________________
३२०
सूत्रार्थमुक्तावलिः ઉદયજ ક્ષણિક પણ ભાવોનું આ પાંચ ધોથી અલગ પ્રમાણસિદ્ધ કોઈપણ બીજો આત્મા નથી. કારણ કે પ્રત્યક્ષ અપ્રવૃત્તિ હોવાથી અવ્યભિચારી લિંગ ગ્રહણના અભાવ વડે અનુમાનની અપ્રવૃત્તિ હોવાથી, પ્રત્યક્ષ અનુમાન એ પ્રમાણને છોડી અર્થ અવિસંવાહી બીજું કોઈ પ્રમાણ નથી. એ પ્રમાણે બૌદ્ધો કહે છે. તેમ મને ખંડન કરવા માટે કહે છે.
પાંચ સ્કંધોને છોડી (સિવાય) બીજો કોઈ આત્મા નથી. એ પ્રમાણે હોવાથી પોતાના સંવેદનાના સુખ-દુઃખાનુભવનો અનુભવ કરનારનો (અભાવ) કોઈ નથી ત્યાં સુધી જ્ઞાનસ્કંધનો આ અનુભવ કરનાર પણ નથી. તેનું ક્ષણિકપણા વડે અતિસૂક્ષ્મપણાના કારણે સુખ વગેરેનો અનુભવનો અસંભવ હોવાથી ફળવતી ક્રિયાની બે ક્ષણોનો પરસ્પર અત્યંત અસંબંધ હોવાથી કૃતનાશ અકૃતાભ્યાગમનો પ્રસંગ આવતો હોવાથી સંતાનની અપેક્ષાએ આ દોષ છે. એમ કહેવું નહીં. સંતાનની ભિન્નતા અક્ષણિક તેનો પણ અસંભવ હોવાથી પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં વાસના રાખીને વિનાશ પામે છે. એમ પણ ન કહેવું. કારણ કે, ક્ષણોથી જો તે અલગ હોય તો તે તેનો વાસક છે. જો તે જુદુ ન હોય ત્યારે ક્ષણિકપણાના જ આત્મા અભાવમાં સુખ-દુઃખ ન અનુભવના અભાવનો પ્રસંગ આવશે. માટે તેના અનુભવની અન્યથા અનુપત્તિ વડે આત્મા છે. એ પ્રમાણે રૂપ વગેરે પાંચ વિષયોનો અનુભવ ઉત્તર સંકલના સંકલના પ્રત્યય અનુભવાતો નથી. પોતાના વિષયોથી બીજા સ્થાનોએ ઈન્દ્રિયોની (પ્રવૃત્તિ ની અપ્રવૃત્તિ હોવાથી આલય વિજ્ઞાન વડે તેનો જ સ્વીકારવામાં, તેનો જ અક્ષણિકપણામાં આત્મા જ બીજા નામથી સ્વીકાર્યો છે. ક્ષણિકપણા તે દોષો તે રૂપમાં જ રહે છે.
હવે ક્ષણિકપણાના સાધનના નિરાકરણ માટે કહે છે. સર્વથા અનિત્યત્વની અસિદ્ધિ થતી હોવાથી ક્રમસર અને યુગપદ્ એટલે એક સાથે બંને વડે નિત્યની અર્થક્રિયાકારીપણું ઘટતું નથી એમ જે કહ્યું છે તે ક્ષણિક પક્ષમાં પણ સમાન જ છે. ક્રમસર કે યુગપત વડે એ બંને પક્ષ વડે અર્થક્રિયામાં પ્રવૃત્ત થતા તેમને પણ અવશ્ય સહકારી કારણની સાપેક્ષતાથી પ્રવૃત્તિ થાય છે. નહીં તો સામગ્રી વડે જ જનકપણાનું નામ નિરર્થક થશે. એ પ્રમાણે સહકારી વડે ક્ષણિકમાં કાંઈક વધારે અતિશય કરવા માટે સમર્થ થતા નથી. ક્ષણના અવિવેકીપણા વડે અનાધેય અતિશયપણાથી ક્ષણોનો પરસ્પર ઉપકારી ઉપકારકપણાના અનુપપત્તિ વડે સહકારીપણાના અભાવથી પ્રતિવિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થતી નથી. અનિત્યના કારણો વડે ઉત્પત્તિ સ્વીકારીએ છતાં પણ તે શું અનિત્યપણું ક્ષણક્ષયિપણા વડે પરિણામ અનિત્યપણા અથવા પહેલા ક્ષણિકપણામાં કાર્યકારણ ભાવનો અસંભવ છે. પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ થયેલ છે. તે થાય છે એમ ન કહેવું. કાર્યકાલે ન હોવાથી જનકપણાની પ્રાપ્તિ થતી નથી. અને હોયે છતે ક્ષણિકપણાની પ્રાપ્તિ થતી નથી. પહેલી ક્ષણમાં જો વિનાશ સ્વભાવ હોય તો તે જ વખતે તેનો વિનાશ થવાથી બીજીક્ષણમાં જ પહેલી ક્ષણ તે થશે નહીં એમ કોણ કોનું કારણ અને કાર્ય છે. બીજી ક્ષણમાં જો વિનાશ સ્વીકારીએ તો ઉત્પત્તિ વખતે ન થાય અને પછી થાય. એટલે બીજી ક્ષણમાં જ તેનો સદ્દભાવ હોવાથી કોઈક એનો