________________
आचारांगसूत्र
२४५
ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાનો કોઈ નિયમ છે કે નહીં ? તેના જવાબમાં નિયમ છે એમ કહે છે.
સૂત્રાર્થ :- અન્ય તીર્થિક, ગૃહસ્થ, અપરિહારીકની સાથે (ગૃહસ્થના ઘરમાં) પ્રવેશ ન કરવો જોઈએ.
ભાવાર્થ :- અન્યતીર્થિક, સચિત્ત રજ આદિથી યુક્ત ગૃહસ્થ, ભિક્ષાર્થી જીવન જીવતા, હલકી જાતિવાળા, પાર્શ્વસ્થ, અવસન્ન-કુશીલ-યથાછંદરૂપ અપરિહારિકની સાથે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ. અહીં ઉપલક્ષણથી એમ સમજવું કે જો આ સઘળા મુનિની પહેલાં ગૃહસ્થના ઘરમાં ભિક્ષાદિ હેતુથી ગયેલા હોય તો તેઓ બહાર ન આવે ત્યાં સુધી સાધુએ તે ગૃહસ્થના ઘરમાં ન જવું. અન્યતીર્થિક કે સરજસ્ક ગૃહસ્થોની સાથે સાધુ પ્રવેશ કરે તો, કાં તો તે સાધુની પછી, કાં તો પહેલાં પ્રવેશ કરે. જો સાધુની અનુમતિથી પહેલા પ્રવેશ કરે તો તેઓને તેનાથી ઈર્યાપ્રત્યયિક કર્મબંધ થાય. અને પ્રવચન લાઘવ પણ થાય અથવા તો તેમને પોતાની જાતનું અભિમાન આવે કે અમે મોટા છીએ તેથી મુનિએ પણ પ્રથમ અમને જવા કહ્યું, તેથી જ પ્રવચન લાઘવ પણ સંગત છે. હવે, જો પાછળથી તેઓ પ્રવેશ કરે તો તેમને પ્રદ્વેષ થાય કાં તો સરલતા રહિત દાતાને પણ દ્વેષ થાય, બંનેને ભાગ કરીને જો દાતા આપે, તો પેટ ન ભરાય તેટલું મળે અથવા દુષ્કાળ આદિ હોય તો પ્રાણ ધારણ કરવું શક્ય ન બને વિ. અનેક દોષનો સંભવ છે.
અપરિહારિકની સાથે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે તો અનેષણીય ભિક્ષાનું ગ્રહણ કરે અથવા ન કરે તો પણ દોષનો સંભવ છે. તેમાં જો અનેષણીય ભિક્ષા તેમની સામે લે તો તેઓને એમ થાય કે આ સાધુ આવી દોષિત ભિક્ષા લે છે. તો અમે પણ લઈ શકીએ. અને જો દોષિત આહાર ગ્રહણ ન કરે તો તેમની સાથે બોલચાલ થાય ઈત્યાદિ દોષ જાણીને તેઓની સાથે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ પણ ન કરે. અને નીકળે પણ નહીં. એ જ રીતે આવા સાધુની સાથે વિચારભૂમિ (સ્થંડિલ) કે સ્વાધ્યાયભૂમિમાં પણ ન જાય અર્થાત્ તેમનાથી ભિન્ન સ્થાનમાં જઈ શકે. ।।૫૧॥
अविशुद्धिकोटिमाह
श्रमणब्राह्मणातिथिकृपणबन्दिप्रयानुद्दिश्य समारम्भेण वा कृतमग्राह्यम् ॥५२॥
श्रमणेति, पञ्चविधास्ते निर्ग्रन्थशाक्यतापसगैरिकाजीविका इति, ब्राह्मणाः प्रसिद्धाः, अतिथयो भोजनकालोपस्थायिनोऽपूर्वा वा, दरिद्राः कृपणा बन्दिप्राया एतान् बहून् द्वित्राः श्रमणाः पञ्चषा ब्राह्मणा इत्यादिरूपेण प्रविगणय्य यत्कृतमाहारादि तथा प्राणिसमारम्भेण वा विहितमप्रासुकमनेषणीयं मन्यमानो लाभे सत्यपि न गृह्णीयात् ॥ ५२ ॥