને જોતો પાળે એટલે રક્ષા કરે. ગૃહવાસી મનુષ્યો પણ જયારે શ્રમણધર્મનો સ્વીકાર વગેરે ક્રમપૂર્વક પ્રાણિઓ ઉપર યથાશક્તિ સમતાપૂર્વક વર્તતો સારવ્રતવાળો થઈ દેવલોકને પ્રાપ્ત કરે છે. ત્યારે મહાસત્ત્વપણાથી જેઓ પાંચમહાવ્રતધારી સાધુ છે તેની શી વાત કરવી? તેથી હેય અને ઉપાદેયને ભગવાનની આજ્ઞાને અનુરૂપ જાણી ધર્મ એક પ્રયોજન છે. એવો છૂપાવ્યા વગરના બળવીર્યવાળો સારા પ્રસિહિત યોગવાળો સર્વસંવર લક્ષણ માર્ગનો આશ્રય કરે. ૨૧//
कामिनो न कश्चिच्छरणमित्याहस्वजनादिर्न त्राणायातोऽवसरो न त्याज्यः ॥२२॥