________________
२४४
सूत्रार्थमुक्तावलिः
સૂત્રાર્થ - સાધુને આહાર કરવાના છ કારણમાંથી કોઈપણ કારણસર જ આહારનો અર્થ સાધુ, પ્રાણિ (જીવ) આદિથી સંસ્કૃત, સચિરજથી ખરડાયેલું અથવા તો જલથી ભીનું એવું ભોજન ન કરે.
ભાવાર્થ :- (૧) સુધાવેદના સહન ન થાય ત્યારે, (૨) વૈયાવચ્ચ કરવા માટે (૩) ઈર્યાસમિતિના પાલન માટે (૪) સંયમ પાલન માટે (૫) પ્રાણ રક્ષણ માટે (૬) ધર્મચિંતન માટે, આ છે કારણમાંથી કોઈપણ કારણ હોય ત્યારે અનેક પ્રકારના અભિગ્રહમાં રક્ત-ભાવસાધુ આહાર ગ્રહણ કરે છે. “મને અહીં ભિક્ષા મળશે” એવા ભિક્ષાના લાભના આશયપૂર્વક ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ મુનિ જો અશનાદિ ચારે પ્રકારનો આહાર-પ્રાણિ-લીલફૂગ વિ. જીવો વડે સ્પર્ધાયેલો હોય, ઘઉં આદિ બીજ અથવા તો દુર્વા (ઘાસ) અંકુરા આદિ વનસ્પતિ વડે યુક્ત હોય. અથવા તો સચિત્તરજથી યુક્ત હોય કે કાચાપાણીથી ભીનું હોય તેવા પ્રકારનું અનેષણીય મળે છતાં પણ ઉત્સર્ગથી ગ્રહણ ન કરે. અપવાદ માર્ગે તો દ્રવ્યથી દુર્લભ દ્રવ્ય હોય, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં સાધારણ (સામાન્ય) દ્રવ્યનો લાભ તેનો પણ અભાવ હોય. રજ વિ.થી યુક્ત હોય તો પણ, કાલથી દુભિક્ષાદિકાલ હોય તો અને ભાવથી ગ્લાનાદિ માટે લેવાનું હોય તો, તેમાં ઓછો કે વધારે દોષ વિ. જાણી-વિચારીને ગીતાર્થ મુનિ લઈ શકે. ક્યારેક ભૂલથી સંસ્કૃત આદિ દ્રવ્ય લઈ લીધું હોય તો તે લઈને અંડાદિ દોષ રહિત બગીચા વિ.ની શુદ્ધભૂમિમાં જઈ ચારે બાજુ નજર કરી દષ્ટિ પ્રમાર્જના કરી વિધિપૂર્વક તે આહાર પરઠવે. //૫૦ના
अगारिगृहप्रवेशे किं कश्चिनियमोऽस्ति न वा, अस्तीत्याहतीर्थिकगृहस्थापरिहारिकैर्न प्रविशेत् ॥५१॥
तीथिकेति, अन्यतीथिकैः सरजस्कादिभिः गृहस्थैः पिण्डोपजीविभिधिग्जातिप्रभृतिभिः पार्श्वस्थावसन्नकुशीलयथाच्छन्दरूपैरपरिहारिकैः सहागारिगृहं न प्रविशेत्, उपलक्षणेन पूर्व प्रविष्टो वा न निष्क्रामेदित्यपि विवक्षितम् । अन्यतीथिकैर्गृहस्थैर्वा सह प्रवेशे ते पृष्ठतो वा गच्छेयुरग्रतो वा, अग्रतो यदि साध्वनुमत्या गच्छेयुस्तर्हि तत्कृतेर्याप्रत्ययः कर्मबन्धः प्रवचनलाघवञ्च स्यात्, तेषां वा स्वजात्युत्कर्षो भवेत् । अथ पृष्ठतो गच्छेयुस्तर्हि तत्प्रद्वेषः, दातुर्वाऽभद्रकस्य स्यात्, लाभं संविभज्य दात्रा प्रदानादवमौदर्यादौ दुर्भिक्षादौ प्राणवृत्तिर्न स्यादित्यादयो दोषा भवेयुः, अपरिहारिकेण सह प्रवेशेऽनेषणीयभिक्षाग्रहणाग्रहणकृता दोषाः स्युः, अनेषणीयग्रहणे हि तत्प्रवृत्तिरनुज्ञाता भवेत्, अग्रहणे तु तैः सह क्लेशादयो दोषाः स्युरतो दोषानेतान् विज्ञाय साधुर्गृहपतिकुलं न तैः सह प्रविशेन्नापि निष्क्रामेत्, एवं तैः सह विचारभूमि स्वाध्यायभूमि वा न यायादिति ॥ ५१ ॥