________________
आचारांगसूत्र
२७३
શકે. આમ તૈયાર થઈને તે નાવિક તેમજ નાવમાં બેઠેલાને ધમદશનાથી પોતાને અનુકૂલ કરે, તો પણ તેઓ તે સાંભળે નહીં, ને પાણીમાં નાંખી દે તો મનને મલિન ન કરે. પાણીમાં પલળતો મુનિ હાથને હાથ વડે સ્પર્શ ન કરે. ઉપર-નીચે ડૂબકી ન મારે, જો થાકી જાય તો તરત જ સર્વ ઉપધિ અથવા અમુક ઉપધિ છોડી દે. આ રીતે પાણીમાં તરીને ભીના, ટપકતાં પાણીવાળા શરીર વડે પાણીનાં કિનારે ઊભો રહે. ત્યાં ઈરિયાવહિયા કરે, જો તે સ્થળે ચોરાદિનો ભય હોય તો અપૂકાયની પીડા ન થાય' તેમ બીજા સ્થળે જાય.
જંઘા વડે તરી શકાય તેવા પાણીમાં પણ મુહપત્તિ વડે ઉપરનું શરીર તેમજ રજોહરણ વડે નીચેના શરીરનું પ્રમાર્જન કરીને વારાફરતી એક પગ પાણીમાં બીજો પગ પાણીથી ઊંચો એમ કરતાં પાણીને ડહોળ્યા વિના ગમન કરે, પાણીથી ઉતરીને કાદવથી ખરડાયેલ પગ હોય તો પણ તેને દૂર કરવા માટે પ્રયત્ન ન કરતો જયણાપૂર્વક જાય.
પરંતુ, કાદવ દૂર કરવા માટે લીલી વનસ્પતિ આદિ છેદે નહીં. અર્થાત્ તેના દ્વારા કાદવ સાફ ન કરે. આવું કરવાથી માયા કરવાનો પ્રસંગ હોવાથી (થાય) એ પ્રમાણેનો ભાવાર્થ છે. II૭૪ll
गमननियममाहपक्ष्यादित्रासादिकमनुत्पादयन्नाचार्यादिभिर्विनयेन गच्छेत् ॥ ७५ ॥
पक्ष्यादीति, ग्रामान्तरं व्रजन् मध्ये प्राकारकन्दरागिरिगृहस्तूपादीनि सरित्तडागादीनि च विलोक्य भृशं बाहुमुत्क्षिप्य प्रसार्याङ्गुलीः कायमवनम्योन्नम्य वा न दर्शयेत्, दग्धमुषितादौ साधावाशङ्कायास्तत्रस्थपक्षिसरीसृपमृगादीनां संत्रासस्य च प्रसङ्गात्, न त्वेको विहरेत् किन्त्वाचार्योपाध्यायादिभिर्गीताथैः सह हस्तादिसंस्पर्शो यथा न भवेत्तावन्मात्रायां भूमौ स्थितो व्रजेत्, व्रजंश्च तैः सह प्रातिपथिकेन किञ्चित् पृष्ट आचार्यादीनतिक्रम्य नोत्तरं दद्यात्, मध्ये वा વત્ | ૭૫ /
માર્ગમાં જવાના નિયમને કહે છે. સૂત્રાર્થ - પક્ષી આદિને ત્રાસ ન થાય તેમ આચાર્ય આદિની સાથે વિનયપૂર્વક ગમન કરે.
ભાવાર્થ:- એક ગામથી બીજે ગામ જતાં કાંગરા, ગુફા, પર્વત, સ્તૂપ આદિ કે નદી, તળાવ આદિ જોઈને હાથ ઊંચા કરીને કે આંગળીથી અથવા શરીર ઊંચુંનીચું કરીને ન બતાવવું. કારણ કે ત્યાં કાંઈક બળે કે ચોરી થાય તેમાં સાધુ પર શંકા થાય. તેમજ ત્યાં રહેલ આંગળી-હાથ વડે પૂર્વોક્ત વસ્તુ બતાવે છતાં તે ખેડૂત આદિ દ્વારા પક્ષી, સર્પ, જંગલી પશુ આદિને જ બતાવે છે તેવું અનુમાન થાય અથવા તો તે દેખાય તો) ત્રાસનો પ્રસંગ આવી જાય. તેમજ એકલો પણ વિહાર ન કરે. પરંતુ, આચાર્ય-ઉપાધ્યાયાદિ ગીતાર્થની સાથે તેમને પોતાના હાથ વિગેરે ન લાગે તેટલી દૂરની ભૂમિ પર રહેલો વિહાર કરે.