________________
અધ્યયન-૫, નરકવિભક્તિ, ઉદ્દેશ-૨
• નરકની વિષમ વેદનાનું વર્ણન.
• પાપી જીવો ૪ ગતિમાં ભ્રમણ કરે છે તેનું વર્ણન. અધ્યયન-૬, વીરસ્તુતી, ઉદ્દેશ-૧ • આ અધ્યયનમાં પરમાત્મા મહાવીરના અનેક ઉપમાઓ દ્વારા ગુણાનુવાદ કરવામાં
આવ્યા છે. અધ્યયન-૭, સુશીલ પરિભાષા, ઉદ્દેશ-૧
• હિંસક માણસ દ્વારા જીવોની હત્યા અને ભવાંતરમાં ભોગવવાની વેદના.
• રાગ-દ્વેષથી નિવૃત્ત થઈ ઉપસર્ગ સહન કરી મોક્ષપ્રાપ્તિની વાત. અધ્યયન-૮, વીર્ય, ઉદ્દેશ- • આ અધ્યયનમાં વીર્યના ૨ ભેદો, બાલવીર્ય અને પંડિતવીર્યની વાત જણાવવામાં
આવી છે. અધ્યયન-૯, ધર્મ, ઉદ્દેશ-૧
• ધર્મના સ્વરૂપની પૃચ્છા, ઉપદેશ તથા મોક્ષપર્યત કષાયત્યાગની વાતો. અધ્યયન-૧૦, સમાધિ, ઉદ્દેશ-૧ • ધર્મ શ્રવણની પ્રેરણા, અંતે જન્મ-મરણની આશાને ત્યજનાર અને સમભાવ રાખનાર
મુક્ત થાય છે તે વાત. અધ્યયન-૧૧, માર્ગ, ઉદ્દેશ-૧
• મોક્ષ માર્ગ માટે પ્રશ્ન તથા જીવનપર્યત શુદ્ધ આહાર લેવાનો ઉપદેશ. અધ્યયન-૧૨, સમવસરણ, ઉદ્દેશ-૨ • અજ્ઞાનવાદી, વિનયવાદી, અપ્રિયવાદિ તથા શૂન્યતાવાદી આ ૪ વાદીની વાત જણાવી
અંતે અનાસક્ત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અધ્યયન-૧૩, યથાતથ્ય, ઉદ્દેશ-૧
• શીલ-અશીલનું રહસ્ય તથા હિંસા અને માયાના ત્યાગની વાતો. અધ્યયન-૧૪, ગ્રંથ, ઉદ્દેશ-૧
• અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદનો ઉપદેશ. • સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ તથા યથાર્થ અર્થ કરવાવાળાને ભાવસમાધિની પ્રાપ્તિ.