________________
३२८
सूत्रार्थमुक्तावलिः જો તે અનાદિ હોય તો લોકપણ તેવા પ્રકારનો થાઓ તેમાં શું દોષ છે. વળી જો તે અનાદિ હોય નિત્ય હોત તો પછી ક્રમસર કે યુગપતુ એ બંને રીતે અર્થક્રિયાનો અસંભવ હોવા પછી કર્તા કોઈ બની શકે નહીં. જો અનિત્ય હોય તો ઉત્પત્તિ પછી તરત જ વિનાશ થતો હોવાથી એને જ રક્ષવા માટે અસમર્થ હોવાથી શી રીતે અન્યકરણ તરફ તેનો વ્યાપાર ક્રિયા થાય છે. કદાચ જો અમૂર્ત એટલે અરૂપી હોય તો આકાશની જેમ અકર્તા થાય છે. જો મૂર્ત એટલે રૂપી હોય પ્રાકૃત એટલે સામાન્ય પુરૂષની જેમ ઉપકરણની અપેક્ષાપૂર્વક સમસ્ત જગતના કર્તાપણું શી રીતે થઈ શકે ? એ પ્રમાણે બ્રહ્મકતૃત્વવાદ પ્રમાણ સિદ્ધ નથી, ઈશ્વર કર્તુત્વ અનુમાન પણ પ્રમાણભૂત નથી. કેમકે વ્યાપ્તિની સિદ્ધિ ન હોવાથી કાર્યનું કારણ પૂર્વકપણે જ વ્યાપ્તિનું વ્યાપક સાથે વ્યાપ્યપણું હોય છે.
તેવા પ્રકારના વિશિષ્ટ કારણ પૂર્વકપણાથી નહીં, કાર્યવિશેષ ઉપલબ્ધિમાં કારણવિશેષનો સ્વીકારમાં ગ્રહણ કરાયેલ પ્રતિબંધનો જ થાય છે. અત્યંત ન દેખાવાથી તેવા પ્રકારની પ્રતીતિ થતી નથી. નદી, સમુદ્ર, પર્વત વગેરેમાં બુદ્ધિમાન કારણપૂર્વકપણાવડે હેતુ સંબંધ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે ઘટ વગેરેના સંસ્થાન આકાર જોવાની જેમ પર્વત વગેરેમાં પણ સંસ્થાન (આકાર) જોવા માત્રથી બુદ્ધિમાન કારણપૂર્વક પણ સિદ્ધિ નથી થતી. સંસ્થાન માત્રની બુદ્ધિમાન કારણપણાની અસિદ્ધિ થાય છે. નહિ તો માટીના વિકારપણાથી ઘડાની જેમ વલ્મીક (રાફડો) પણ કુંભારની રચના થશે. તેથી જ સંસ્થાન બુદ્ધિમાં ન કારણપૂર્વકપણે ગ્રહણ કરેલ હોવાથી ત્યારે જ તેવા પ્રકારના કારણોનું માપક હોય છે, પણ સંસ્થા જ માત્ર નહીં. વળી ઘટ વગેરે આકારો કુંભાર વગેરેથી થયેલા જણાય છે. પણ ઈશ્વર કતૃત્વપણે જણાતું નથી, તેમાં પણ તેના નિમિત્તપણામાં દુષ્ટ હાનિ અને દુષ્ટ કલ્પના થાય છે. ઘટ વગેરેના કર્તા પણ અનિત્ય, અવ્યાપ્તિપણા વડે ઉપલબ્ધ તેના દષ્ટાંત વડે સાધ્ય માન તેવા પ્રકારના જ કર્તા સિદ્ધ થાય છે. અને અન્યથા ભૂતના દૃષ્ટાંતનો અભાવ હોવાથી વ્યાપ્તિ સિદ્ધિ થતી નથી. માટે ઈશ્વર કર્તૃત્વવાદ લોકનો નથી, તે વાદ મિથ્યાવાદ છે. તથા પ્રધાન વગેરે દ્વારા કરાયેલ લોક છે. એ પણ પ્રમાણ વિરૂદ્ધ છે. તે અમૂર્ણપણે હોવાથી તેમાંથી મૂર્તિની ઉત્પત્તિ નથી થતી. આકાશ વગેરેમાંથી કોઈપણ મૂર્તિની ઉત્પત્તિ દેખાતી નથી. મૂર્તિપણામાં તેની ઉત્પત્તિ થતી હોવાથી લોકની પણ તે પ્રકારની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. તેની બીજાથી ઉત્પત્તિ નથી કારણ, કારણ કે અનવસ્થાનો પ્રસંગ આવશે. અનુત્પન્ન તેનો કારણપણું હોવાથી લોકો પણ કેવી રીતે અનુત્પત્તિ હોય. વળી સત્ત્વરજતમસ ભાવની સામ્યવસ્થા પ્રધાન કહેવાય છે. અવિકૃતપણાથી નહીં, તેથી મહતુ વગેરેથી ઉત્પત્તિ ઈચ્છીએ છીએ. વિકારમાં તેની પ્રધાનતા નથી તો પછી શી રીતે પ્રધાનથી મહદાદિની ઉત્પત્તિ થાય. વળી પ્રકૃતિ અચેતનરૂપે હોવાથી તેનો પુરૂષાર્થ તરફની પ્રવૃત્તિ નથી તો પછી આત્મોપભોગાય સૃષ્ટિ થાય. તેનો તેવા પ્રકારનો સ્વભાવપણું છે. એમ પણ ન કહેવું. તેથી બળવાનપણાથી સ્વભાવથી જ લોકોત્પત્તિનો પ્રસંગ આવતો હોવાથી જો તેને જ કારણતા સ્વીકારશો ત્યારે કોઈપણ ભૂલ રહેતી નથી. તે જ