________________
३३०
सूत्रार्थमुक्तावलिः पुनः पुनरिति, यो ह्यात्मा मनुजभवे शुद्धाचारो भूत्वा व्यपगतनिश्शेषकलङ्को ऽपापत्वान्मोक्षमवाप्य मोक्षस्थ एव स्वशासनपूजामुपलभ्य पुना रागं स्वशासनतिरस्कारदर्शनात् क्रोधञ्च प्राप्नोति, ततश्च क्रमेण मलीमसः कर्मगुरुत्वात्पुनः संसारेऽवतरति तत्र पुनः प्रव्रज्यया संवृतो निर्गतकल्मषो मुच्यते पुनरपि तथैव शासननिमित्तरागद्वेषाभ्यां संसार: पुनश्च शुद्धाचारादकर्मा भवतीति केषाञ्चिन्मतम्, तन्निरस्यति नेति, हेतुमाह पुनरिति, मुक्ता ह्यपगताशेषकर्मकलङ्काः कृतकृत्या अवगताशेषयथावस्थितवस्तुतत्त्वाः स्तुतिनिन्दासु च समाः अपगतात्मात्मीयपरिग्रहाः, तेषां कथं रागद्वेषानुषङ्गः, तदभावाच्च कथं कर्मबन्धः स्यात् । अत एते सम्यग्ज्ञानविधुराः कथञ्चिद्रव्यब्रह्मचर्यादौ व्यवस्थिता अपि न समीचीनानुष्ठानभाज इति न संसारपाशविप्रमुक्ता इति ॥१५॥
ગોશાળાના મતને અનુસરનારા દૂષિત કરતા કહે છે.
સૂત્રાર્થ:- વારંવાર છૂટવું અને બંધાવું એ પ્રમાણે કેટલાક કહે છે, તે વાત બરાબર નથી, કારણ કે ફરીવાર કર્મબંધ થવો અસંભવ હોવાથી.
ટીકાર્ય :- જે આત્મા મનુષ્યભવમાં શુદ્ધ આચારવાળો થઈને દૂર કર્યા છે. સમસ્ત કર્મકતંકવાળો થઈ પાપરહિત થયેલ મોક્ષ પામીને મોક્ષમાં રહેલો જ પોતાના શાસનની પૂજાને પ્રાપ્ત કરી રાગથી પોતાના શાસનનો તિરસ્કાર જોઈને ક્રોધને પામે છે. તેથી અનુક્રમે મલીન થઈ કર્મના ભારેપણાથી ફરીવાર સંસારમાં અવતાર લે છે. ત્યાં ફરી દીક્ષા વડે સંવર ભાવને પામી પાપ રહિત થઈ મુક્ત થાય છે. ફરી પણ તેવી રીતે જ શાસન નિમિત્તે રાગ-દ્વેષ કરી સંસારને પામે છે. ફરીવાર શુદ્ધ આચાર પાળવાથી અકર્મ થાય છે. એમ કોઈકનો મત છે. તેનું નિરસન એટલે ખંડન કરે છે.
આ વાત બરાબર નથી કારણ કે મુક્ત થયેલા, દૂર થયા છે સમસ્ત કર્મકલંકો જેમના કૃતકૃત્ય જાણ્યા છે. સમસ્ત યથાવસ્થિત વસ્તુતત્ત્વો, સ્તુતિ નિંદામાં સમભાવવાળા દૂર કર્યા છે આત્મા અને પોતાના પરિગ્રહવાળા તેઓને શી રીતે રાગ-દ્વેષનો સંબંધ હોઈ શકે ? તે રાગદ્વેષનો અભાવ હોવાથી શી રીતે કર્મબંધ થાય? આથી એ લોકો સમ્યજ્ઞાન વગરના કંઈક દ્રવ્ય બ્રહ્મચર્ય વગેરેમાં રહેલા છતાં પણ સમ્યગુ સારી રીતે અનુષ્ઠાન કરનારા થતા નથી એટલે સંસારના પાશ એટલે બંધનથી મુક્ત થતાં નથી. II૧૫.
एतेषां सङ्गपरित्यागो विवेकिना कार्य इत्याहबालानेतान् परिज्ञाय मध्यस्थः संयम चरेत् ॥१६॥
बालानिति, एते पूर्वव्यावर्णितास्तीथिका बालाः, सदसद्विवेकवैकल्याद्यत्किञ्चन कारिणो भाषिणश्च, तथा परीषहोपसगैः कामकोधादिभिश्च जिता अत एव च न काञ्चित्त्रातुं समर्थाः,