________________
सूत्रकृतांग
३२५
ટીકાર્થ:- (૧) પરિજ્ઞોપચિતમ્ (૨) અવિદ્યાપચિતમ્ (૩) ઐર્યાપથમ્ (૪) સ્વપ્નાન્તિકમ્ આ પ્રમાણે ચાર પ્રકારના કર્મબંધન ન ઈચ્છતા કેટલાક જીવ.
(૧) તેમાં પહેલો પ્રકાર આ પ્રમાણે છે. કોઈક ક્રોધ વગેરેના નિમિત્તથી મનોવ્યાપારના નિમિત્ત માત્રથી પ્રાણિનો નાશ કરે. પણ કાયાથી તે ક્રિયામાં પ્રવર્તતો નથી. તો તેને કર્મનો બંધ થતો નથી. (૨) બીજો પ્રકાર જેમ કોઈક અજાણ્યો શરીરની ક્રિયા વડે પ્રાણીની હિંસા કરે તેમાં પણ મનના વ્યાપારનો અભાવ હોવાથી કર્મબંધ નથી. (૩) ત્રીજો પ્રકાર ગમનવિષયક જેમ રસ્તામાં જતાં જેમ તેમ કોઈક ઉપયોગ વગર જે કોઈક જીવનો પ્રાણનાશ કરે તેમાં તેને કર્મબંધ નથી. (૪) ચોથો પ્રકાર જેમ સ્વપ્નમાં જ લોકોક્તિ વડે સ્વપ્નમાં જે કંઈ ક્રિયા થાય તે પણ કર્મબંધ માટે થતી નથી. જેમ સ્વપ્નમાં ભોજન ક્રિયા કરવાથી તૃપ્તિનો અભાવ થાય છે. તેવી રીતે સ્વપ્નમાં જે ક્રિયા થાય તેમા કર્મબંધનો અભાવ હોય છે. કર્મબંધ તો જ્યારે પ્રાણિ હણાતો હોય ત્યારે થાય છે. જ્યારે આ પ્રાણી હણું છું. એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તથા આ જો હું હણું છુંઆવા પ્રકારની જો બુદ્ધિ થાય, અથવા આવા પ્રકારની પરિસ્થિતિમાં જો કાયાની ક્રિયા પ્રવર્તે તેમાં પણ જો એ પ્રાણી મરી જાય તો હિંસા લાગે, તેનાથી કર્મ બંધ થાય. એમાં બીજા કોઈ પ્રકારે અભાવે હિંસા થતી નથી કે કર્મબંધ થતો નથી. કર્મબંધ તો પ્રાણી હણાય ત્યારે આ જીવને હણે આ પ્રમાણેનું જ્ઞાન ઉત્પન્ન થાય. તથા આને હું હણું આવા પ્રકારની જો બુદ્ધિ થાય. આ બધા વિકલ્પોમાં જો કાયાની ક્રિયા પ્રવર્તે છે. તેમાં પણ જો આ પ્રાણી મરે તો હિંસા લાગે તેથી કર્મબંધ થાય. એમને બીજા વિકલ્પોના અભાવ હોવાથી હિંસા થતી નથી. તેમજ કર્મબંધ થતો નથી. કિન્તુ કહેલા ચારે પ્રકારના કર્મના સ્પર્શ માત્રથી અનુભવ યોગ્ય કર્મ થાય છે. પણ તેનો અધિક વિપાક થતો નથી. દિવાલના આંતરાઓમાં પડેલ રેતીની મુઠ્ઠીની જેમ અડ્યા પછી તરત જ ખરી પડે છે. આથી જ (ઉપબંધઆયંભાવ) કહ્યો. ઉપચય અભાવ કહ્યો નથી. વળી અત્યંત અભાવ છે. એવો કોઈનો મત છે.
તેનું નિરાકરણ કરે છે.
તત્રાપતિ - તે વાત બરાબર નથી. તેમાં પણ દોષ છે. ફક્ત મન:પ્રદેશ વગેરે સ્થળોએ પણ, મન જ કર્મ ગ્રહણમાં પ્રધાન (મુખ્ય) કારણ છે. મન વગર ફક્ત શરીરની ક્રિયા હોવા માત્રથી કર્યગ્રહણ અભાવનો તેઓ વડે સ્વીકારેલ હોવાથી, તથા અન્વયેવ્યતિરેક વડે મન જ પ્રધાન કારણ છે. કાયાની ક્રિયા વગર અને કારણ વગર નથી થતું. ભાવ શુદ્ધિ વડે નિર્વાણની પ્રાપ્તિ થાય છે. એમ બોલતા તમારા વડે મનની એક જ પ્રધાનતા સ્વીકારેલ છે તથા ક્લિષ્ટ મનોવ્યાપાર કર્મબંધ માટે સ્વીકારેલ છે. તથા શા માટે ત્યાં કર્મબંધ થતો નથી. ઈર્યાપથિકમાં ઉપયોગ વગર જવામાં ક્લિષ્ટ ચિત્ત હોવાથી કર્મબંધ થાય છે. ઉપયોગપૂર્વક જવામાં તો અપ્રમત્ત હોવાથી અબંધક જ રહે છે. સ્વપ્નાન્તિકમાં પણ અશુદ્ધ ચિત્ત હોવાથી કંઈક કર્મબંધ થાય જ છે. તેથી ચતુષ્કમાં કર્મબંધના અભાવવાદિઓ વિપરીત અનુષ્ઠાનરૂપે પ્રાકૃત પુરૂષ જેવા જ છે. પણ મોક્ષ સુખ સંગીઓ અનંતકાળ સુધી જન્મ-મરણ વગેરે ક્લેશ અનુભવતા નથી રહેતા. ૧રો.