________________
२८८
सूत्रार्थमुक्तावलिः रजोवगुण्ठितपादमार्जनतैलादिम्रक्षणोद्वर्तनशीतोदकादिधावनसुगन्धिद्रव्यालिम्पन विशिष्टधूपसन्धूपनकण्टकाद्युद्धरणादिलक्षणां क्रियां मनसा नाभिलषेन्न वाचा कारयेत् कायेन वा । तथा ग्लानस्य साधोरशुद्धेन शुद्धेन वा मंत्रादिसामर्थ्येन कश्चिद्व्याध्युपशमं यदि कर्तुमभिलषेत्तथा सचित्तकन्दमूलादिना वा तन्नाभिलषेत्, पूर्वकृतकर्मफलाधीना जीवाः, कर्मविपाकजां कटुकवेदनामनुभवन्तिति भावयन् समतया तामनुभवेत् तथा परस्परतः साधुना पूर्वोक्ता रजःप्रमार्जनादिकाः क्रियाः कृतप्रतिक्रियया न विधेयाः । परक्रियायामन्योन्यक्रियायाञ्च गच्छान्तर्गतैर्यतना कर्तव्या, गच्छनिर्गतानान्त्वेतया न प्रयोजनम् ।। ८५ ॥
હવે કર્મબંધયુક્ત પરિક્રિયાના નિષેધ કહે છે. સૂત્રાર્થ :- કર્મબંધના નિમિત્તરૂપ પરક્રિયાને ઈચ્છે નહીં.
ભાવાર્થ - પર શબ્દનો છ પ્રકારે નિક્ષેપ થાય છે. નામ-સ્થાપના તો પ્રસિદ્ધ જ છે. દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ પર' તે સ્વ-સ્વરૂપે પર અને અન્ય = અપર સ્વરૂપે પર એમ બે પ્રકાર તેમજ આદેશ, ક્રમ, બહુ અને પ્રધાન એમ ચાર થતાં કુલ છ પ્રકારે છે.
તેમાં દ્રવ્ય પરમાં તે સ્વરૂપ વર્તમાન જે પર તે “તસ્વરૂપ પર છે. જે એક પરમાણુને બીજો પરમાણુ -
અન્ય સ્વરૂપે પર તે “અન્ય પર'. જે પરમાણુ માટે કયણુક, ચણક આદિ કોઈક ક્રિયામાં બીજાને નિમણૂક કરવો તે “આદેશ પર છે. જે કર્મકર-નોકર આદિને શેઠ નિયુક્ત કરે છે.
દ્રવ્યાદિ ચાર ભેદ “ક્રમ પર છે. તેમાં એક પ્રદેશી, દ્રવ્યથી ઢિપ્રદેશી. દ્રવ્યાદિ તે ક્રમ પર છે. ભાવથી ક્રમ પર તે એક ગુણા કૃષ્ણાદિ કરતાં દ્વિગુણ કૃષ્ણાદિ તે જાણવા !
જે જેનાથી ઘણા છે તે તેનાથી બહુ પર' કહેવાય છે. જેમકે – જીવ કરતાં પુદ્ગલ અનંતગુણા તેથી પુદ્ગલ બહુ પર કહેવાય.
મુખ્યપણાને કારણે જે પર (શ્રેષ્ઠ) ગણાય છે. તે “પ્રધાન પર' કહેવાય છે. દ્વિપદમાં તીર્થકર પ્રધાન હોવાથી પર છે. ચતુષ્પદમાં સિંહ પ્રધાન હોવાથી પર છે. અપદને વિષે અર્જુન, સુવર્ણ પ્રધાન છે માટે પર છે.
એ જ રીતે સામાન્યતયા જંબૂઢીપ ક્ષેત્ર કરતાં (પ્રમાણાદિકમાં વિશાળ છે તેથી) પુષ્કરાદિ ક્ષેત્ર તે “ક્ષેત્ર પર' છે વર્ષાઋતુ કરતાં શરદઋતુ તે “કાલ પર છે. ઔદયિકભાવ કરતાં ઔપશમિક ભાવ તે “ભાવ પર' છે.
પર” શબ્દના અહીં સામાન્યથી છ ભાંગા કહ્યા. વિશેષ રીતે થતાં “છ ભાંગા’ સ્વયં વિચારવા બીજા વડે ધર્મશ્રદ્ધાથી કરાતી તેમજ પોતાને માટે કર્મ બંધમાં કારણભૂત થતી એવી