________________
२७६
सूत्रार्थमुक्तावलिः महारम्भकृतमेतत् सावद्यकृतमेतत् प्रयत्नकृतमेतदित्येवमसावद्या भाषेत । तथा च क्रोधादिरहितोऽनुविचिन्त्य निष्ठाभाष्यत्वरितभाषी विवेकभाषी भाषासमित्युपेतो भाषां वदेत् ।। ७७ ।।
હવે બોલવું કેવી રીતે તેનો નિયમ કહે છે.
સૂત્રાર્થ - કહેલા વચનના વિધિનો જાણકાર, ભાષા સમિતિથી યુક્ત મુનિ, નિંદ્ય, જકારવાળી ભાષા આદિ ભાષાને છોડે અર્થાત્ ન બોલે.
ભાવાર્થ:- એકવચન આદિ સોળ પ્રકારના વચનના (વાણીના) ભેદ છે. તે જાણીને તથા પૂર્વ મુનિ વડે બોલવા માટે અનાચીર્ણ છે. તેવા વચન સંબંધી સર્વ આચારને જાણીને પછી સાધુએ બોલવું જોઈએ.
તેમાં વચનના ૧૬ ભેદ. “વૃક્ષ' એ પદ એકવચનાત છે. “વૃક્ષ' એ દ્વિવચનાંત પદ . વૃક્ષા:' એ બહુવચનાં પદ છે. “વી-ચા' ઈત્યાદિ સ્ત્રીલિંગ છે. “પટ: ઘટા:' ઈત્યાદિ પુલિંગ છે. પીઢ કુતમ્ ઈત્યાદિ નપુંલિંગ છે. જે મનમાં છે તે છૂપાવીને બીજું બોલવા જતાં અનાયાસે જ મનમાં રહેલી વાત બહાર આવી જાય તે “અધ્યાત્મ વચન' અર્થાત્ “માન તિ અધ્યાત્મ' આત્મામાં રહેલું વચન. “રૂપાળી સ્ત્રી' ઈત્યાદિ “પ્રશંસાવચન” છે. “રૂપીન સ્ત્રી એ “અપ્રશંસા વચન છે. રૂપવતી છતાં સદ્ગુણ વિનાની આવું વચન “પ્રશંસા પ્રશંસા' વચન છે. અર્થાત્ કાંઈક ગુણ પ્રશસ્ય કોઈક અપ્રશસ્યગુણ હોય તેવું વચન છે. અરૂપવતી છતાં સદ્ગુણયુક્ત. આ
અપ્રશંસા-પ્રશંસા વચન' છે. કૃતવાનું તેણે કર્યું આ “અતીતકાલનું વચન છે. કરોતિ તે કરે છે ઈત્યાદિ વર્તમાનકાલીન વચન' છે. રૂરિષ્યતિ તે કરશે ઈત્યાદિ “ભવિષ્યકાલીન વચન છે. આ દેવદત્ત છે ઈત્યાદિ “પ્રત્યક્ષ વચન' છે. તે દેવદત્ત છે એ પરોક્ષવચન છે. આ સર્વ વચનને વિષે
જ્યારે એકવચનની વિવેક્ષા હોય ત્યારે એકવચન, દ્વિવચનની વિવેક્ષા હોય ત્યારે દ્વિવચન બોલવું જોઈએ.
ભાષા ચાર પ્રકારે છે. “સત્ય” ગાયને ગાય અને ઘોડાને ઘોડો કહેવો તે સત્યભાષા કહેવાય છે. યથાર્થ વચનરૂપ છે. “અસત્યા' ગાયને ઘોડો - ઘોડાને ગાય કહેવી તે યથાસ્વરૂપ ન બોલવું તે અસત્યભાષા “સત્યામૃષા' જે ભાષામાં થોડુંક સત્ય થોડુંક મૃષા છે. જેમકે ઘોડા પર જતા દેવદત્તને દેવદત્ત ઊંટ પર જાય છે તેવું બોલવું તે ! અસત્યામૃષા' સાચી પણ નહીં અને ખોટી પણ નહીં. તેવી ભાષા જે આમંત્રણી ભાષા આજ્ઞાપની ભાષા કહેવાય છે. તેમાં મૃષા-સત્યામૃષા સાધુ વડે ન બોલવી જોઈએ. સત્યભાષા પણ સાવદ્ય હોય તેવી ન બોલવી જોઈએ. અનર્થદંડમાં કોઈ પ્રવૃત્તિ કરે તેથી અમુક અક્ષર ખાઈને બોલાતી, બીજાના ચિત્તને ઉગકારી, કડવી, નિષ્ફર, બીજાના મર્મને ઉઘાડી પાડનારી, કર્મબંધ કરાવનારી, છેદન-ભેદન કરાવનારી, સત્યભાષા પણ ન બોલવી. પરંતુ, જે ભાષા સત્ય હોય અને જે વળી મૃષા હોય તો પણ તીક્ષ્ણ બુદ્ધિપૂર્વક વિચારવાથી (પરને હિતકારી હોવાથી) સત્ય લાગતી હોય તેવી બોલવી. જેમકે હરણને જોયો હોય