________________
सूत्रकृतांग
३२३
एवम्भूताः सर्व एव वादा अज्ञानवादा नात्मशान्तिप्रदा इत्याशयेनाहस्वदर्शनानुरागिण एते संसारानुवर्तिनः ॥११॥
स्वेति, एते नियत्यादिवादिनः कदाचिदपि संसारं नातिवर्तन्ते, स्वोत्प्रेक्षितासत्कल्पनापूर्णदर्शनानुरागित्वात् आत्मपरित्राणसमर्थेऽनेकान्तवादे युक्त्युपपन्ने शङ्कितत्वाच्च, ते हि बहुदोषं नियत्याद्येकान्तवादमेव निःशङ्कभावेनावलम्बमाना अत्राणे त्राणबुद्धिं विदधाना अज्ञानिन: कर्मबन्धस्थानेषु संपरिवर्त्तन्ते, अत एव तेऽनार्या मिथ्यादृशः क्षान्त्यादिसद्धर्मप्ररूपणायामसद्धर्मप्ररूपणामतिं पापोपादानभूतप्ररूपणायाञ्च सद्धर्मप्ररूपणामतिं कुर्वन्ति, परिव्राजका अपि सन्तो हेयोपादेयार्थानाविर्भावकं परस्परविरोधपरिपूर्णं छिन्नमूलमच्छिन्नमूलं वा गुरूपरम्परायातं ज्ञानं परमार्थावेदिनोऽनुसरन्ति, न तु तद्वक्तार सर्वज्ञोऽयं न वेति विमर्शयन्ति । वदन्ति च 'सर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः । तज्ज्ञानज्ञेयविज्ञानरहितैर्गम्यते कथमि'ति । एते चाज्ञानिनो निजं मार्ग शोभनत्वेन परकीयञ्चाशोभनत्वेन मन्यमानाः स्वयं मूढाः परानपि मोहयन्ति तीव्रञ्च पापमनुभवन्ति ॥११॥
આવા પ્રકારના બધા જ વાદો અજ્ઞાનવાદો છે. આત્માને શાંતિ આપનારા નથી. એવા આશયથી કહે છે.
સૂત્રાર્થ:- આ બધા પોતાના દર્શનના રાગીઓ સંસાર તરફ અનુવર્તન એટલે જનારા છે.
ટીકાર્થ :- આ નિયતિ આદિ વાદિઓ ક્યારે પણ સંસારને પાર ઉતારતા નથી. પોતાની વિચારણાનું સાર અસત્ કલ્પનાનું સાર અપૂર્ણ દર્શનાનુરાગી હોવાથી આત્મરક્ષા કરવામાં સમર્થ અને અનેકાંતવાદમાં યુક્તિયુક્ત હોવામાં શંકાયુક્ત હોવાથી તે પણ બહુદોષવાળા નિયતિ વગેરે એકાંતવાદને જ નિઃશંકભાવે અવલંબન કરતા અત્રાણણમાં (અરક્ષણમાં) ત્રાણ (રક્ષણ) બુદ્ધિ ધારણ કરતા અજ્ઞાનીઓ કર્મબંધના સ્થાનોમાં પરિવર્તન કરે છે. આથી જ તે અનાર્ય મિથ્યાષ્ટિઓ ક્ષમા વગેરે સદ્ધર્મની પ્રરૂપણામાં અસધર્મ પ્રરૂપણાની બુદ્ધિને પામેલા દાનરૂપ પ્રરૂપણામાં સધર્મ પ્રરૂપણાની બુદ્ધિને કરે છે. પરિવ્રાજકો પણ વિદ્યમાન રહેલા હેયોપાદેય આવિર્ભાવક અર્થોને પરસ્પર વિરોધથી ભરેલા છિન્નમૂળવાળા કે અછિન્નમૂળવાળા કે ગુરૂપરંપરાથી આવેલા જ્ઞાનને પરમાર્થ વેદીઓ અનુસરે છે. તેના બોલનારા આ સર્વજ્ઞ નથી જાણતો એવું વિચારે નહીં અને બોલે છે કે, “આ કાળમાં પણ આ સર્વજ્ઞ છે. ભોગવનારાઓ વડે બોલાય છે. તે જ્ઞાન, શેય, વિજ્ઞાન વગરના વડે કેવી રીતે જણાય છે. આ અજ્ઞાનીઓ પોતાનો રસ્તો સારો હોવાથી અને બીજાનો રસ્તો ખરાબ-અશોભનીય હોવાનું માનતા પોતે જાતે મૂરખા (કૂખ) બનેલા બીજાને પણ મૂરખા બનાવતા તીવ્ર પાપનો અનુભવ કરે છે. /૧૧//