________________
सूत्रकृतांग
३३३
ગતિ નથી. આવા પ્રકારની યુક્તિ વગરના વાદો કેટલાકો કહે છે. તે આ વાદો પ્રમાણ વગરના છે માટે કહ્યું કે નિષપ્રમાણ જેવી રીતે આ લોકમાં, તેવી રીતે પરલોકમાં પણ જીવ હોય તો દાન, અધ્યયન, જપ, તપ, નિયમ, અનુષ્ઠાન વગેરે સર્વ ક્રિયાઓ અનર્થ કરનારી થાય છે. માટે કહ્યું... શિયાવૈજ્યતિતિ | તેથી સ્થાવર જંગમ એટલે ત્રસ જીવો પોતપોતાના કર્માનુસારે પરસ્પર એકબીજામાં સંક્રમે છે એવું નથી. પ્રત્યક્ષ બાધિત હોવાથી ક્ષણમાં થવાવાળા પર્યાયોને... શાન્તિ તી કોઈપણ વસ્તુઓનો પ્રત્યક્ષપણે નિશ્ચય થતો નથી. નિષ્પર્યાય એટલે પર્યાય વગરની વસ્તુ આકાશના ફૂલની જેમ હોય છે. જો તમે પોતાની જાતિનો અનુચ્છેદપણ નિત્યતા કહેતા હો તો પછી તે પરિણામ અનિત્યતા જ છે. એટલે અમારા મતમાં પ્રવેશ થયો. આકાશ વગેરેનું પણ અવિનાશીપણું યોગ્ય નથી. કારણ કે વસ્તુપણાનું ઉત્પાદ, વ્યય, ઘવ્યાત્મકપણાનાવ્યાપ્યપણાથી. (અન્યથા) વસ્તુત્વ જ તેનું ન થાય. ઈશ્વર બહુજ્ઞ એટલે ઘણું જાણનાર છે. પણ સર્વજ્ઞ નથી. એ પણ યોગ્ય નથી. બહુજ્ઞપણું હોવા છતાં તેનામાં સર્વજ્ઞપણાનો અભાવ હોવાથી તેની વાત વિચારકો વડે ગ્રહણ કરવા યોગ્ય રહેતી નથી. કેમકે ગ્રાહ્ય, ત્યાજય યોગ્ય ઉપદેશ પ્રદાન યોગ્ય વિફળતાવાળી હોવાથી તથા તેમનું કીડીની સંખ્યાનું જ્ઞાનપણ યોગ્ય ઉપયોગી જ છે. આ વિષયના જ્ઞાનના અભાવમાં બીજા સ્થાને પણ હેયોપાદેય વિષયમાં અજ્ઞાન હોવાની શંકાથી તેમાં વિચારકોની પ્રવૃત્તિ થશે નહીં. તેનું પાલન પણ સમ્યફ થશે નહીં, તેથી તેનું સર્વજ્ઞપણું ઈચ્છનીય જ છે. પુત્ર વગરનાની (સ) ગતિ નથી.” વગેરે કહેવું પણ યુક્તિ વગરનું જ છે. પુત્ર હોવા માત્રથી જો વિશિષ્ટલોક (દવલોક)ની પ્રાપ્તિ થતી હોય તો ઈન્દ્રમહની ઈચ્છાવાળો, અખાડાના ભંડો વગેરેથી લોક ફેલાઈ જશે. કારણ કે તે સુવ્વરોને (ભંડોને) બહુ પુત્રો જન્મે છે. જો પુત્ર વિષયક અનુષ્ઠાન કરવા વિશેષથી તો એક શુભ પુત્ર વડે શુભ અનુષ્ઠાન થાય છે. બીજા વડે અશુભ થાય તેમાં શી વાત કરવી ? પોતાનું કરેલું અનુષ્ઠાન વ્યર્થ જાય છે. તેથી આ બધા વાદો પ્રમાણયુક્ત નથી. /૧૭
इत्थं समयनिरूपणमभिधाय कर्मविदारणोपायं हिताहितप्राप्तिपरिहारलक्षणं बोध वक्तुमुपक्रमते
योग्यस्सद्धर्ममवेत्योत्थाय च सफलः स्यात् ॥१८॥
योग्य इति, बोधयोग्यतामवाप्त इत्यर्थः, सा च मनुष्यजन्म तत्रापि कर्मभूमिः पुनरार्यदेशः तत्रापि सुकुलोत्पत्तिस्तथेन्द्रियपाटव श्रवणश्रद्धादिप्राप्तिश्च, एवंविधसामग्रीप्राप्तौ सत्यां तुच्छान् भोगान् परिहत्यावश्यं सद्धर्मे बोधो विधेयः, अकृतधर्माचरणानां हि प्राणिनां सम्यग्ज्ञानदर्शनचारित्रप्राप्तिर्दुर्लभैव, प्रमादाद्धर्मभ्रष्टानामनन्तमपि कालं संसारपरिभ्रमणस्य दुर्वारत्वात्, आयुरप्यनेकापायपूर्णम्, त्रिपल्योपमायुष्कस्यापि पर्याप्त्यनन्तरमन्तर्मुहूर्तेनैव