________________
सूत्रकृत
बालत्वादेव च धनधान्यादिभिः संयोगं विहाय वयं प्रव्रजिताः निःसङ्गा इत्युत्थायापि परिग्रहारम्भेष्वासक्ता गृहस्थयोग्यव्यापारोपदेशादिषु प्रवर्त्तन्ते तानेतान् पाखण्डिलोकनेते मिथ्यात्वोपहतान्तरात्मानः सदसद्विवेकशून्या नात्मनेऽन्यस्मै वा हितायेति सम्यगवगम्य विदितवेद्यो भिक्षुर्न तैः सम्पर्कं विदध्यात्, तीर्थिकेषु गृहस्थेषु पार्श्वस्थेषु वा परिहृतसम्बन्धो मध्यस्था रागद्वेषयोरन्तरालेन सञ्चरन् कथञ्चित् तीर्थिकादिभिः सह सत्यपि सम्बन्धे त्यक्ताहङ्कारो भावतस्तेष्वप्रलीयमानस्तेषां निन्दामात्मनश्च प्रशंसां परिहरन् धर्मोपकरणव्यतिरेकेण शरीरोपभोगार्थमीषदपि परिग्रहं परिहरन् तपोज्ञानमदमप्यकुर्वन् संयमं चरेत् ॥१६॥
३३१
વિવેકીઓએ આ બધાનો સંગ છોડી દેવો જોઈએ એ પ્રમાણે કહે છે. સૂત્રાર્થ :- આ બાલોને એટલે અજ્ઞાનીઓને જાણી મધ્યસ્થ થઈ સંયમમાં વિચરે.
ટીકાર્થ :- પૂર્વમાં વર્ણવેલા આ બાળતીર્થિકો એટલે સતસત્ વિવેકથી રહિત એવા જે કંઈ કરે અથવા બોલે, તથા પરિષહ ઉપસર્ગો વડે, કામક્રોધ વગેરે વડે જીતાયા હોવાથી એઓ કોઈને પણ રક્ષણ સમર્થ થતા નથી. બાળ હોવાથી જ ધનધાન્ય વગેરેનો સંયોગ છોડી અમે પ્રવ્રુજિત નિઃસંગ છીએ એ પ્રમાણે ઉઠીને ? પણ પરિગ્રહ આરંભોમાં આસક્ત થયેલા ગૃહસ્થ યોગ્ય વ્યાપાર ઉપદેશ વગેરેમાં પ્રવર્તે છે. આ બધા પાખંડી લોકો મિથ્યાત્વથી હણાયેલ અંતરાત્માવાળા સદસદ્વિવેકશૂન્ય બુદ્ધિવાળા પોતાના અને બીજાના હિત માટે સારી રીતે જાણી ભોગવવા યોગ્યને સારી રીતે જાણી ભિક્ષુ તેઓની સાથે સંપર્ક કરતા નથી. (અન્ય) તીર્થિકો, ગૃહસ્થો, પાસસ્થા વગેરે સાથે સંબંધ છોડી મધ્યસ્થ ભાવ ધારણ કરી રાગ-દ્વેષની મદદમાં વિચરતો કંઈક તીર્થીકાદિ સાથે સંબંધ હોવા છતાં અહંકારને છોડી ભાવથી તેમાં એકીભાવને નહીં પામેલા તેઓ નિંદા પોતાની પ્રશંસાનો ત્યાગ કરતા, ધર્મોપકરણ સિવાય શરીરના ઉપભોગ માટે થોડો પણ પરિગ્રહનો ત્યાગ કરતા, તપજ્ઞાનમદને નહીં કરતા સંયમમાં વિચરે. ॥૧૬॥
मतान्तराण्यपि सङ्गृह्य निराचष्टे
अत्रेवान्यत्र लोको नित्योऽनित्यो वा बहुज्ञ इश्वरो नापुत्रस्य गतिरित्यादयो वादा निष्प्रमाणाः क्रियावैफल्यात् ॥१७॥
अत्रेवेति, तत्त्वविपर्यस्तमतीनां केषाञ्चिदभ्युपगम इत्थं-अस्मिन् जन्मनि जीवा यदि पुरुषास्तर्हि परभवेऽपि ते पुरुषा एव न स्त्रियो न वा त्रसाः स्थावरा वा, इह भवे स्त्रियश्चेत् परत्रापि स्त्रिय एवेति, तथा लोकोऽपि सप्तद्वीपात्मकोऽप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावः, निरन्वयं विनाशी, यद्वा द्व्यणुकादिरूपेण भवन्नपि परमाणुर्न परमाणुत्वं जहातीति नित्य:, दिगात्माकाशाद्यपेक्षया वा न विनाशी, एवं ईश्वरोऽपि बहुज्ञ एव न तु सर्वज्ञः कीटसंख्यादि
अथवा