________________
सूत्रकृतांग
पुरुषकल्पा:, अनेकयोगधरत्वात् । सूत्रकृताङ्गस्यास्यापि द्वौ श्रुतस्कन्धौ त्रयोविंशत्यध्ययनात्मकः प्रथमश्रुतस्कन्धः, सप्ताध्ययनात्मको द्वितीयश्रुतस्कन्ध इति ॥२॥
३०५
સંક્ષેપ કરાતા ગ્રંથના રચનારને યાદ કરે છે.
સૂત્રાર્થ : વિશેષાવસ્થામાં રહેલ (ત્રિપદી) સાંભળીને આના કર્તા ગણધરો છે.
ટીકાર્થ : લૌકિક ગ્રંથકર્તાની અપેક્ષાએ કંઇક જુદી જ અવસ્થામાં રહેલા એવા, તે પ્રમાણે ગ્રંથરચના મનવચનકાયાની પ્રવૃત્તિરૂપ શુભાશુભ ધ્યાનમાં રહેલાઓ વડે કરાય છે. લૌકિક ગ્રંથો કર્મબંધના કારણરૂપ હોવાથી તેના કરનારને અશુભ વ્યવસાય રૂપે થાય છે. જ્યારે આ ગ્રંથ સ્વસિદ્ધાંતરૂપ શ્રુતરૂપ શુભધ્યાનમાં રહેલા ગણધરો વડે કરાયેલ છે. તેઓ અજઘન્ય અને ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિવાળા, વિપાકથી મંદરસવાળા, જ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓને બાંધતા અનિકાચિત, અનિદ્ધત્ત અવસ્થાને નહિ કરતા દીર્ઘ સ્થિતિવાળી કર્મપ્રકૃતિને ટૂંકી સ્થિતિવાળી કરે છે. બંધાતી ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમાવતા, ઉદયમાં આવેલા કર્મોને ઉદીરણામાં લાવતા અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા, શાતા, અશાતા આયુષ્યની ઉદીરણા નહીં કરતા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ વગેરે કર્મોનો ઉદય ચાલતો હોય, પુરુષ વેદનો જ્યારે ક્ષાયોપશમિક ભાવ વર્તતો હોય, ક્ષાયિક ભાવ વર્તતો હોય ત્યારે જિનેશ્વરોએ વાગ્યોગ વડે તેમને જ ઉદ્દેશીને કહેલા અર્થોને સાંભળી વચનયોગ વડેજ સ્વાભાવિક પ્રાકૃત લક્ષણ ભાષા વડે જે રચેલું છે તેને સૂત્રકૃતાંગ સૂત્ર કહે છે. પરંતુ લિટ્ટશપ્ પ્રકૃતિ પ્રત્યય વિકાર વગેરે વિશિષ્ટ વિકલ્પો વડે સંસ્કૃત ભાષા વડે નહીં બનેલ એવો નથી પણ - પ્રાકૃત એટલે સામાન્ય પુરુષ યોગ્ય નથી, અનેક યોગને ધારક હોવાથી. આ સૂયગડાંગ સૂત્રના પણ બે શ્રુતસ્કંધો ત્રેવીસ (૨૩) અધ્યયનો રૂપ છે. તેમાં પહેલો શ્રુતસ્કંધ ૧૬ અધ્યયન રૂપ અને સાત (૭) અધ્યયન રૂપ બીજો શ્રુતસ્કંધ છે. ।।૨।। प्रथमाध्ययनस्य स्वपरसमयनिरूपणात्मकत्वात्स्वसमयमादौ निरूपयति
विज्ञाय परिग्रहबन्धनं संयमेनापनयेत् ॥३॥
विज्ञायेति, जीवप्रदेशैरन्योऽन्यानुवेधरूपतया बद्ध्यते व्यवस्थाप्यते यत्तद्द्बन्धनं ज्ञानावरणीयाद्यष्टविधं कर्म तद्धेतवो मिथ्यात्वाविरत्यादयः परिग्रहारम्भादयो वा, परिग्रहरूपं बन्धनं परिग्रहबन्धनम्, परिग्रहाग्रहस्यैव परमार्थतोऽनर्थमूलत्वात्तस्यैवोपादानं कृतम्, स्तोकमपि तृणतुषकनकद्विपदादि परिग्रहं परिगृह्यान्यान्वा ग्राहयित्वा गृह्णतो वाऽन्याननुज्ञायाष्टविधकर्मणस्तत्फलादसातोदयादितो न मुच्यते, अप्राप्तनष्टेषु परिग्रहेषु कांक्षाशोकौ प्राप्तेषु रक्षणमुपभोगे चातृप्तिरपि स्यात् एवमसन्तुष्टः परिग्रही तदर्जनतत्परोऽर्जितोपद्रवकारिषु द्विष्टो मनोवाक्कायेभ्यो जीवान् व्यापादयति, अन्यैरपि घातयति घ्नतांश्चानुमोदते, एवं मृषावादाद्यपि विदधाति