________________
आचारांगसूत्र
२८५
થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ ન કરે. ક્યારેક આમ્રવનમાં ગૃહસ્થની રજા લઈને રોકાયો હોય તે એને કારણે કેરી ખાવાની ઈચ્છા થાય તો અંડ તેમજ સંતાનહિતની અપ્રાસુક કેરી ન ગ્રહણ કરે. પરંતુ અંડ આદિથી રહિત, પાડેલી, સુધારેલી, પ્રાસુક કેરી ગ્રહણ કરી શકે.
સાત પ્રતિમાપૂર્વક અવગ્રહ (ઉપાશ્રય રહેવાનું સ્થાન) ગ્રહણ કરે. મુસાફરખાનામાં પહેલેથી જ વિચારે કે આવા પ્રકારનો જ અવગ્રહ માંગીશ. તો તેનાથી વિપરિત અવગ્રહમાં ન રહે તે પ્રથમ પ્રતિમા છે. હું બીજા સાધુ માટે અવગ્રહ માંગીને તેમાં રહીશ અથવા તો બીજાઓએ પોતાને માટે લીધેલા અવગ્રહમાં રહીશ તે બીજી પ્રતિમા છે. આ બંને પ્રતિમામાં પહેલી પ્રતિમા સામાન્ય છે. (ગચ્છવાસી-ગચ્છનિર્ગત બંને માટે) બીજી પ્રતિમા ગચ્છવાસી માટે જ છે કેમકે તેઓ સાંભોગિક અથવા અસાંભોગિક બંને સાથે વિહાર કરે છે જે કારણથી તેઓ એક બીજા માટે યાચે છે. (જ્યારે ગચ્છ નિર્ગત એકાકી હોય છે.)
હું બીજા માટે અવગ્રહની યાચના કરીશ. બીજાએ યાચેલા અવગ્રહમાં નહીં રહું. આ ત્રીજી પ્રતિમા. આહાલકિ માટેની છે. તેઓ આચાર્ય પાસેથી સૂત્રના અર્થ વિશેષને મેળવવાની ઈચ્છાયુક્ત હોય છે. તેથી તે આચાર્ય આદિ માટે અવગ્રહ યાચનાનો સંભવ છે. હું બીજા માટે અવગ્રહ નહીં માગું. બીજાએ માંગેલા અવગ્રહમાં રહીશ આ ચોથી પ્રતિમા. ગચ્છમાં વિચરતા જિનકલ્પિક થવા માટેની ક્રિયા કરતાં મુનિઓ માટે છે. હું મારા પોતાને માટે અવગ્રહ માંગીશ. પરંતુ બીજા બે-ત્રણ-ચાર-પાંચ વિ. અનેક મુનિઓ માટે નહીં માંગુ. આ જિનકલ્પિક માટે છે. હું જેનો અવગ્રહ માંગીશ. તેમના જ સંથારાદિ માંગીશ તેમને ત્યાંથી નહીં મલે તો. ઉત્કટુકાસને, બેસીને અથવા એમ જ બેઠા બેઠા રાત પસાર કરીશ. આ છઠ્ઠી પ્રતિમા જિનકલ્પિકાદિ માટેની છે.
પૂર્વોક્ત જ જે શય્યા તે વ્યવસ્થિત પાથરેલી જ હોય તેવી શીલાદિકને જ ગ્રહણ કરીશ. બીજી નહીં. આવી સાતમી પ્રતિમા છે. આવા પ્રકારની પ્રતિમા વડે અવગ્રહ ગ્રહણ કરવો જોઈએ. II૮૩
अथ कायोत्सर्गस्वाध्यायोच्चारप्रस्रवणादिकर्त्तव्ययोग्यस्थानवर्णनायाह
अभिग्रही योग्यवसतिस्थः साण्डादिभूमौ स्वाध्यायादि न कुर्यात् ॥ ८४ ॥
अभिग्रहीति, कर्मोपादानभूतानि स्थानानि परित्यज्योर्ध्वस्थानाद्यर्थं स्थानमन्वेषयेत्, तच्च साण्डादिदोषरहितं भवेत्, तत्र च चतसृभिः प्रतिमाभिः स्थातुमिच्छेत्, तत्र प्रथमा प्रतिमा, यथा अचित्तं स्थानं उपाश्रयिष्यामि, अचित्तं कुड्यादिकमवलम्बयिष्ये कायेन, हस्तपादाद्याकुञ्चनादिक्रियावलम्बनं करिष्ये तथा तत्रैव सविचारं स्तोकपादादिविहरणरूपं स्थानं समाश्रयिष्यामीति । द्वितीया चाऽऽलम्बनाकुञ्चनप्रसारणादिक्रियामवलम्बनञ्च करिष्ये न