________________
२८४
सूत्रार्थमुक्तावलिः
ભાવાર્થ :- અવગ્રહની નામ-સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના ભેદથી અવગ્રહ ચાર ભેદે છે. અથવા તો દેવેન્દ્રનો, રાજાનો, ઘરમાલિકનો, ભાડુઆતનો, સાધર્મિકનો (અન્ય સાધુ) એમ અવગ્રહ પાંચ ભેદે છે. તેમાં દ્રવ્ય અવગ્રહ સચિત્તાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. શિષ્યાદિનો અવગ્રહ તે સચિત્ત, રજોહરણાદિનો તે અચિત્ત અને બંનેનો તે મિશ્ર અવગ્રહ છે. ક્ષેત્રાવગ્રહ પણ તે જ રીતે ત્રણ પ્રકારે છે. અથવા ગામ-નગર અને અરણ્ય એમ ત્રણ ભેદ છે. કાલાવગ્રહ-ઋતુબદ્ધ (શષકાળ) અને વર્ષાકાળ એમ બે ભેદે છે. પાંચ ઈન્દ્રિય અને નોઈન્દ્રિય (મન) એમ છ ભેદે અર્થાવગ્રહ છે. ચક્ષુઈન્દ્રિય અને મન એમ બે રહિત બીજી ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ ચાર ભેદે છે. અપરિગ્રહી સાધુને જયારે પિંડ, વસતિ, વસ્ત્ર, પાત્ર લેવાનો પરિણામ થાય છે તે ગ્રહણભાવાગ્રહ. આ સઘળું ગ્રહણ કરવાનું આવે ત્યારે મને કેવા પ્રકારની વસતિ આદિ શુદ્ધ છે. પ્રાતિહારિક છે કે અપ્રાતિહારિક છે. ઈત્યાદિ વિચારણામાં યત્ન કરવો જોઈએ. દેવેન્દ્ર આદિ પાંચનો જે પૂર્વે અવગ્રહ જણાવ્યો તે પણ અહીં વસતિ આદિ ગ્રહણ વખતે જોઈ લેવો.
આ વિધિ જણાવ્યો તેનું કારણ જણાવતાં કહે છે. જેમને ઘરની માયાજાળ છોડી છે તેવા અપરિગ્રહી, મમતા રહિત, બીજાએ આપેલું વાપરનારા, એવા સાધુએ હું પાપ કર્મ નહીં કરું એવું વિચારી અદત્તાદાનના પચ્ચકખાણની પ્રતિજ્ઞા કરેલી છે. તેથી દાંત ખોતરવાની સળી જેટલું (નાની વસ્તુ) પણ બીજાની માલિકીનું, અદત્ત (સામા વ્યક્તિની – રજા વિના) નથી લેતો, બીજા પાસે લેવડાવતો નથી. જો બીજો કોઈ તે રીતે અનુજ્ઞા વિના લે તો તેની અનુમોદના પણ કરતો નથી.
જેમણે દીક્ષા લીધી છે. તેવા સાધુઓનો પણ (પરસ્પર એકબીજાની) ઉપકરણનો તેમની રજા લીધા વિના ગ્રહણ કરતો નથી. જેમણે ક્ષેત્રનો અવગ્રહ માંગેલો છે. તેથી તે જગ્યાના માલિકે જેટલા સમય સુધીની અનુજ્ઞા આપી છે તેટલા સમય સુધી જ તે ક્ષેત્રમાં રહે, પછી વિહાર કરે.
નિમંત્રણપૂર્વક બોલાવ્યા હોય અને આવ્યા હોય તેવા તથા પોતાની રીતે જ આવ્યા હોય તેવા, સાધર્મિક કે સાંભોગિક આદિ મહેમાનને પોતે લાવેલા ગોચરી આદિ માટે વિનંતી કરે. પરંતુ બીજા મુનિઓનું લાવેલું ગોચરી આદિ હોય તો પોતે આમંત્રણ ન આપે. પોતાને માટે જરૂરી સોય આદિ વસ્તુ જે ઘરમાલિકના ઘરેથી લાવ્યો હોય તે વસ્તુ બીજા સાધુઓને આપે નહીં. જેવું કાર્ય પૂરું થાય કે તરત જ તે વસ્તુ ઘરમાલિકને જેવી લાવ્યો હોય તેવી જ પાછી આપી દેવી જોઈએ ! બીજા બ્રાહ્મણાદિને પણ ગૃહસ્થ વસતિ આપી હોય એને કારણે સાધુને પણ તે જ વસતિમાં રહેવું પડે તો બ્રાહ્મણાદિના ઉપકરણોને બહાર ન મૂકે. અને બહાર પડેલા હોય તો અંદર પણ ન મૂકે. તેઓ સૂતાં હોય તો જગાડે નહીં. અથવા તો તેમના મનને દુઃખ